Chhota Udepur News : અમે તો શાળાએ ભણવા જઈએ છીએ પણ, પાણીના ધસમસતા પ્રવાહમાં થઈને, વિધાર્થીનો દયનીય હાલત

Sep 6, 2025 - 09:00
Chhota Udepur News : અમે તો શાળાએ ભણવા જઈએ છીએ પણ, પાણીના ધસમસતા પ્રવાહમાં થઈને, વિધાર્થીનો દયનીય હાલત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધસમસતા પાણીના પ્રવાહમાં વિદ્યાર્થીઓએ નદી પાર કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યાં છે, ત્યારે 100થી વધુ વિદ્યાર્થીઓ નદી પાર કરી ભણવા માટે મજબૂર બન્યા છે, દરરોજ રામી નદીના ધસમસતા પ્રવાહમાંથી થાય છે પસાર બાળક અને ગ્રામજનો પણ નદી પાર કરીને કામ-ધંધે જવા માટે મજબૂર બન્યા છે, તો કોઈ બીમાર પડે ત્યારે 108 પણ આવી શકતી નથી તેવી સ્થિતિ આ ગામમાં જોવા મળી છે અને તંત્રને વારંવાર રજૂઆત છતા પરિણામ ન મળતા લોકોમાં રોષ છે.

સાંસદ-ધારાસભ્યને રજૂઆત છતા પણ નિરાકરણ નહીં

છોટા ઉદેપુર જીલ્લાના આદિવાસી વિધાર્થીઓ અભ્યાસ મેળવવા માટે અથાગ મહેનત કરતા હોય છે. જીવનું જોખમ ખેડીને પણ અભ્યાસ કરી રહ્યાં છે. જેના દ્રશ્યો પુરાવો કવાંટ તાલુકાના સૈડી વાસણ ગામમાં જોવા મળી રહ્યા છે, કે જ્યાંના વિધાર્થીઓ શિક્ષણની ભૂખ સંતોષવા દરરોજ નદીમાં ધસમસતા પ્રવાહમાંથી પસાર થઈને શાળાએ જઈ રહ્યા છે.અને શિક્ષણ પણ મેળવી રહ્યાં છે. હા આ વાત સાચી છે. સૈડી વાસણ ગામના ડેલા ફળિયું,દેવ સાડલી ફળિયું, પાતીયાલા ફળિયું અને જામણ ફળિયાના લગભગ 100 જેટલા બાળકો પોતાના અભ્યાસની ભૂખ સંતોષવા માટે દરરોજ રામી નદીના ધસમસતા પ્રવાહમાંથી અવાર સાંજ પસાર થઈને શાળાએ જઈ રહ્યા છે અને અભ્યાસ કરી રહ્યા છે.

પાણીનો પ્રવાહ હોય ત્યારે ગ્રામજનો પાણીના પ્રવાહમાંથી પસાર થાય છે

સૈડી વાસણ ગામના આ ચાર ફળિયામાં લગભગ 1 હજાર કરતા પણ વધુની વસ્તી આવેલી છે. જેઓને દરરોજ ગામમાં આવવા જવા માટે ફરજિયાત રામી નદી પસાર કરવી પડે છે. રોજિંદા કામ માટે પણ ગ્રામજનોને જીવનું જોખમ ખેડવું પડી રહ્યું છે. ત્યારે ગામના બાળકોને અભ્યાસ માટે ફરજિયાત મળી પર કરવી પડી રહી છે. આ બાળકોની ચિંતા કરતા વાલીઓ પોતાના બાળકોને દરરોજ નદી પાર કરાવવા પોતે સવાર સાંજ જાય છે. જેના કારણે તેઓને ખેતી કામમાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે. આટલું તો ઠીક પરંતુ જ્યારે કોઈ આ ચાર ફળિયામાં બીમાર પડે ત્યારે 108 પણ આવી શકતી નથી અને ચોમાસામાં નદીમાં પાણી હોય ત્યારે ફરજિયાત પાણી ઓસરે તેની રાહ જોવી પડે છે. શાળાના બાળકોને તો રજા પાડવાની ફરજ પડે છે

નદીના પાણી ઓછા થાય ત્યારે પણ જીવનું જોખમ ખેડીને બાળકોને નદી પાર કરાવીને શાળાએ મોકલવા પડી રહ્યા છે, સૈડી વાસણ ગામના આ ચાર ફળિયાના લોકો જાણે ગામથી વિખૂટા પડ્યા હોય તેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. આ ચાર ફળિયામાં આટલી મોટી વસ્તી હોવા છતાં આંગણવાડી કે શાળાની વ્યવસ્થા ન હોવાના કારણે બાળકોને જીવનના જોખમે દરરોજ નદી પાર કરવી પડે છે. આ મામલે ધારાસભ્યને, સાંસદ રજૂઆત કરી હોવા છતાં જોઈ પરિણામ ન મળ્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. નદીની ઉપર પુલ બને તેવી સ્થાનિકોની માગ છે

શાળામાં અભ્યાસ કરતા નાના નાના બાળકો દરરોજ રામી નદી ઊતરીને જાય ત્યારે તેઓન ખૂબ ડર લાગી રહ્યો છે. અભ્યાસ માટે નિશાળે તો જવું જ પડે છે. પરંતુ બાળકોને અભ્યાસ માટે વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાતા હોવાનું જણાવી રહ્યા છે. એક બાજુ સરકાર સૌ ભણે સૌ આગળ વધે ના નારા લગાવી રહી છે. પરંતુ સૈડી વાસણ ગામના ચાર ફળિયાના જનતાને રામી નદી પર એક પુલ ન બનાવી આપવાના કારણે દરરોજ લોકો જીવનું જોખમ ખેડી રહ્યા છે. અને નાના બાળકો જીવના જોખમે નદી પર કરીને અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તંત્ર આ બાળકોની વેદના તરફ નજર નાખીને પુલ બનાવે તેવી માંગ કરી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0