Botad ના હીરા બજારમાં લાખોની ચોરીથી ચકચાર, વેપારીની ઓફિસમાંથી હીરા ગાયબ

Aug 16, 2026 - 23:30
Botad ના હીરા બજારમાં લાખોની ચોરીથી ચકચાર, વેપારીની ઓફિસમાંથી હીરા ગાયબ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદના મુખ્ય હીરા બજારમાં આવેલા નિલમ શોપિંગ સેન્ટરમાંથી લાખો રૂપિયાના કિંમતી હીરાની ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જાણીતા હીરા વેપારી અશોકભાઈ જવેરભાઈ કણકોટીયાની ઓફિસમાંથી હીરા ચોરાયા હોવાની પ્રાથમિક માહિતી મળતાં જ સમગ્ર વેપારી આલમ અને પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DYSP સહિત LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

CCTV ફૂટેજ અને મહિલાની સંડોવણીની આશંકા

પોલીસ દ્વારા ઘટનાસ્થળ તેમજ ઓફિસની આસપાસના સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન ઓફિસ અને શોપિંગ સેન્ટરના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે આ ચોરીની ઘટનામાં એક મહિલાની સંડોવણી હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ હાલ આ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે શંકાસ્પદ મહિલા અને તેના સાગરીતોની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

તપાસ બાદ સ્પષ્ટ થશે આંકડો

હાલના તબક્કે કુલ કેટલા કેરેટ અને કેટલી કિંમતના હીરાની ચોરી થઈ છે તેનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વેપારીના સ્ટોક મિલાન અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ ચોરાયેલા હીરાની સાચી કિંમત અને સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાઈ શકશે. આ ઘટનાને પગલે બોટાદના હીરા બજારના વેપારીઓમાં સુરક્ષાને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad News : રાણીપમાં અજય સાલ્વીની હત્યાનો ભેદ ઉકેલાયો, CCTV અને ટેકનિકલ એનાલિસિસથી આરોપીઓ ઝડપાયા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0