Botad અધિક જિલ્લા કલેકટરનું લેબર કોન્ટ્રાક્ટર અને ખેત માલિકોને લઈ જાહેરનામું પ્રસિદ્ધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોટાદ શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ જાહેર સુરક્ષા અને સલામતી માટે ગુનાઓ બનતા અટકાવવા અને જો બનાવ બને તો તે બનાવને અંજામ આપનાર ઇસમ સુધી પહોંચવા માટે અને તેની ઓળખ મેળવવાની આવશ્યકતાને ધ્યાને લઇ બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ખેત માલીકો/લેબર કોન્ટ્રાક્ટરોએ જ્યારે પણ પોતાના ખેત/વાડીએ કામ અર્થે કોઇપણ મજૂરને કામે રાખે ત્યારે નિયત નમુનામાં દર્શાવ્યા મુજબ મજુર/ખેત મજૂરની માહિતી પોતાની પાસે રાખવાની રહેશે તેમજ સબંધિત પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.
લેબર કોન્ટ્રાક્ટરને લઈ જાહેરનામું
બોટાદ શહેર તથા જિલ્લાના લેબર કોન્ટ્રાક્ટરો ખેત માલીકોએ લેબર કોન્ટ્રાક્ટર/મુકાદમ (સપ્લાયર)નું પુરૂ નામ, સરનામું, મોબાઇલ નંબર સહીત, મજુર/ખેત મજુરનું નામ તથા ઉંમર વર્ષ, મજુર/ખેત મજુરનું હાલનું સરનામું તથા મોબાઇલ નંબર, મજુર/ખેત મજુરનું મુળ વતનનું સરનામું ગામ, તાલુકો, જિલ્લો, હાલની મજુરીનું સ્થળનું નામ, મજુર/ખેત મજુરના વતનના સ્થાનિક પો.સ્ટે.નું નામ તથા જિલ્લો અને ટેલીફોન નંબર, મજુર/ખેત મજુરના વતનના આગેવાન/સરપંચનું નામ, સરનામું સંપર્ક નંબર, મજુર/ખેત મજુર અગાઉ કોઇ પોલીસ ગુન્હામાં પકડાયેલ હોય તો તેની વિગત, મુકાદમે/કોન્ટ્રાક્ટરે ક્યારથી મજુરી કામ માટે રાખેલ છે.
ખેત મજૂરનું ઓળખ માટેનું આઇ.ડી.પ્રૂફ જરૂરી
તેવી જ રીતે, મજુર/ખેત મજૂરનું ઓળખ માટેનું આઇ.ડી.પ્રૂફ (ફોટા સાથેનું), બોટાદ જિલ્લામાં કઇ તારીખથી મજુરી કામ કરે છે ? અને કઇ તારીખે જવાનો છે ?, બોટાદ જિલ્લામાં નજીકના સંબંધી કોઇ હોય તો તેનું નામ સરનામું અને સંપર્ક નંબર, મજુર/ખેત મજુરના ભાઇ/બહેનના નામ/સરનામા/મોબાઇલ નંબર, મજુર/ખેત મજુરના કાકા/માસાનાં નામ/સરનામા/મોબાઇલ નંબર અને હાલમાં જ્યાં રહે છે ત્યાં તેના ગામના કોણ છે ? તેના નામ, સરનામા, મોબાઇલ નંબરની સાથોસાથ મજુરનો તાજેતરનો ફોટો, નામ, સહી/અંગુઠાનું નિશાન, મુકાદમ/સપ્લાયર/કોન્ટ્રાક્ટરનું નામ અને મુકાદામ/સપ્લાયર/કોન્ટ્રાક્ટરની સહી સાથેની વિગતો પોતાની પાસે રાખવાની રહેશે તેમજ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.
જાહેરનામાનો ભંગ કર્યો તો નોંધાશે ફરિયાદ
આ હુકમ તા.૨૨-૦૧-૨૦૨૫થી ૬૦ દિવસ સુધી અમલમાં છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવ્યાં છે તેમ જણાવાયું છે.
What's Your Reaction?






