Chhotaudepurના પોથલીપુરામાં બ્રિજ મંજૂર કરાયો પણ ટેન્ડર પ્રોસેસ ના થતા ગ્રામજનોને હાલાકી

છોટાઉદેપુરના નસવાડીના પોથલીપુરા ગામે અશ્વિન નદી ઉપર છ કરોડના ખર્ચે પુલ મંજુર કરાયો પરંતુ તેની હજુ ટેન્ડર પ્રોસેસ બાકી રહેતા ચોમાસના સમયમાં ગ્રામજનો અને વિધાર્થીઓને અશ્વિન નદીના પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.જેના કારણે ગ્રામજનોને હાલાકી પડી રહી છે.સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી બ્રિજ ના બનતા આ રીતે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,વિધાર્થીઓ જીવના જોખમે નદી પસાર કરી રહ્યાં છે. વહેલી તકે પુલ બને તેવી માગ ફેબુઆરી માસમાં પુલનો જોબ નંબર આવી ગયો છે તેની સંખેડા ધારાસભ્યએ જાહેરાત કરી હતી તેના સાત મહિનાનો સમય વિતી ગયો હતો તેમ છત્તા હજુ પુલને લગતી કોઈ એક્ટિવિટી ન જણાતા ગ્રામજનો પુલ જલદી બનાવવા માગ કરી છે.ગામની વચ્ચેથી અશ્વિન નદી પસાર થતી હોય ગામ બે ભાગમા વહેચાયું હોય ચોમાસાને લઈ વિદ્યાર્થીઓ શાળા એ અવર જવર કરી શકતા ના હોય અને ગ્રામજનો પણ હાલ જીવના જોખમે નદી પસાર કરે છે.હાલ પાણી ઓછું થતા વિદ્યાર્થીઓ શાળાએ આવી રહ્યા છે.વહેલી તકે પુલ બને તેવી માગ ઉઠી છે. વિધાર્થીઓને ભારે હાલાકી સમગ્ર ઘટનાને લઈ વિધાર્થીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,નદીની વચ્ચે પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે,હાલ તો પાણી ઓછું થતા વિધાર્થીઓ નદીની વચ્ચેથી જ જાય છે,પરંતું જયારે વધારે વરસાદ અને વધારે પાણી નદીમાં હોય તો વિધાર્થીઓ શાળાએ જઈ શકતા નથી,પુલ હોય તો વિધાર્થીઓ પુલની ઉપરથી શાળાએ જઈ શકશે અને ગ્રામજનોને હાલ ફરીને જવાનો વારો આવ્યો છે. નાળુ તૂટી ગયું જીલ્લાના સરહદી વિસ્તારના મોટી સઠલીથી નાની સઠલી વચ્ચે આવેલ સૂક્તા નદી ઉપર ત્રણ મહિના પહેલા બનાવવામાં આવેલ નાળુ તૂટી જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.છોટાઉદેપુર જીલ્લાના સરહદી વિસ્તારના મોટી સઠલીથી નાની સઠલી વચ્ચે સૂકતા નદી ઉપર વર્ષો પહેલા નાળુ બનાવવામાં આવ્યું હતું,આ નાળુ દર ચોમાસામાં નદીમાં પુર આવતા ધોવાઈ જતું હતું. જેને સ્થાનિક લોકો પોતે રિપેર કરીને કામ ચલાવતા હતા,ચાલુ વર્ષે ઉનાળામાં જીલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ નાળુ બનાવવામાં આવ્યું હતું, જે ચાર દિવસ પહેલા નદીમાં ભારે પુર આવતા તૂટી ગયું હતું.

Chhotaudepurના પોથલીપુરામાં બ્રિજ મંજૂર કરાયો પણ ટેન્ડર પ્રોસેસ ના થતા ગ્રામજનોને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટાઉદેપુરના નસવાડીના પોથલીપુરા ગામે અશ્વિન નદી ઉપર છ કરોડના ખર્ચે પુલ મંજુર કરાયો પરંતુ તેની હજુ ટેન્ડર પ્રોસેસ બાકી રહેતા ચોમાસના સમયમાં ગ્રામજનો અને વિધાર્થીઓને અશ્વિન નદીના પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.જેના કારણે ગ્રામજનોને હાલાકી પડી રહી છે.સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી બ્રિજ ના બનતા આ રીતે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,વિધાર્થીઓ જીવના જોખમે નદી પસાર કરી રહ્યાં છે.

વહેલી તકે પુલ બને તેવી માગ
ફેબુઆરી માસમાં પુલનો જોબ નંબર આવી ગયો છે તેની સંખેડા ધારાસભ્યએ જાહેરાત કરી હતી તેના સાત મહિનાનો સમય વિતી ગયો હતો તેમ છત્તા હજુ પુલને લગતી કોઈ એક્ટિવિટી ન જણાતા ગ્રામજનો પુલ જલદી બનાવવા માગ કરી છે.ગામની વચ્ચેથી અશ્વિન નદી પસાર થતી હોય ગામ બે ભાગમા વહેચાયું હોય ચોમાસાને લઈ વિદ્યાર્થીઓ શાળા એ અવર જવર કરી શકતા ના હોય અને ગ્રામજનો પણ હાલ જીવના જોખમે નદી પસાર કરે છે.હાલ પાણી ઓછું થતા વિદ્યાર્થીઓ શાળાએ આવી રહ્યા છે.વહેલી તકે પુલ બને તેવી માગ ઉઠી છે.



વિધાર્થીઓને ભારે હાલાકી
સમગ્ર ઘટનાને લઈ વિધાર્થીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,નદીની વચ્ચે પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે,હાલ તો પાણી ઓછું થતા વિધાર્થીઓ નદીની વચ્ચેથી જ જાય છે,પરંતું જયારે વધારે વરસાદ અને વધારે પાણી નદીમાં હોય તો વિધાર્થીઓ શાળાએ જઈ શકતા નથી,પુલ હોય તો વિધાર્થીઓ પુલની ઉપરથી શાળાએ જઈ શકશે અને ગ્રામજનોને હાલ ફરીને જવાનો વારો આવ્યો છે.



નાળુ તૂટી ગયું
જીલ્લાના સરહદી વિસ્તારના મોટી સઠલીથી નાની સઠલી વચ્ચે આવેલ સૂક્તા નદી ઉપર ત્રણ મહિના પહેલા બનાવવામાં આવેલ નાળુ તૂટી જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.છોટાઉદેપુર જીલ્લાના સરહદી વિસ્તારના મોટી સઠલીથી નાની સઠલી વચ્ચે સૂકતા નદી ઉપર વર્ષો પહેલા નાળુ બનાવવામાં આવ્યું હતું,આ નાળુ દર ચોમાસામાં નદીમાં પુર આવતા ધોવાઈ જતું હતું. જેને સ્થાનિક લોકો પોતે રિપેર કરીને કામ ચલાવતા હતા,ચાલુ વર્ષે ઉનાળામાં જીલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ નાળુ બનાવવામાં આવ્યું હતું, જે ચાર દિવસ પહેલા નદીમાં ભારે પુર આવતા તૂટી ગયું હતું.