Ahmedabadમાં ગેર કાયદેસર પ્રવેશતી ખાનગી લકઝરી બસે TRB જવાનનો લીધો જીવ
અમદાવાદ શહેરમાં ગેર કાયદેસર પ્રવેશ કરીને ખાનગી લકઝરી બસે અકસ્માત સર્જયો છે જેમાં એક ટીઆરબી જવાનનુ મોત થયું છે.શાહીબાગ વિસ્તારમાં આ ઘટના બની હતી જેમાં ટીઆરબી જવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતુ.સચિન પટણી નામના જવાનનું મોત થતા ટ્રાફિક પોલીસે તપાસ હાથધરી છે અને લકઝરી બસના ચાલકની અટકાયત પણ કરી છે.કોર્ટે સવારના આઠ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસ કે લક્ઝરીને પ્રવેશ નહીં હોવાનો નિર્ણય આપ્યો હતો. ખાનગી લકઝરી બસે કર્યો અકસ્માત ખાનગી બસના પ્રવેશને લઈ થયેલી અરજી સુપ્રીમ કોર્ટે તો ફગાવી દીધી છે તેમ છત્તા શહેરમાં બેફામ રીતે ખાનગી લકઝરી બસો પ્રવેશી રહી છે અને અકસ્માત સર્જી રહી છે,આવી જ એક ઘટના આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં બની હતી જેમાં ખાનગી લકઝરી બસે ટીઆરબી જવાનનો જીવ લીધો છે,શહેરમાં ખાનગી બસ પ્રવેશવાનો સમય રાત્રીના 10 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીનો જ છે તેમ છત્તા ખાનગી બસ કઈ રીતે પ્રવેશી તે એક સવાલ છે. પોલીસ નથી કરતી કોઈ કાર્યવાહી ? અમદાવાદ શહેરમાં ખાનગી લકઝરી બસે રાત્રીના 10 વાગ્યા પછી પ્રવેશ કરવાની પરવાનગી છે તેમ છત્તા ધોળા દિવસે ખાનગી લકઝરી બસો શહેરમાં પ્રવેશતી હોય છે જેને લઈ અકસ્માતો પણ થતા હોય છે,આટલી મોટી ખાનગી બસ ટ્રાફિક પોલીસને નહી દેખાઈ હોય ? અને જો દેખાઈ હોય તો પછી કેમ કોઈ કાર્યવાહી ના કરી તે સવાલો ઉભા થાય છે,ટ્રાફિક પોલીસ તમે તમારી ફરજમાં બેદરકારી કેમ રાખો છો ? આ તો એક વ્યકિતનો ભોગ લેવાયો છે વધુનો ભોગ લેવાયો હોત તો કોણ જવાબદાર રહેત જવાબ આપો તમે જ. ધંધા રોજગારના અધિકારની માગી હતી દાદ ધંધા રોજગારના અધિકાર અને RTOના નિયમોને ટાંકીને ખાનગી ટ્રાવેલ એજન્સીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. વર્ષ 2004માં 18 જેટલા રૂટ પર 24 કલાક ખાનગી બસની અવર-જવરની મંજૂરી આપવામાં આવી હતી. આ રૂટ પર મંજૂરી યથાવત્ રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.અમદાવાદ શહેરમાં ખાનગી બસોની એન્ટ્રી અંગેની બસ સંચાલકોની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં ગેર કાયદેસર પ્રવેશ કરીને ખાનગી લકઝરી બસે અકસ્માત સર્જયો છે જેમાં એક ટીઆરબી જવાનનુ મોત થયું છે.શાહીબાગ વિસ્તારમાં આ ઘટના બની હતી જેમાં ટીઆરબી જવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતુ.સચિન પટણી નામના જવાનનું મોત થતા ટ્રાફિક પોલીસે તપાસ હાથધરી છે અને લકઝરી બસના ચાલકની અટકાયત પણ કરી છે.કોર્ટે સવારના આઠ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસ કે લક્ઝરીને પ્રવેશ નહીં હોવાનો નિર્ણય આપ્યો હતો.
ખાનગી લકઝરી બસે કર્યો અકસ્માત
ખાનગી બસના પ્રવેશને લઈ થયેલી અરજી સુપ્રીમ કોર્ટે તો ફગાવી દીધી છે તેમ છત્તા શહેરમાં બેફામ રીતે ખાનગી લકઝરી બસો પ્રવેશી રહી છે અને અકસ્માત સર્જી રહી છે,આવી જ એક ઘટના આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં બની હતી જેમાં ખાનગી લકઝરી બસે ટીઆરબી જવાનનો જીવ લીધો છે,શહેરમાં ખાનગી બસ પ્રવેશવાનો સમય રાત્રીના 10 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીનો જ છે તેમ છત્તા ખાનગી બસ કઈ રીતે પ્રવેશી તે એક સવાલ છે.
પોલીસ નથી કરતી કોઈ કાર્યવાહી ?
અમદાવાદ શહેરમાં ખાનગી લકઝરી બસે રાત્રીના 10 વાગ્યા પછી પ્રવેશ કરવાની પરવાનગી છે તેમ છત્તા ધોળા દિવસે ખાનગી લકઝરી બસો શહેરમાં પ્રવેશતી હોય છે જેને લઈ અકસ્માતો પણ થતા હોય છે,આટલી મોટી ખાનગી બસ ટ્રાફિક પોલીસને નહી દેખાઈ હોય ? અને જો દેખાઈ હોય તો પછી કેમ કોઈ કાર્યવાહી ના કરી તે સવાલો ઉભા થાય છે,ટ્રાફિક પોલીસ તમે તમારી ફરજમાં બેદરકારી કેમ રાખો છો ? આ તો એક વ્યકિતનો ભોગ લેવાયો છે વધુનો ભોગ લેવાયો હોત તો કોણ જવાબદાર રહેત જવાબ આપો તમે જ.
ધંધા રોજગારના અધિકારની માગી હતી દાદ
ધંધા રોજગારના અધિકાર અને RTOના નિયમોને ટાંકીને ખાનગી ટ્રાવેલ એજન્સીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. વર્ષ 2004માં 18 જેટલા રૂટ પર 24 કલાક ખાનગી બસની અવર-જવરની મંજૂરી આપવામાં આવી હતી. આ રૂટ પર મંજૂરી યથાવત્ રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.અમદાવાદ શહેરમાં ખાનગી બસોની એન્ટ્રી અંગેની બસ સંચાલકોની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.