BZ ગ્રૂપના 6000 કરોડના કૌભાંડ મામલે મોડાસાના શિક્ષક એજન્ટની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
BZ ગ્રૂપના 6000 કરોડના કૌભાંડમાં દિવસેને દિવસે નવા નવા વળાંકો ખુલી રહ્યા છે. હવે BZ ગ્રૂપના 6000 કરોડના કૌભાંડમાં CID ક્રાઈમે ચાલુ શાળાએ મોડાસાના શિક્ષક એજન્ટ વિનોદ પટેલની ધરપકડ કરી છે.
ગુજરાતના ચર્ચિત BZ કૌભાંડમાં તપાસનો રેલો હવે મુખ્ય એજન્ટો સુધી પહોંચ્યો છે. સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે, અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર પ્રા.શાળા નંબર 2ના શિક્ષકની CID ક્રાઈમ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. શિક્ષક વી.ડી પટેલને પૂછપરછ અર્થે પોલીસ પૂછપરછ માટે ગાંધીનગર ખાતે લઈ ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. શિક્ષક વી.ડી પટેલને બી.ઝેડમાં એજન્ટ તરીકેની ભૂમિકા હોવાની આશંકાને તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, BZ ગ્રુપમાં મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થયા બાદ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલ તમામ મુખ્ય એજન્ટો પર કાર્યવાહી શરુ કરી છે. સૂત્રો દ્વારા એ પણ માહિતી સામે આવી છે કે અરવલ્લી જિલ્લામાં શિક્ષક વી.ડી પટેલ BZ ગ્રુપના એજન્ટ તરીકે કામ કરતો હતો. BZ ગ્રુપમાંથી તગડું વળતર કમાઈને એજન્ટ શિક્ષક વી.ડી પટેલે લાખોની મિલ્કત વસાવી હોવાનું અને મર્સીડીઝ ગાડી પણ ખરીદી હોવાના સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા હતા.
CID ક્રાઇમે કર્યા હતા મોટા ખુલાસા
- ભૂપેન્દ્રસિંહ ઝાલાની વેબસાઇટમાં રોકાણકારોની એન્ટ્રી મુજબ 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ 422.96 કરોડ મહિને 3% વ્યાજ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ પર વળતર આપવાનું વચન આપી 11232 રોકાણકારો પાસેથી ઉઘરાવવામાં આવ્યા હતા.
- CIDએ કોર્ટ સમક્ષ મોટો ખુલાસો કર્યો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. જોકે, રોકાણકારોને 172.59 કરોડ રૂપિયા બાકી આપવાના નીકળ્યા છે.તો આ નાણા ક્યા વાપરવામાં આવ્યા તે બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવાની બાકી છે.
- ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોને આકર્ષવા માટે BZ સ્કિમમાં એજન્ટોની કમિશન પર નિમણૂક કરી હતી. જો કોઇ એજન્ટ BZમાં રોકાણ કરાવે છે તો તેને 0.5% થી 1 ટકા જેટલું કમિશન આપવામાં આવતું હતું. આ એજન્ટોને પાંચ અલગ અલગ લેવલે સેટ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ હરોળના એજન્ટો કરોડો રૂપિયાનું રોકાણ લાવી આપતા હતા.
- એજન્ટો અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલુ રોકાણની નોંધ એક લેપટોપમાં રાખવામાં આવતી હતી. આ લેપટોપ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડનો મહત્ત્વનો પુરાવો હોઇ આ લેપટોપ કબ્જે કરવા માટે CID ક્રાઇમ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરી હતી.
- રોકાણકારોને 300 અને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરાવીને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.CIDની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે, BZ ગ્રુપ દ્વારા 12518 સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા હતા. વેબસાઇટમાં કૂલ 11232 રોકાણકારોની જ એન્ટ્રી છે પરંતુ 1286 જેટલા રોકાણકારોની એન્ટ્રી CID ક્રાઇમને મળી નથી અને તેની નોંધ પણ ક્યાય કરવામાં આવી નથી.એગ્રીમેન્ટમાં લગાડેલા તમામ સ્ટેમ્પ ઘી મોડાસા નાગરિક સહકારી બેંક લીમીટેડ અને સર્વોદય સહકારી નાગરિક બેંક મોડાસામાંથી મેળવ્યા હતા
- ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZ સ્ક્રીમમાં 230 જેટલા રોકાણકારોએ 25 લાખથી લઇને 4 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કર્યું છે.જોકે, CID ક્રાઇમના હાથે આ રોકાણકારોમાંથી મોટાભાગના રોકાણકારોના ટ્રાન્જેક્શન હાથ લાગ્યા નથી.CIDને શંકા છે કે આ 230 રોકાણકારોના વ્યવહારો કેશ એટલે કે બ્લેકમાં થયા હોઇ શકે છે.
- CIDની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ BZ સ્કીમના એજન્ટો અને ઊંચા રોકાણકારોને આઇફોન અને સ્માર્ટવોચ ગિફ્ટ કરી હતી. તપાસમાં CIDને 40 જેટલા ફોનની વિગતો બિલ સહિત મળી આવી છે.
- BZ સ્કીમમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણ માટે રોકાણકારો પાસે એક ફોર્મ ભરાવવામાં આવતું હતું જેમાં રોકાણકારોની તમામ વિગતો દર્શાવવામાં આવતી હતી. જોકે, હજુ સુધી CID ક્રાઇમને આ મામલે કોઇ માહિતી મળી નથી જેને લઇને આવનાર સમયમાં મોટો ખુલાસો થઇ શકે છે.
શું છે સમગ્ર ઘટના?
BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પુરતુ જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખુ નેટવર્ક ઊભુ કર્યું હતું. કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
What's Your Reaction?






