Chhotaudepur: નસવાડીના ભગવાનપુરા-ચુનાખાન રોડ પર સ્લેબ ડ્રેઇનનું ખાતમુહૂર્ત

May 21, 2026 - 06:30
Chhotaudepur: નસવાડીના ભગવાનપુરા-ચુનાખાન રોડ પર સ્લેબ ડ્રેઇનનું ખાતમુહૂર્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વર્ષોથી સર્જાતી અવરજવર અને કનેક્ટિવિટીની સમસ્યાના કાયમી ઉકેલ માટે મહત્વપૂર્ણ વિકાસકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નસવાડી તાલુકાના ચુનાખાન ખાતે ભગવાનપુરા-ચુનાખાન રોડ પર રૂા.90 લાખના ખર્ચે બનનાર સ્લેબ ડ્રેઇનનું સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ વિકાસકાર્ય પૂર્ણ થતાં સ્થાનિક રહીશો, ખેડૂતો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ચોમાસામાં પડતી ભારે હાલાકીમાંથી મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ કામગીરી એમ.એમ.જી.એસ.વાય ઇમર્જન્સી વર્ક (બ્રિજ)2025-26 યોજના હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.આ પ્રોજેક્ટ માટે અંદાજિત બાંધકામ ખર્ચ રૂા. 90 લાખ થશે. જેમાં 10 મીટર સ્પાનના 2 ગાળા ધરાવતું સ્લેબ ડ્રેઇન તથા 125 મીટર લાંબો એપ્રોચ રોડ બનાવાશે.

ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય જસુભાઈ ભીલ, જિલ્લા પંચાયત સભ્ય યતિનાબેન ગોપાલસિંહ સહિત આજુબાજુના ગામોના સરપંચો, સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ,વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0