Bogus GST Scam: કરોડોના બોગસ GST બિલિંગ મુદ્દે મોટા સમાચાર...EDનો ચોકાવનારો ખુલાસો
કરોડોના બોગસ GST બિલિંગ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. મહેશ લાંગા સાથે સંકળાયેલાની હવે ED પૂછપરછ કરશે. સમગ્ર મામલે ગુજરાત મેરિટાઇમ બોર્ડ- GMBમાં તપાસનો ધમધમાટ શરૂ થશે. લાંગાએ GMBની વિગતોની ઉઠાંતરી કરી હતી. બોર્ડ અને સરકારી અધિકારીઓની ધરપકડ થઈ શકે છે.મહેશ લાંગા સહિતના આરોપીઓ પર 220થી વધુ બોગસ કંપની બનાવીને બોગસ બિલીંગ દ્વારા લગભગ 200 કરોડના GSTની ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે આ મહિનાની શરૂઆતમાં ડાયરેક્ટર જનરલ ઑફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે ગુજરાતના વિવિધ સ્થળો પર દરોડા પાડી સમગ્ર કૌભાંડને ઉજાગર કરી લાંગા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. હવે કરોડોના બોગસ GST બિલિંગ મુદ્દે EDએ વધુ એક કાર્યવાહી હાથ ધરવા જઇ રહી છે. ED હવે મહેશ લાંગા સાથે સંકળાયેલાની પૂછપરછ કરશે. અનેક સરકારી બાબુઓની હવે ઊંઘ હરામ થશે. કારણ કે, સમગ્ર મામલે ગુજરાત મેરિટાઇમ બોર્ડ- GMBમાં તપાસનો ધમધમાટ શરૂ થશે. લાંગાએ GMBની વિગતોની ઉઠાંતરી કરી હતી. બોર્ડ અને સરકારી અધિકારીઓની ધરપકડ થઈ શકે છે.8 ઑક્ટોબરે ધરપકડ કરાયેલા 4 આરોપીઓના 10 દિવસ રિમાન્ડ મંજૂર થયા હતા, જેની સમયાવધિ પૂર્ણ થતાં આરોપીઓને જેલભેગા કરી દેવામાં આવ્યા છે. જેમાં મહેશ લાંગા, એજાઝ ઉર્ફે માલદાર ઇકબાલ હબીબભાઈ માલદાર, અબ્દુલ કાદર ઉર્ફે બાપુ સમદભાઈ જૈનમીયા કાદરી અને જ્યોતિષ મગનભાઈ ગોંડલીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 13 ઑક્ટોબરના રોજ ધરપકડ કરાયેલા અન્ય ચાર આરોપીઓના પણ 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જેની સમયાવધિ પણ લાંગા સહિતના આરોપીઓ સાથે જ પૂર્ણ થઈ ચૂકી છે. તેથી તમામ 8 આરોપીને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ED સમગ્ર મામલે મહેશ લાંગા સાથે સંકળાયેલાની પૂછપરછ કરશે. સાથે જ ગુજરાત મેરિટાઇમ બોર્ડ- GMBમાં તપાસ થશે. જો ગેરરિતી જણાશે તો બોર્ડ અને સરકારી અધિકારીઓની ધરપકડ થઈ શકે છે..
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કરોડોના બોગસ GST બિલિંગ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. મહેશ લાંગા સાથે સંકળાયેલાની હવે ED પૂછપરછ કરશે. સમગ્ર મામલે ગુજરાત મેરિટાઇમ બોર્ડ- GMBમાં તપાસનો ધમધમાટ શરૂ થશે. લાંગાએ GMBની વિગતોની ઉઠાંતરી કરી હતી. બોર્ડ અને સરકારી અધિકારીઓની ધરપકડ થઈ શકે છે.
મહેશ લાંગા સહિતના આરોપીઓ પર 220થી વધુ બોગસ કંપની બનાવીને બોગસ બિલીંગ દ્વારા લગભગ 200 કરોડના GSTની ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે આ મહિનાની શરૂઆતમાં ડાયરેક્ટર જનરલ ઑફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે ગુજરાતના વિવિધ સ્થળો પર દરોડા પાડી સમગ્ર કૌભાંડને ઉજાગર કરી લાંગા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. હવે કરોડોના બોગસ GST બિલિંગ મુદ્દે EDએ વધુ એક કાર્યવાહી હાથ ધરવા જઇ રહી છે. ED હવે મહેશ લાંગા સાથે સંકળાયેલાની પૂછપરછ કરશે. અનેક સરકારી બાબુઓની હવે ઊંઘ હરામ થશે. કારણ કે, સમગ્ર મામલે ગુજરાત મેરિટાઇમ બોર્ડ- GMBમાં તપાસનો ધમધમાટ શરૂ થશે. લાંગાએ GMBની વિગતોની ઉઠાંતરી કરી હતી. બોર્ડ અને સરકારી અધિકારીઓની ધરપકડ થઈ શકે છે.
8 ઑક્ટોબરે ધરપકડ કરાયેલા 4 આરોપીઓના 10 દિવસ રિમાન્ડ મંજૂર થયા હતા, જેની સમયાવધિ પૂર્ણ થતાં આરોપીઓને જેલભેગા કરી દેવામાં આવ્યા છે. જેમાં મહેશ લાંગા, એજાઝ ઉર્ફે માલદાર ઇકબાલ હબીબભાઈ માલદાર, અબ્દુલ કાદર ઉર્ફે બાપુ સમદભાઈ જૈનમીયા કાદરી અને જ્યોતિષ મગનભાઈ ગોંડલીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 13 ઑક્ટોબરના રોજ ધરપકડ કરાયેલા અન્ય ચાર આરોપીઓના પણ 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જેની સમયાવધિ પણ લાંગા સહિતના આરોપીઓ સાથે જ પૂર્ણ થઈ ચૂકી છે. તેથી તમામ 8 આરોપીને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ED સમગ્ર મામલે મહેશ લાંગા સાથે સંકળાયેલાની પૂછપરછ કરશે. સાથે જ ગુજરાત મેરિટાઇમ બોર્ડ- GMBમાં તપાસ થશે. જો ગેરરિતી જણાશે તો બોર્ડ અને સરકારી અધિકારીઓની ધરપકડ થઈ શકે છે..