Chhota Udepur: નર્મદા કેનાલમાં બાઈક સાથે યુવક ખાબક્યો, પાણીમાં થયો લાપતા

બોડેલી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બાઈક સાથે યુવક ખાબક્યો10 વર્ષ પહેલા આજ જગ્યાએથી એક કાર ખાબકતા 5 યુવકોના મોત થયા હતા સ્થાનિક તરવ્યાની મદદથી બાઈક બહાર કાઢવામાં આવ્યું છોટાઉદેપુરમાં નર્મદા કેનાલમાં બાઈક સાથે યુવક ખાબક્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. છોટાઉદેપુરના બોડેલી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બાઈક સાથે યુવક ખાબક્યો છે. યુવક મુખ્ય કેનાલ પર આવેલી એકવાડેક્ટ પરથી પસાર થઈ રહ્યો હતો અને નજરે જોનારા એક યુવકે બચાવવાના પ્રયત્નો પણ કર્યા હતા પણ પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે યુવક પાણીમાં લાપતા થઈ ગયો હતો. 10 વર્ષ પહેલા આજ જગ્યાએથી એક કાર ખાબકતા 5 યુવકોના મોત થયા હતા ઉલ્લેખનીય છે કે 10 વર્ષ પહેલા આજ જગ્યાએથી એક કાર ખાબકતા 5 યુવકોના મોત થયા હતા, આજે ફરી એક વખત આ ગોઝારો બનાવ બનતા ચારે તરફ ચર્ચાએ જોર પક્ડયુ છે. સજવા ગામનો આ યુવક વાઘોડિયા ખાતે જઈ રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના બની હતી. જો કે ઘટનાને બે કલાકથી વધુ સમય થઈ જવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નહતી અને સ્થાનિક તરવ્યાની મદદથી બાઈક બહાર કાઢવામાં આવ્યું હતું.

Chhota Udepur: નર્મદા કેનાલમાં બાઈક સાથે યુવક ખાબક્યો, પાણીમાં થયો લાપતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બોડેલી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બાઈક સાથે યુવક ખાબક્યો
  • 10 વર્ષ પહેલા આજ જગ્યાએથી એક કાર ખાબકતા 5 યુવકોના મોત થયા હતા
  • સ્થાનિક તરવ્યાની મદદથી બાઈક બહાર કાઢવામાં આવ્યું

છોટાઉદેપુરમાં નર્મદા કેનાલમાં બાઈક સાથે યુવક ખાબક્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. છોટાઉદેપુરના બોડેલી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બાઈક સાથે યુવક ખાબક્યો છે. યુવક મુખ્ય કેનાલ પર આવેલી એકવાડેક્ટ પરથી પસાર થઈ રહ્યો હતો અને નજરે જોનારા એક યુવકે બચાવવાના પ્રયત્નો પણ કર્યા હતા પણ પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે યુવક પાણીમાં લાપતા થઈ ગયો હતો.

10 વર્ષ પહેલા આજ જગ્યાએથી એક કાર ખાબકતા 5 યુવકોના મોત થયા હતા

ઉલ્લેખનીય છે કે 10 વર્ષ પહેલા આજ જગ્યાએથી એક કાર ખાબકતા 5 યુવકોના મોત થયા હતા, આજે ફરી એક વખત આ ગોઝારો બનાવ બનતા ચારે તરફ ચર્ચાએ જોર પક્ડયુ છે. સજવા ગામનો આ યુવક વાઘોડિયા ખાતે જઈ રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના બની હતી. જો કે ઘટનાને બે કલાકથી વધુ સમય થઈ જવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નહતી અને સ્થાનિક તરવ્યાની મદદથી બાઈક બહાર કાઢવામાં આવ્યું હતું.