Botad: સાળંગપુર રેલ્વે અંડરબ્રિજ બન્યો આફતનો બ્રિજ, મસમોટા ખાડાઓનું રાજ

બોટાદનો મુખ્ય પ્રવેશ દ્વાર એવા સાળંગપુર રેલ્વે અંડરબ્રિજ આફતનો બ્રિજ છે, અહીં મસમોટા ખાડાઓનું રાજ હોવાના કારણે સતત પાણી ભરાઈ રહે છે. જિલ્લાની મુખ્ય કચેરીઓ સહિત સરકારી હોસ્પિટલ જવાનો તેમજ યાત્રાધામ સાળંગપુર જવાનો આ મુખ્ય માર્ગ છે.રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે તો તંત્ર દ્વારા અંડરબ્રિજની દિવાલો પર ચિત્રકામ કરાઈ રહ્યું છે. ત્યારે લોકો કહી રહ્યા છે કે અહીં ચિત્રકામની નહીં પણ ખાડાઓ પૂરી પાણી ન ભરાય તેવી કામગીરી કરવાની જરૂર છે. બોટાદનો મુખ્ય પ્રવેશ દ્વાર એવા સાળંગપુર રોડ રેલ્વે અંડરબ્રિજ કે જ્યાં જિલ્લાની મુખ્ય સરકારી સોનાવાલા હોસ્પિટલ સહિત કલેકટર કચેરી, એસપી કચેરી સહિત જિલ્લાની તમામ મુખ્ય કચેરીઓ તેમજ યાત્રાધામ સાળંગપુર સહિત સમગ્ર બોટાદ શહેર સહિત જિલ્લામાં પ્રવેશવા માટેનો મુખ્ય માર્ગ છે. હજારોની સંખ્યામાં લોકો પસાર થાય છે ત્યારે આ મુખ્ય સાળંગપુર રેલ્વે અંડરબ્રિજ મસમોટા ખાડાઓથી ઘેરાયેલો છે તો બ્રિજમાં સતત પાણી ભરાયેલું રહે છે. ત્યારે અહીંથી રોજ જિલ્લાના તમામ મુખ્ય અધિકારીઓ તેમજ હોસ્પિટલ જતા દર્દીઓ સહિત અનેક વિદ્યાર્થીઓ અને ધંધાકીય કે ખરીદી અર્થે આવતા લોકો હજારોની સંખ્યામાં પસાર થાય છે. અંડરબ્રિજમાં ઠેક ઠેકાણે પડેલા મસમોટા ખાડાઓ અને સતત ભરાતા પાણીમાંથી રોજ હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા રાહદારીઓ અને વાહનચાલકો મજબૂર બન્યા છે. અંડરબ્રિજની દિવાલો પર ચિત્રકામ કરાવવામાં આવી રહી રહ્યું છે ખાડા અને ભરાયેલા પાણીથી અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે તો અનેક વાહનો બંધ થતાં લોકોને ઈજાઓ સાથે મસમોટા ખર્ચાઓ થવાથી હાલાકી પડી રહી છે, ત્યારે તંત્ર દ્વારા હાલ આ અંડરબ્રિજની દિવાલો પર ચિત્રકામ કરાવવામાં આવી રહી રહ્યું છે. ત્યારે લોકો તંત્રની આ કામગીરીને વખોડવાની સાથે રોષ ઠાલવી રહ્યા છે કે અહીં દીવાલ પર ચિત્રો નહીં પણ આ ખાડા પુરવાની જરૂર છે. આ વાતનું સામાન્ય જ્ઞાન નાગરિકોને છે કે મહત્વનું કામ શું છે પણ અહીં તો જાણે તંત્ર આંખ આડા કાન કરી બેઠું હોય તેવું લાગે છે. વહીવટી વિભાગ દ્વારા કામ થવું જોઈએ તેવી લોકોની માગ કારણ કે અહીંથી પસાર થતા અધિકારીઓ પણ કોઈ કામગીરી ન કરતાં હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો તો રોજ અહીંથી પસાર થતા વાહન ચાલકો જીવના જોખમ સાથે અકસ્માત સર્જાવાનો ભય વ્યક્ત કરતા જોવા મળે છે. લોકોને પારાવાર હાલાકી પડી રહી હોવાનું જણાવતા આક્રોશ ઠાલવ્યો હતો. અંડરબ્રિજની દિવાલો પર ચિત્રકામ હાલ પૂરતું જરૂરી નથી, પરંતુ પ્રાથમિક તબક્કે અહીંના મસમોટા ખાડાઓ પુરી અને પાણીનો નિકાલ કરી અંડરબ્રિજ વ્યવસ્થિત અવરજવર થાય તેવો બનાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કારણ કે નવરાત્રિ અને દિવાળીના તહેવારમાં હાલ કરતા વધુ લોકોની અવર જવર વધશે. ત્યારે તાત્કાલિક ધોરણે આ ખાડા રાજમાંથી લોકોને મુક્તિ મળે તેવું વહીવટી વિભાગ દ્વારા કામ થવું જોઈએ તેવી લોકોની માગ છે.

Botad: સાળંગપુર રેલ્વે અંડરબ્રિજ બન્યો આફતનો બ્રિજ, મસમોટા ખાડાઓનું રાજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદનો મુખ્ય પ્રવેશ દ્વાર એવા સાળંગપુર રેલ્વે અંડરબ્રિજ આફતનો બ્રિજ છે, અહીં મસમોટા ખાડાઓનું રાજ હોવાના કારણે સતત પાણી ભરાઈ રહે છે. જિલ્લાની મુખ્ય કચેરીઓ સહિત સરકારી હોસ્પિટલ જવાનો તેમજ યાત્રાધામ સાળંગપુર જવાનો આ મુખ્ય માર્ગ છે.

રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી

અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે તો તંત્ર દ્વારા અંડરબ્રિજની દિવાલો પર ચિત્રકામ કરાઈ રહ્યું છે. ત્યારે લોકો કહી રહ્યા છે કે અહીં ચિત્રકામની નહીં પણ ખાડાઓ પૂરી પાણી ન ભરાય તેવી કામગીરી કરવાની જરૂર છે. બોટાદનો મુખ્ય પ્રવેશ દ્વાર એવા સાળંગપુર રોડ રેલ્વે અંડરબ્રિજ કે જ્યાં જિલ્લાની મુખ્ય સરકારી સોનાવાલા હોસ્પિટલ સહિત કલેકટર કચેરી, એસપી કચેરી સહિત જિલ્લાની તમામ મુખ્ય કચેરીઓ તેમજ યાત્રાધામ સાળંગપુર સહિત સમગ્ર બોટાદ શહેર સહિત જિલ્લામાં પ્રવેશવા માટેનો મુખ્ય માર્ગ છે.


હજારોની સંખ્યામાં લોકો પસાર થાય છે

ત્યારે આ મુખ્ય સાળંગપુર રેલ્વે અંડરબ્રિજ મસમોટા ખાડાઓથી ઘેરાયેલો છે તો બ્રિજમાં સતત પાણી ભરાયેલું રહે છે. ત્યારે અહીંથી રોજ જિલ્લાના તમામ મુખ્ય અધિકારીઓ તેમજ હોસ્પિટલ જતા દર્દીઓ સહિત અનેક વિદ્યાર્થીઓ અને ધંધાકીય કે ખરીદી અર્થે આવતા લોકો હજારોની સંખ્યામાં પસાર થાય છે. અંડરબ્રિજમાં ઠેક ઠેકાણે પડેલા મસમોટા ખાડાઓ અને સતત ભરાતા પાણીમાંથી રોજ હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા રાહદારીઓ અને વાહનચાલકો મજબૂર બન્યા છે.

અંડરબ્રિજની દિવાલો પર ચિત્રકામ કરાવવામાં આવી રહી રહ્યું છે

ખાડા અને ભરાયેલા પાણીથી અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે તો અનેક વાહનો બંધ થતાં લોકોને ઈજાઓ સાથે મસમોટા ખર્ચાઓ થવાથી હાલાકી પડી રહી છે, ત્યારે તંત્ર દ્વારા હાલ આ અંડરબ્રિજની દિવાલો પર ચિત્રકામ કરાવવામાં આવી રહી રહ્યું છે. ત્યારે લોકો તંત્રની આ કામગીરીને વખોડવાની સાથે રોષ ઠાલવી રહ્યા છે કે અહીં દીવાલ પર ચિત્રો નહીં પણ આ ખાડા પુરવાની જરૂર છે. આ વાતનું સામાન્ય જ્ઞાન નાગરિકોને છે કે મહત્વનું કામ શું છે પણ અહીં તો જાણે તંત્ર આંખ આડા કાન કરી બેઠું હોય તેવું લાગે છે.

વહીવટી વિભાગ દ્વારા કામ થવું જોઈએ તેવી લોકોની માગ

કારણ કે અહીંથી પસાર થતા અધિકારીઓ પણ કોઈ કામગીરી ન કરતાં હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો તો રોજ અહીંથી પસાર થતા વાહન ચાલકો જીવના જોખમ સાથે અકસ્માત સર્જાવાનો ભય વ્યક્ત કરતા જોવા મળે છે. લોકોને પારાવાર હાલાકી પડી રહી હોવાનું જણાવતા આક્રોશ ઠાલવ્યો હતો. અંડરબ્રિજની દિવાલો પર ચિત્રકામ હાલ પૂરતું જરૂરી નથી, પરંતુ પ્રાથમિક તબક્કે અહીંના મસમોટા ખાડાઓ પુરી અને પાણીનો નિકાલ કરી અંડરબ્રિજ વ્યવસ્થિત અવરજવર થાય તેવો બનાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કારણ કે નવરાત્રિ અને દિવાળીના તહેવારમાં હાલ કરતા વધુ લોકોની અવર જવર વધશે. ત્યારે તાત્કાલિક ધોરણે આ ખાડા રાજમાંથી લોકોને મુક્તિ મળે તેવું વહીવટી વિભાગ દ્વારા કામ થવું જોઈએ તેવી લોકોની માગ છે.