Chhotaudepur News: ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા યુવકનું મોત, ડ્રાઇવર ફરાર

Jun 10, 2025 - 19:00
Chhotaudepur News: ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા યુવકનું મોત, ડ્રાઇવર ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટા ઉદેપુરમાં અકસ્માતનો મામલો સામે આવ્યો છે. રેતી ભરેલા ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લીધો છે. આ ટક્કરમાં બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. છોટા ઉદેપુર પેટ્રોલ પંપ ચાર રસ્તા તરફથી આવતા રેતી ભરેલા ડમ્પરે આગળ ચાલતા બાઈક ચાલકને ટક્કર મારી હતી. ડમ્પર ચાલક ડમ્પરને ઘટના સ્થળે મૂકીને ફરાર થયો હતો. આ અકસ્માત મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. અને ડમ્પર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ડમ્પર ચાલકે કર્યો અકસ્માત

છોટા ઉદેપુર પેટ્રોલ પંપ ચાર રસ્તા તરફથી આવતા રેતી ભરેલા ડમ્પરે આગળ ચાલતા બાઈક ચાલકને અડફેટે લીધો હતો. બાઈક ચાલક ડમ્પરના આગળના વ્હીલ નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. સ્થાનિકોના ટોળા એકત્ર થયા હતા. અને ટોળાથી બચવા માટે ડમ્પર ચાલક ડમ્પરને ઘટના સ્થળે મૂકીને ફરાર થયો હતો. આ અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ટ્રાફિકને હળવો કરવા માટે પોલીસની મદદ લેવામાં આવી હતી. અને વાહનનોની અવરજવર શરુ થઇ હતી.

ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર

છોટા ઉદેપુરમાં ડમ્પર ચાલકે સર્જેલા અકસ્માત બાદ પોલીસ તપાસ શરુ કરાઇ છે. ડમ્પર કોનું છે, ક્યાંથી આવ્યુ હતુ, ડ્રાઇવર કોણ હતો. ફરાર ડ્રાઇવરની પ્રોફાઇલ વિશે પોલીસે તપાસ શરુ કરી છે. ઘટના સ્થળેથી ભાગેલા ડ્રાઇવરને પકડવા માટે પણ પોલીસે તજવીજ શરુ કરી છે. આ ઉપરાંત મૃતકના પરિવારને પણ જાણ કરવામાં આવી છે. બાઇક સવાર વિશે પણ માહિતી લેવામાં આવી રહી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0