Botad: બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, એક મજૂરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

Mar 21, 2026 - 14:00
Botad: બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, એક મજૂરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલી એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આજે વહેલી સવારે સર્જાયેલા ભીષણ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે ફેક્ટરી માલિક સહિત બે લોકો ગંભીર રીતે દાઝી જવાથી તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

રો-મટીરિયલના રૂમમાં ભભૂકી આગ

પ્રાપ્ત વિગતો અનુસાર, બરવાળા તાલુકાના બેલા અને ટીંબલા ગામ વચ્ચે વાડી વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ફેક્ટરીના એક રૂમમાં ફટાકડા બનાવવા માટેનું કાચું રો-મટીરિયલ ભરેલું હતું, જેમાં અચાનક આગ લાગી હતી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં મોટો વિસ્ફોટ થયો હતો.

ધડાકો એટલો જોરદાર કે પતરા 100 મીટર દૂર ફેંકાયા

આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીના પતરા અને અન્ય સામાન આશરે 100 મીટર દૂર જઈને પડ્યા હતા. દુર્ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, વિસ્ફોટના કારણે ઈજાગ્રસ્તોના શરીરના અંગો દૂર ખેતરો સુધી વિખેરાઈ ગયા હતા. આ ઘટનામાં એક મજૂરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ફેક્ટરી માલિક અને અન્ય એક મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બોટાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પોલીસ અને ફાયરની ત્વરિત કામગીરી

ઘટનાની જાણ થતા જ બરવાળા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ફાયર એસ્ટિંગ્યુશર અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ફેક્ટરીમાં સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot: ભાડાના મકાનમાં ક્લિનિક ખોલી એલોપેથિક પ્રેક્ટિસ કરતા નકલી ડૉક્ટરનો પર્દાફાશ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0