Botadમાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત ટોક-શો યોજાયો
હાલ સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બોટાદમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાના અધ્યક્ષસ્થાને બોટાદકર કોલેજ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ટોક શો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ શું છે અને તેની ઉજવણી કયા સંદર્ભે કરવામાં આવી રહી છે તેમજ વિકાસ સપ્તાહ દરમિયાન આગળ કેવા કેવા કાર્યક્રમો કરવામાં આવશે તે અંગેની વિગતો જિલ્લા વિકાસ અધિકારીએ આપી હતી. વિવિધ યોજનાઓના લાભાર્થી સાથે સંવાદ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું લક્ષ્ય સિદ્ધ કરવાની ગુજરાત સરકારની નેમ છે જેના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.વિકાસની ઉજવણી અંતર્ગત થીમ આધારિત દિવસની ઉજવણી, પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સોશિયલ/ડિજિટલ મીડિયા ઝુંબેશ સફળતાની વાર્તાઓ, યુવા વર્ગની સહભાગીતા કલા સ્થાપત્ય, વિકાસ રથ ગુજરાત વિકાસ ઇનોવેશન એક્સપો, ગુજરાતના મહત્વના સ્થળોનું સુશોભન, ભીંતચિત્રો, શાળાઓમાં પ્રવચનો અને ક્વિઝ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સરકારી યોજનાનો લાભ લો ગોબરધન યોજનાના લાભાર્થી પરેશભાઈ દ્વારા સરકાર દ્વારા મળતી ગોબરધન યોજનાની સહાય અંગે માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગોબરધનમાંથી મળતું ખાતર એ કાચું સોનું છે. સરકારશ્રીની આ યોજનાથી કચરાથી કંચન બનાવી શકાય છે. તેમજ ગામમાં અને ખેતરમાં થતા કચરાના ઢગલાને રસોડાના ગેસ અને ખાતર તરીકે ઉપયોગ કરીને ખાતર માટેનો ખર્ચ તો અટકાવી જ શકાય છે પરંતુ સાથે સાથે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં પણ યોગદાન આપી શકાય છે. સરકાર દ્રારા કરાયેલા કામોની કરાઈ ચર્ચા વિકાસ સપ્તાહ અંતર્ગત સરકાર દ્વારા કરવામાં આવેલા ભગીરથ કાર્યોમાં બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત અભિયાન અગત્યનું છે. કાર્યક્રમમાં બેટી બચાવો બચાવો બેટી પઢાવો વિશે પણ ભારત સરકાર શ્રી તરફથી આપવામાં આવતી વિવિધ સહાય અંગે ચર્ચા કરવામાં આવી હતી.વધુમાં લખપતિ દીદી યોજના અંતર્ગત બહેનોને લખપતિ દીદી બનવા અંગેની માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. નારીના સર્વાંગી વિકાસ માટે સરકાર શ્રી મારફત NRLM અંતર્ગત મિશન મંગલમ અમલીકૃત છે. આ યોજના હેઠળ પ્રધાનમંત્રી દ્વારા ભારતમાં બે કરોડ મહિલાઓને લખપતિ નિધિ બનાવવાનો સંકલ્પ કરાયો છે. આભારવિધી પણ કરાઈ કાર્યક્રમમાં અંતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બોટાદવાસીઓ અનુરોધ કરાયો હતો કે ગુજરાત સરકાર અને ભારત સરકારની યોજના એ માત્ર સરકાર શ્રી કે અધિકારીઓ દ્વારા નહીં પણ જન ભાગીદારીથી જ ચાલે છે. તો તમે તમામ લોકો અન્યોને પ્રોત્સાહિત કરો અને વિકાસ સપ્તાહમાં જોડાઓ તેમજ તમારું શ્રમદાન એ વિકાસના ક્ષેત્રને ફલક આપવા માટે પૂરું પાડતું યોગબળ છે.કાર્યક્રમની આભારવિધિ કવિ બોટાદકરના આચાર્ય દ્વારા કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હાલ સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બોટાદમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાના અધ્યક્ષસ્થાને બોટાદકર કોલેજ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ટોક શો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ શું છે અને તેની ઉજવણી કયા સંદર્ભે કરવામાં આવી રહી છે તેમજ વિકાસ સપ્તાહ દરમિયાન આગળ કેવા કેવા કાર્યક્રમો કરવામાં આવશે તે અંગેની વિગતો જિલ્લા વિકાસ અધિકારીએ આપી હતી.
વિવિધ યોજનાઓના લાભાર્થી સાથે સંવાદ
વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું લક્ષ્ય સિદ્ધ કરવાની ગુજરાત સરકારની નેમ છે જેના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.વિકાસની ઉજવણી અંતર્ગત થીમ આધારિત દિવસની ઉજવણી, પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સોશિયલ/ડિજિટલ મીડિયા ઝુંબેશ સફળતાની વાર્તાઓ, યુવા વર્ગની સહભાગીતા કલા સ્થાપત્ય, વિકાસ રથ ગુજરાત વિકાસ ઇનોવેશન એક્સપો, ગુજરાતના મહત્વના સ્થળોનું સુશોભન, ભીંતચિત્રો, શાળાઓમાં પ્રવચનો અને ક્વિઝ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
સરકારી યોજનાનો લાભ લો
ગોબરધન યોજનાના લાભાર્થી પરેશભાઈ દ્વારા સરકાર દ્વારા મળતી ગોબરધન યોજનાની સહાય અંગે માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગોબરધનમાંથી મળતું ખાતર એ કાચું સોનું છે. સરકારશ્રીની આ યોજનાથી કચરાથી કંચન બનાવી શકાય છે. તેમજ ગામમાં અને ખેતરમાં થતા કચરાના ઢગલાને રસોડાના ગેસ અને ખાતર તરીકે ઉપયોગ કરીને ખાતર માટેનો ખર્ચ તો અટકાવી જ શકાય છે પરંતુ સાથે સાથે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં પણ યોગદાન આપી શકાય છે.
સરકાર દ્રારા કરાયેલા કામોની કરાઈ ચર્ચા
વિકાસ સપ્તાહ અંતર્ગત સરકાર દ્વારા કરવામાં આવેલા ભગીરથ કાર્યોમાં બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત અભિયાન અગત્યનું છે. કાર્યક્રમમાં બેટી બચાવો બચાવો બેટી પઢાવો વિશે પણ ભારત સરકાર શ્રી તરફથી આપવામાં આવતી વિવિધ સહાય અંગે ચર્ચા કરવામાં આવી હતી.વધુમાં લખપતિ દીદી યોજના અંતર્ગત બહેનોને લખપતિ દીદી બનવા અંગેની માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. નારીના સર્વાંગી વિકાસ માટે સરકાર શ્રી મારફત NRLM અંતર્ગત મિશન મંગલમ અમલીકૃત છે. આ યોજના હેઠળ પ્રધાનમંત્રી દ્વારા ભારતમાં બે કરોડ મહિલાઓને લખપતિ નિધિ બનાવવાનો સંકલ્પ કરાયો છે.
આભારવિધી પણ કરાઈ
કાર્યક્રમમાં અંતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બોટાદવાસીઓ અનુરોધ કરાયો હતો કે ગુજરાત સરકાર અને ભારત સરકારની યોજના એ માત્ર સરકાર શ્રી કે અધિકારીઓ દ્વારા નહીં પણ જન ભાગીદારીથી જ ચાલે છે. તો તમે તમામ લોકો અન્યોને પ્રોત્સાહિત કરો અને વિકાસ સપ્તાહમાં જોડાઓ તેમજ તમારું શ્રમદાન એ વિકાસના ક્ષેત્રને ફલક આપવા માટે પૂરું પાડતું યોગબળ છે.કાર્યક્રમની આભારવિધિ કવિ બોટાદકરના આચાર્ય દ્વારા કરવામાં આવી હતી.