Chhota Udepur: કેસરપુરા શાળાના શિક્ષકે ધોરણ-4ના વિદ્યાર્થીને માર મારતા સારવાર માટે ખસેડાયો

Nov 20, 2025 - 10:30
Chhota Udepur: કેસરપુરા શાળાના શિક્ષકે ધોરણ-4ના વિદ્યાર્થીને માર મારતા સારવાર માટે ખસેડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની કેસરપુરા પ્રાથમિક શાળામાં એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં શાળાના શિક્ષકે ધોરણ 4 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને અગમ્ય કારણોસર માર મારતા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો.

નસવાડીમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો

આ બનાવ બાદ મોડી રાત્રે વિદ્યાર્થીની તબિયત બગડતા તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નસવાડીની સી.એચ.સી. (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) ખાતે લાવવામાં આવ્યો હતો. નસવાડીના ડોક્ટરે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની ચકાસણી કરી હતી. શિક્ષકના મારના કારણે વિદ્યાર્થીની હાલત ગંભીર બની છે. માથાના ભાગે ઈજા પહોંચી હોવાથી વિદ્યાર્થીનું ડોકું એકદમ સીધું ન થઈ શકે તેવી હાલતમાં છે અને તે હાલ દવાખાને સારવાર હેઠળ છે. વધુમાં, વિદ્યાર્થી એટલો ડરી ગયો (અબકી ગયો) છે કે તેના માતા-પિતા પણ ભારે ચિંતિત બન્યા છે.

વિદ્યાર્થીને અગમ્ય કારણોસર શિક્ષકે માર માર્યો

આદિવાસી સમાજમાંથી આવતા આ વિદ્યાર્થીને શિક્ષકે માર મારતા સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. વિદ્યાર્થીના પિતાએ આ ઘટના અંગે કડક પગલાં લેવાની અને શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે. શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0