Botad News : રાણપુર તાલુકાના ધારપીપળા ગામે સ્કાવર વાલ્વ તથા પાઈપલાઈનના કામનું મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

Aug 24, 2025 - 13:00
Botad News : રાણપુર તાલુકાના ધારપીપળા ગામે સ્કાવર વાલ્વ તથા પાઈપલાઈનના કામનું મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે આવેલ તળાવ ભરવા માટે સૌની યોજના લીંક-૨ માંથી સ્કાવર વાલ્વ તથા પાઈપલાઈનના રૂ.૨૨૨.૮૦ લાખના કામનું ખાતમુહૂર્ત જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

૩૦૦૦ એમ.એમ. ડાયાની એમ.એસ. પાઇપ લાઇનની કામગીરી વર્ષ જુન-૨૦૧૭ માં પુર્ણ કરી છે

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌની યોજના અંતર્ગત, લીંક-૨ અને લીંક-૪ના પેકેજોના માધ્યમથી બોટાદના અનેક તળાવો, ચેકડેમો અને ડેમોમાં પાણી ભરવામાં આવે છે. લીંક-૨ થી કાનીયાડ ડેમ, ભીમડાદ ડેમ, અને કૃષ્ણસાગર ડેમ,વાંસલ ડેમ, તેમજ ૧૦૦થી વધુ ચેકડેમો અને ૧૮ તળાવો ભરાય છે, સૌની યોજના હેઠળ લીંક-૪ (તબક્કો-૧)માં પેકેજ-૨માં ગોમા ડેમ તેમજ ૨ તળાવો અને લીંક-૪માં પેકેજ-૩માં ૪ તળાવોમાં પાણી ઠાલવવામાં આવે છે. લીંક-૨ દ્વારા બોટાદ જિલ્લાના ભીમડાદ, માલપરા તથા કાળુભાર ડેમ માટે કુલ ૧૧,૮૧૫ એકર વિસ્તારને મળતી સિંચાઇ સુવિધા સુદ્રઢ થશે.સૌની યોજના હેઠળ બોટાદ જિલ્લામાં આ વર્તુળ હેઠળની લીંક-૨ (તબક્કો-૧) માં પેકેજ-૧ થી સાંકળ ૦ કી.મી. થી પેકેજ-૩ સાંકળ ૫૧.૨૮ કી.મી. ભીમડાદ ડેમ સુધીની ૩૦૦૦ એમ.એમ. ડાયાની એમ.એસ. પાઇપ લાઇનની કામગીરી વર્ષ જુન-૨૦૧૭ માં પુર્ણ કરી છે.

અંદાજે ૫૦૦.૦૦મી.ના અંતરે આવેલ ધારપીપળા ગામનું તળાવ ભરી શકાશે

ધારપીપળા ગામ તળાવ નર્મદાના પાણીથી સૌની યોજના થકી ભરવા માટે રાણપુર તાલુકા પંચાયત સદસ્ય, એ.ટી.વી.ટી. સભ્ય, રાણપુર અને ધારપીપળા ગામના આગેવાનોની રજુઆત અન્વયે પ્રાથમિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ સૌની યોજના મેઇન પાઇપલાઇનની પથરેખાની ચે. ૧૮૪૨૫.૦૦ મી. થી પ્રપોઝ્ડ નવો સ્કાવર વાલ્વને ચે. ૦.૦૦મી ગણી ત્યાથી નવી સુચીત પાઇપલાઇનના પથરેખાના અંદાજીત ૭૧૦.૦૦મી પર ધારપીપળા-ભેંસજાળ વિલેજ રોડનું ક્રોસીંગ કરી કુલ ૨૫૦૦.૦૦મી અંતરે ધારપીપળા ગામે આવેલ હયાત વોંકળામાં એનર્જી ડીસ્સીપેશન સ્ટ્રક્ચર બનાવી પાણી વોંકળામાં છોડવામાં આવશે ત્યાંથી અંદાજે ૫૦૦.૦૦મી.ના અંતરે આવેલ ધારપીપળા ગામનું તળાવ ભરી શકાશે.

તળાવ ભરાતા આસપાસના ગામોને મળશે પાણી

ધારપીપળા ગામ ભૌગોલીક રીતે ઉંચાણમાં આવેલ હોય ત્યા સિંચાઇ માટે અન્ય કોઇ વ્યવસ્થા અત્યાર સુધી ન હોવાથી ચોમાસા બાદ તળાવમાં પાણીનો અભાવ હોય છે. જેથી ધારપીપળા ગામ તળાવને નર્મદાના નીરથી ભરવામાં આવશે જેના થકી આસપાસના ગામો સાંગણપુર, લોયા, ગઢીયા, કેરીયાની કુલ ૫૦૦ હેકટરથી વધુ જમીનને સિંચાઇનો લાભ મળશે. આ તળાવના પાણીનું સંચાલન કરીને ખેતરો સુધી પહોંચાડશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમનું સંચાલન અધિક્ષક ઇજનેરશ્રી આર.જે ઉપાધ્યાય, કાર્યપાલક ઇજનેરશ્રી એચ એન સરવૈયા, નાકાઇ જે એચ સુવર દ્વારા કરવામાં આવ્યું. આ અવસરે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી,અગ્રણી મયુરભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પાલજીભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0