Chhota Udepur News: જીતના ઉન્માદમાં ભાજપના નેતા ભાન ભૂલ્યા, સાંસદ જશુ રાઠવાનો બંદૂક સાથેનો વીડિયો વાયરલ

May 24, 2026 - 15:00
Chhota Udepur News: જીતના ઉન્માદમાં ભાજપના નેતા ભાન ભૂલ્યા, સાંસદ જશુ રાઠવાનો બંદૂક સાથેનો વીડિયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે પદની લ્હાણી કરવામાં આવી રહી છે. પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના પદ પર વરણી કરવામાં આવી રહી છે. ત્યારે છોટા ઉદેપુરમાં કદવાલ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ગઈ કાલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ટાઈ પડી હતી. આ ચૂંટણીમાં ભાજપની જીત થતાં સાંસદ અને તેમના સમર્થકોએ ખુશી વ્યક્ત કરી હતી.

છોટાઉદેપુરમાં ભાજપ નેતા બંદૂક સાથે નિકળ્યા

જીતની ઉજવણી દરમિયાન ભાજપના નેતા બંદૂક સાથે નીકળ્યા હતાં. વિજય સરઘસમાં નેતાજી ભાન ભૂલ્યા હતાં. સાંસદ જશુ રાઠવાનો બંદૂક સાથેનો વીડિયો વાયરલ થતાં ચર્ચાઓ તેજ બની છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે તાલુકા પંચાયતમાં રસાકસી જામી હતી. બંને પક્ષના ઉમેદવારો સરખા રહ્યા હતાં. જ્યારે આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારો ચૂંટણી સમયે જ ગેરહાજર રહ્યા હતાં.

ભાજપની જીત બાદ સમર્થકોમાં ઉજવણી

ભાજપે તાલુકા પંચાયતમાં ચૂંટણી જીતીને બોર્ડ બનાવ્યું હતું. આ દરમિયાન ઉમેદવારોને ઉઠાવી જવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતાં. ભાજપે જીત મેળવ્યા બાદ સમર્થકોએ વિજય સરઘસ કાઢીને ઉજવણી કરી હતી. ભાજપની જીત થતા છોટાઉદેપુર સાંસદ અને તેમના સમર્થકોએ ખુશી વ્યક્ત કરી હતી. ગાડીમાં સાંસદ બંદૂક લઈને નીકળ્યા હોવાનો વીડિયો વાયરલ થતાં હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

આ પણ વાંચોઃ Gujarat News: સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલી કોકરોચ જનતા પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી, જાણો શું અભિયાન ચલાવશે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0