Chhotaudepurના મોટી સઠલી ગામે ત્રણ મહિના પહેલા બનાવેલું ભ્રષ્ટાચારનું નાળુ તૂટયું
હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે નદી નાળા છલકાઈ જવાની સાથે પુલ અને નાળા પણ તૂટી જવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે સરહદી વિસ્તારના મોટી સઠલીથી નાની સઠલી વચ્ચે ત્રણ મહિના પહેલા જ બનાવેલું નાળુ તૂટી જતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.છેલ્લા દસેક દિવસથી છોટાઉદેપુર જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.જેને લઇને નદી નાળા છલકાઈ ગયા છે, અને નદીઓમાં ભારે પુર આવતા વિનાશના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.નાળુ તૂટી ગયું જીલ્લાના સરહદી વિસ્તારના મોટી સઠલીથી નાની સઠલી વચ્ચે આવેલ સૂક્તા નદી ઉપર ત્રણ મહિના પહેલા બનાવવામાં આવેલ નાળુ તૂટી જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.છોટાઉદેપુર જીલ્લાના સરહદી વિસ્તારના મોટી સઠલીથી નાની સઠલી વચ્ચે સૂકતા નદી ઉપર વર્ષો પહેલા નાળુ બનાવવામાં આવ્યું હતું,આ નાળુ દર ચોમાસામાં નદીમાં પુર આવતા ધોવાઈ જતું હતું. જેને સ્થાનિક લોકો પોતે રિપેર કરીને કામ ચલાવતા હતા,ચાલુ વર્ષે ઉનાળામાં જીલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ નાળુ બનાવવામાં આવ્યું હતું, જે ચાર દિવસ પહેલા નદીમાં ભારે પુર આવતા તૂટી ગયું હતું. ખાલી કપચી નાખી બનાવામાં આવ્યુ નાળુ સુકતા નદી પર ઉનાળામાં બનાવવામાં આવેલ નાળાનું કામ એજન્સી દ્વારા સાવ હલકી કક્ષાનું કરવામાં આવ્યું હતું. આ નાળાના કામમાં જે સ્કેબ મારવામાં આવ્યો હતો તેમાં એક પણ સળિયો નાખવામાં આવ્યો ન હતો, અને જુના સ્ટ્રકચર ઉપર જ નવી દીવાલ બનાવી નવો સ્લેબ મારી દેવામાં આવ્યો હતો. ઉપરાંત આ નાળાની સાથે આરસીસી રોડ પણ બનાવવામાં આવ્યો હતો, જેની કપચી પણ બહાર આવી જતા રોડ પણ જર્જરિત થઇ ગયો છે. સ્થાનિકોમાં રોષ આ નાળુ તૂટી જવાથી રંગપુરથી અંબાલા સુધી આવતા છ થી સાત ગામોના લોકોને ભારે મુશ્કેલી પાડી રહી છે. નદીમાં જ્યારે પૂર આવે ત્યારે ખૂબ જ સાવચેતી રાખીને નાળા પરથી પસાર થવું પડે છે, ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા બાળકોને તેમજ દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જીલ્લા પંચાયત હસ્તકના બાંધકામ વિભાગ દ્વારા ત્રણ મહિના પહેલા બનાવામાં નાળામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની અને ગરીબ આદિવાસીઓની ગ્રાંન્ટ લૂંટી લેવામાં આવી હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે ત્યારે હવે આ નાળુ ફરીથી ક્યારે બને છે તે જોવું રહ્યું .
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે નદી નાળા છલકાઈ જવાની સાથે પુલ અને નાળા પણ તૂટી જવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે સરહદી વિસ્તારના મોટી સઠલીથી નાની સઠલી વચ્ચે ત્રણ મહિના પહેલા જ બનાવેલું નાળુ તૂટી જતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.છેલ્લા દસેક દિવસથી છોટાઉદેપુર જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.જેને લઇને નદી નાળા છલકાઈ ગયા છે, અને નદીઓમાં ભારે પુર આવતા વિનાશના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.
નાળુ તૂટી ગયું
જીલ્લાના સરહદી વિસ્તારના મોટી સઠલીથી નાની સઠલી વચ્ચે આવેલ સૂક્તા નદી ઉપર ત્રણ મહિના પહેલા બનાવવામાં આવેલ નાળુ તૂટી જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.છોટાઉદેપુર જીલ્લાના સરહદી વિસ્તારના મોટી સઠલીથી નાની સઠલી વચ્ચે સૂકતા નદી ઉપર વર્ષો પહેલા નાળુ બનાવવામાં આવ્યું હતું,આ નાળુ દર ચોમાસામાં નદીમાં પુર આવતા ધોવાઈ જતું હતું. જેને સ્થાનિક લોકો પોતે રિપેર કરીને કામ ચલાવતા હતા,ચાલુ વર્ષે ઉનાળામાં જીલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ નાળુ બનાવવામાં આવ્યું હતું, જે ચાર દિવસ પહેલા નદીમાં ભારે પુર આવતા તૂટી ગયું હતું.
ખાલી કપચી નાખી બનાવામાં આવ્યુ નાળુ
સુકતા નદી પર ઉનાળામાં બનાવવામાં આવેલ નાળાનું કામ એજન્સી દ્વારા સાવ હલકી કક્ષાનું કરવામાં આવ્યું હતું. આ નાળાના કામમાં જે સ્કેબ મારવામાં આવ્યો હતો તેમાં એક પણ સળિયો નાખવામાં આવ્યો ન હતો, અને જુના સ્ટ્રકચર ઉપર જ નવી દીવાલ બનાવી નવો સ્લેબ મારી દેવામાં આવ્યો હતો. ઉપરાંત આ નાળાની સાથે આરસીસી રોડ પણ બનાવવામાં આવ્યો હતો, જેની કપચી પણ બહાર આવી જતા રોડ પણ જર્જરિત થઇ ગયો છે.
સ્થાનિકોમાં રોષ
આ નાળુ તૂટી જવાથી રંગપુરથી અંબાલા સુધી આવતા છ થી સાત ગામોના લોકોને ભારે મુશ્કેલી પાડી રહી છે. નદીમાં જ્યારે પૂર આવે ત્યારે ખૂબ જ સાવચેતી રાખીને નાળા પરથી પસાર થવું પડે છે, ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા બાળકોને તેમજ દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જીલ્લા પંચાયત હસ્તકના બાંધકામ વિભાગ દ્વારા ત્રણ મહિના પહેલા બનાવામાં નાળામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની અને ગરીબ આદિવાસીઓની ગ્રાંન્ટ લૂંટી લેવામાં આવી હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે ત્યારે હવે આ નાળુ ફરીથી ક્યારે બને છે તે જોવું રહ્યું .