Botad : સોનાવાલા હોસ્પિટલની ખસતા હાલત, ગર્ભવતી મહિલા પર છત પરથી પડ્યું પોપડુ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોટાદમાં સોનાવાલા હોસ્પિટલની ખસતા હાલત જોવા મળી રહી છે. જનરલ હોસ્પિટલમાં સાધન સુવિધા ડોક્ટરોના અભાવ સાથે ઈમારત પણ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. ઈમરજન્સી વોર્ડમાં કે ડિલિવરી વોર્ડમાં છત પરના સ્લેબમાંથી પોપડા પડવાનો પ્રશ્ન છે. ડીલીવરી માટે આવેલી એક મહિલાને છત પરથી પોપડું પડતા પેટ પર ઈજા થઈ છે.
છત પરથી મોટો પોપડો પડતા મહિલા ઈજાગ્રસ્ત થઈ
બોટાદની સોનાવાલા હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ અવારનવાર દર્દીઓ દ્વારા સાધન સુવિધા અને તબીબી સારવાર અંગે સવાલો ઉભા થયા છે, પરંતુ આજે સોનાવાલા હોસ્પિટલમાં ભદ્રાવડી ગામમાં રહેતી મજૂરી કામ કરતી ગર્ભવતી મહિલાને સોનાવલા હોસ્પિટલ ખાતે ડિલિવરી અર્થે લાવવામાં આવી હતી, પ્રસુતિ વિભાગમાં દાખલ ગર્ભવતી મહિલા પર છત પરથી મોટો પોપડો પડતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. પ્રસુતા મહિલાને પેટ પર અને હાથમાં ગંભીર ઈજા થઈ હતી, હાથ પર ઈજાઓને કારણે સારવાર કરી હતી, ત્યારે બાળકની સ્થિતિ શું હશે તે અંગે ચિંતા સેવાઈ રહી છે. ત્યારે સોનાવાલા હોસ્પિટલમાં જર્જરીત ઈમારતના પોપડા પડવાથી વારંવાર લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે, તેમજ સત્વરે આ જર્જરીત બિલ્ડીંગ તોડી પાડી નવી બિલ્ડીંગ બનાવવા માગ કરવામાં આવી છે.
થર્મોકોલ સીલીંગ લગાવી જર્જરીત છતને ઢાંકી દેવામાં આવી
સોનાવાલા હોસ્પિટલમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓને મફત સારવાર માટે આવતા હોય છે, પરંતુ સોનાવાલા હોસ્પિટલની સુવિધાની સ્થિતિ અને જર્જરીત બિલ્ડીંગની ખસતા હાલતથી દર્દીઓના જીવન પર પણ જોખમ ઊભું થાય છે. ઉપરના માળે છત પર થર્મોકોલ સીલીંગ લગાવી જર્જરીત છતને ઢાંકી દેવામાં આવી છે. તેમ છતાં પણ ઈમરજન્સી વોર્ડમાં તેમજ ડીલીવરી રૂમમાં સીલીંગમાં થર્મોકોલ તોડીને પોપડા નીચે પડતા હોય તેવી ઘટના બનતી રહે છે, છતની તિરાડોમાંથી વરસાદી પાણી પડવાને કારણે પણ એડમિટ થયેલા દર્દીઓને હાલાકી પડતી હોય છે, ત્યારે તાત્કાલિક જૂનું પુરાણું હોસ્પિટલનું બિલ્ડીંગ તોડી નવું બિલ્ડીંગ બનાવવામાં આવે તેવી માગ ઉઠી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

