Chhotaudaypur:આંબાડુંગરની પ્રસૂતાને ઝોળીમાં 5 કિ.મી દૂર હાફેશ્વર લઇ જવાઇ

Sep 28, 2025 - 02:30
Chhotaudaypur:આંબાડુંગરની પ્રસૂતાને ઝોળીમાં 5 કિ.મી દૂર હાફેશ્વર લઇ જવાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં વધુ એક વખત ઝોળીમાં વિકાસ નજરે જોવા મળ્યો છે. રસ્તાને અભાવે પ્રસૂતાને ઝોળીમાં ઊંચકીને 5 કિલોમીટર દૂર લઈ જવાની ફરજ પડી હતી.

છોટાઉદેપુર જિલ્લામાં અર્જરન વિકાસના દાવા સતત ખોટા પડી થાય છે. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડયાંની વાતો માત્ર બોલબચ્ચન સાબિત થઈ રહી છે. જેમાં તાદ્રશ્ય પુરાવા છોટાઉદેપુર જિલ્લામાંથી વારંવાર સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વખત વિકાસ ઝોળીમાં જોવા મળ્યો છે.કવાંટ તાલુકાના આંબાડુંગર ગામના મનુકલા ફળિયામાં રહેતી કોકિલાબેન અરવિંદભાઈ ભીલ (ઉં.22)ને ગઈકાલે બપોર બાદ પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પરિવારજનો મુશ્કેલીના સમયમાં ગ્રામજનોનો સાથે મેળવીને કાપડની ઝોળી બનાવીને પ્રસૂતાને ઝોળીમાં બાંધી ઊચકીને છેક 5 કિલોમીટર દૂર ડુંગર, ખીણ કોતર ખૂંદીને બે કલાક સુધી ચાલીને હાંફેશ્વર ખાતે લઈ ગયા હતા. જ્યાં 108ને ફોન કરીને બોલાવતા 108 મારફ્તે કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. આ પ્રસૂતા મહિલાને આ ત્રીજી પ્રસૂતિ હતી. કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસૂતાને પ્રસૂતિ થતા મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં અવારનવાર પ્રસૂતાઓને ઝોળીમાં ઊચકીને દૂર સુધી લઈ જવાની ઘટનાઓ સામે આવે છે. પરંતુ વહીવટીતંત્ર અંતરિયાળ વિસ્તારમાં રસ્તા બાબતે ખૂબ ઉદાસીન વલણ દાખવતું હોવાનું જણાઈ રહ્યું છે.

જેન લઇને રસ્તાનો અભાવ જોવા મળે છે. જેનો ભોગ અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારની પ્રસૂતા મહિલાઓ અને એવીમાર વ્યક્તિઓ બની રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં દશથી વધુ પ્રસૂતા મહિલાઓને ખોલી ઉચકી લઈ જવાની ઘટનાઓ સામે આવી છે. જેમાંથી બે મહિલાઓને સમયસર સારવાર ન મળવાના કારણે રસ્તામાં જ મોત નીપજ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0