જામનગરમાં તળાવની પાળે ચબૂતરા પાસે એક ઝાડ જમીન દોસ્ત થતાં સ્કૂટર દબાયું: સદભાગ્યે જાનહાની ટળી

Tree Collapse in Jamnagar : જામનગરમાં તળાવની પાળે ચબૂતરા પાસે આજે સવારે એક ઝાડ એકાએક જમીનદોસ્ત થયું હતું, અને ત્યાં પાર્ક કરાયેલું એક સ્કૂટર ઝાડની નીચે દબાયું હતું. સદભાગ્યે આ સમયે કોઈ વ્યક્તિ ત્યાં ઉભા ન હોવાથી જાનહાની ટળી હતી.જામનગરમાં લાખોટા તળાવની પાળે ગેઇટ નંબર ત્રણની સામેના ભાગમાં ચબૂતરા નજીક એક ઝાડ તેના મૂળમાંથી ઉખડીને જમીનદોસ્ત થઈ ગયું હતું. આ વેળાએ મોર્નિંગ વોકમાં નીકળેલી એક વ્યક્તિએ પોતાનું સ્કૂટર ઝાડની નીચે પાર્ક કર્યું હતું, જે સ્કૂટર દબાયું હતું, પરંતુ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી.બાજુમાં જ ચબૂતરો આવેલો છે, અને પક્ષીઓ તેમજ માછલી વગેરેને ચણ નાખવા માટે લોકોની વહેલી સવારે ખૂબ ભીડ રહે છે. પરંતુ સદભાગ્યે આ ઝાડની નીચેના ભાગમાં કોઈ વ્યક્તિ ઊભી ન હોવાથી જાનહાની થઈ ન હતી. આ બનાવ અંગે ફાયર શાખાને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને કરવત વડે ઝાડની ડાળીઓ વગેરે કાપીને દૂર કરી હતી, તેમજ ઝાડ નીચે દબાયેલું સ્કૂટર બહાર કાઢી આપ્યું હતું.

જામનગરમાં તળાવની પાળે ચબૂતરા પાસે એક ઝાડ જમીન દોસ્ત થતાં સ્કૂટર દબાયું: સદભાગ્યે જાનહાની ટળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Tree Collapse in Jamnagar : જામનગરમાં તળાવની પાળે ચબૂતરા પાસે આજે સવારે એક ઝાડ એકાએક જમીનદોસ્ત થયું હતું, અને ત્યાં પાર્ક કરાયેલું એક સ્કૂટર ઝાડની નીચે દબાયું હતું. સદભાગ્યે આ સમયે કોઈ વ્યક્તિ ત્યાં ઉભા ન હોવાથી જાનહાની ટળી હતી.

જામનગરમાં લાખોટા તળાવની પાળે ગેઇટ નંબર ત્રણની સામેના ભાગમાં ચબૂતરા નજીક એક ઝાડ તેના મૂળમાંથી ઉખડીને જમીનદોસ્ત થઈ ગયું હતું. આ વેળાએ મોર્નિંગ વોકમાં નીકળેલી એક વ્યક્તિએ પોતાનું સ્કૂટર ઝાડની નીચે પાર્ક કર્યું હતું, જે સ્કૂટર દબાયું હતું, પરંતુ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી.

બાજુમાં જ ચબૂતરો આવેલો છે, અને પક્ષીઓ તેમજ માછલી વગેરેને ચણ નાખવા માટે લોકોની વહેલી સવારે ખૂબ ભીડ રહે છે. પરંતુ સદભાગ્યે આ ઝાડની નીચેના ભાગમાં કોઈ વ્યક્તિ ઊભી ન હોવાથી જાનહાની થઈ ન હતી. આ બનાવ અંગે ફાયર શાખાને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને કરવત વડે ઝાડની ડાળીઓ વગેરે કાપીને દૂર કરી હતી, તેમજ ઝાડ નીચે દબાયેલું સ્કૂટર બહાર કાઢી આપ્યું હતું.