Bhavnagarના જેસરમાં પ્રેમ સંબધની શંકાએ કાકાએ ભત્રીજાને ઉતાર્યો મોતને ઘાટ
ભાવનગરના જેસરના રાણી ગામ નજીક પ્રેમ સંબંધની શંકામાં કૌટુંબિક કાકાએ ભત્રીજાને મોતને ઘાટ ઉતાર્યો.રાણી ગામ નજીક થોડા દિવસ પહેલા હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેમાં પરિવારને શંકા જતા હત્યા થયા હોવાનું તપાસ કરાવવામાં આવી હતી જેમાં જેસર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા હત્યા થયાનું માલુમ થયું હતું. હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો જેમાં પોલીસ દ્વારા તપાસ દરમિયાન બે આરોપીને ઝડપી પાડ્યા હતા જેમાં મૃતક રોહિત ખાન રહીમ ખાન બલોચ ઉંમર વર્ષ 26 રહે ગુજરડા જે યુવકનો મૃતદેહ મળી આવ્યો જેને લઈને પોલીસે તેના પિતાની ફરિયાદ નોંધી આરોપી કૌટુંબિક કાકા સલીમખાન અલીખાન બલોચ અને હાસમખાન અલીખાન બલોચ બંને શકદારોને ઝડપી લીધા.કોર્ટે રિમાંડ મંજૂર કરતા હત્યાનું તપાસમાં ખુલ્યું અને પ્રેમ પ્રકરણની શંકા રાખી હત્યા થયાનું સામે આવ્યું પ્રેમ પ્રકરણની શંકા રાખી બંને કુટુંબિક કાકાએ ભત્રીજાને બહાર બોલાવી તીક્ષણ હથિયારો વડે માર મારી મૃતદેહને ફેંકી દીધી હોવાનું સામે આવ્યું. પરિવારને મળ્યો મૃતદેહ પરિવારને મૃતદેહ મળી આવ્યો હતો અને મોબાઈલ ન મળતા પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસે તમામ વસ્તુ ધ્યાને લઇ ટેક્નિકલ સોર્સથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા અને રિમાન્ડ દરમિયાન પ્રેમ પ્રકરણની શંકામાં ભત્રીજા ને મારી નાખવામાં આવ્યાનું સામે આવ્યું છે જ્યારે પોલીસે બંને આરોપીને હાલ જેલ હવાલે કર્યા છે અને સામાન્ય પ્રેમ પ્રકરણની શંકા રાખી ભત્રીજા ને રહેશી નાખ્યો છે ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથધરી છે અને વધુ આરોપીઓ પણ ઝડપાય તેવી પોલીસે આશંકા વ્યક્ત કરી છે ત્યારે હાલ બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને જેસર હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરના જેસરના રાણી ગામ નજીક પ્રેમ સંબંધની શંકામાં કૌટુંબિક કાકાએ ભત્રીજાને મોતને ઘાટ ઉતાર્યો.રાણી ગામ નજીક થોડા દિવસ પહેલા હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેમાં પરિવારને શંકા જતા હત્યા થયા હોવાનું તપાસ કરાવવામાં આવી હતી જેમાં જેસર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા હત્યા થયાનું માલુમ થયું હતું.
હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો
જેમાં પોલીસ દ્વારા તપાસ દરમિયાન બે આરોપીને ઝડપી પાડ્યા હતા જેમાં મૃતક રોહિત ખાન રહીમ ખાન બલોચ ઉંમર વર્ષ 26 રહે ગુજરડા જે યુવકનો મૃતદેહ મળી આવ્યો જેને લઈને પોલીસે તેના પિતાની ફરિયાદ નોંધી આરોપી કૌટુંબિક કાકા સલીમખાન અલીખાન બલોચ અને હાસમખાન અલીખાન બલોચ બંને શકદારોને ઝડપી લીધા.કોર્ટે રિમાંડ મંજૂર કરતા હત્યાનું તપાસમાં ખુલ્યું અને પ્રેમ પ્રકરણની શંકા રાખી હત્યા થયાનું સામે આવ્યું પ્રેમ પ્રકરણની શંકા રાખી બંને કુટુંબિક કાકાએ ભત્રીજાને બહાર બોલાવી તીક્ષણ હથિયારો વડે માર મારી મૃતદેહને ફેંકી દીધી હોવાનું સામે આવ્યું.
પરિવારને મળ્યો મૃતદેહ
પરિવારને મૃતદેહ મળી આવ્યો હતો અને મોબાઈલ ન મળતા પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસે તમામ વસ્તુ ધ્યાને લઇ ટેક્નિકલ સોર્સથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા અને રિમાન્ડ દરમિયાન પ્રેમ પ્રકરણની શંકામાં ભત્રીજા ને મારી નાખવામાં આવ્યાનું સામે આવ્યું છે જ્યારે પોલીસે બંને આરોપીને હાલ જેલ હવાલે કર્યા છે અને સામાન્ય પ્રેમ પ્રકરણની શંકા રાખી ભત્રીજા ને રહેશી નાખ્યો છે ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથધરી છે અને વધુ આરોપીઓ પણ ઝડપાય તેવી પોલીસે આશંકા વ્યક્ત કરી છે ત્યારે હાલ બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને જેસર હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે.