Botad: APMCમાં 'કડદા' વિવાદનો અંત, બે દિવસમાં યાર્ડ શરૂ, કડદો પ્રથા સંપુર્ણ બંધ

Oct 12, 2025 - 16:00
Botad: APMCમાં 'કડદા' વિવાદનો અંત, બે દિવસમાં યાર્ડ શરૂ, કડદો પ્રથા સંપુર્ણ બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા 'કડદા' પ્રથાના વિવાદનો અંત લાવવા માટે APMCના ચેરમેને તાત્કાલિક ધોરણે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વેપારીઓ, કમિશન એજન્ટો અને સેવા સહકારી મંડળીઓના પ્રમુખો હાજર રહ્યા હતા.

બોટાદ APMCમાં કડદા વિવાદ

વિવાદના કારણે બંધ રહેલા માર્કેટિંગ યાર્ડને હવે એકથી બે દિવસમાં ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ખેડૂતોનો માલ અટકે નહીં. આ બેઠકનું સૌથી મોટું અને ખેડૂતોના હિતમાં લેવાયેલું પગલું એ છે કે ચેરમેન દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો પ્રથા ને સંપુર્ણપણે બંધ રાખવાની કડક જાહેરાત કરવામાં આવી છે. કડદા પ્રથા બંધ રહે તેની ખાતરી કરવા માટે, ખેડૂતો દ્વારા લાવવામાં આવતા માલ ઉપર હવે બે ઇન્સ્પેક્ટરોની દેખરેખ રાખવામાં આવશે. આ સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વેપારી કે કમિશન એજન્ટ 'કડદો' કરતા પકડાશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમનું લાઈસન્સ પણ રદ કરવામાં આવશે.

બે દિવસમાં યાર્ડ શરૂ કરવા લેવાયો નિર્ણય

બેઠકમાં માર્કેટિંગ યાર્ડના મૂળભૂત બંધારણની પણ ચર્ચા કરવામાં આવી હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડની સ્થાપના સમયથી જ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે યાર્ડથી ૬ કિલોમીટરના વિસ્તારમાં કપાસ ખેડૂતોને લઈને જવાનો રહેશે. જો અંતર ૬ કિલોમીટરથી વધુ હોય, તો કપાસ ખરીદનાર વેપારીએ ભાડું ચૂકવવાનું રહેશે. ચેરમેને આ સમગ્ર કામગીરીને 'ડહોળી' રહેલા અમુક બહારના માણસોની કામગીરીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. આ તાત્કાલિક બેઠકમાં મોટી સંખ્યામાં વેપારીઓ, કમિશન એજન્ટો અને સહકારી મંડળીઓના પ્રમુખો હાજર રહ્યા હતા અને માર્કેટ યાર્ડને ફરીથી સુચારુ રૂપે શરૂ કરવા તેમજ કડદા પ્રથા બંધ કરવાના નિર્ણયને સહકાર આપ્યો હતો. આ નિર્ણયથી ખેડૂતોને તેમના પાકના પૂરતા અને યોગ્ય ભાવ મળી રહેવાની આશા જન્મી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0