સીબીઆઇના નામે રૂપિયા ૭૯ લાખની છેતરપિંડી કરનાર પાંચ આરોપી ઝડપાયા
અમદાવાદ, શનિવારસીબીઆઇ અને મુંબઇ સાયબર ક્રાઇમના નામે કોલ કરીેને અમદાવાદના એક દંપતિને ડરાવીને ૭૯ લાખની છેતરપિંડી કરનાર ગેંગના પાંચ સાગરિતોેને અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરતથી ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સાડા બાર લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં છેતરપિંડીના નાણાં હવાલાથી દુબઇ મોકલવામાં આવતા હતા. અમદાવાદમાં રહેતા એક વ્યક્તિને કરીને સીબીઆઇ અને મુંબઇ પોલીસમાં કેસ થયો હોવાનું કહીને ધમકાવીને તેની પત્ની સાથે ડીજીટલ અરેસ્ટ કરીને આરબીઆઇ દ્વારા નાણાંની ચકાસણી કરવાની હોવાનું કહીને ૭૯ લાખ જેટલી માતબર રકમની છેતરપિંડી કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા અગાઉ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા બાદ વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમના નામ રવિ સવાણી (રહે.સ્ટાર ધર્મ રેસીડેન્સી,પાસોદરા પાટિયા, સુરત) , સુમિત મોરડીયા (રહે. આત્મિય વીલા, કામરેજ રોડ, સુરત), પ્રકાશ ગજેરા (રહે. સાકરધામ સોસાયટી,વરાછા, સુરત),પિયુષ માલવિયા (રહે. ભગવતી કૃપા સોસાયટી, વરાછા, સુરત) અને કલ્પેશ રોજાસરા (રહે. કોળી વાસ, વઢવાણ) હોવાનં જાણવા મળ્યું હતું. પોલીસે આ સંદર્ભમાં સુરતના સરથાણા જકાત નાકા પાસે આવેલા ટાઇમ શોપર અને રોયલ આર્કેડ કોમ્પ્લેક્સમાં દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. જેમાં આરોપીઓ ઓનલાઇન છેતરપિંડીના નાણાં અલગ અલગ ેએકાઉન્ટથી મેળવીને રોકી નામના વ્યક્તિને દુબઇ મોકલી આપતા હતા. આ ઉપરાંત, એકાઉન્ટ હોલ્ડર અને એકાઉન્ટ પ્રોવાઇડરને પણ કમિશન અપાતું હતું. આ અંગે સાયબર સેલના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે ચાઈનીઝ ગેંગ સાથે મળીને આરોપીઓ છેતરપિંડી આચરતા હતા. આ કેસમાં ૧૨.૭૫ લાખની રોકડ, ૭૦૮ સીમ કાર્ડ, ૬૪ ચેક બુક , ૩૪ પાસબુક, ૧૮ મોબાઇલ ફોન, દુબઇના મેટ્રો કાર્ડ અને મોબાઇલ સ્વાઇપ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, શનિવાર
સીબીઆઇ અને મુંબઇ સાયબર ક્રાઇમના નામે કોલ કરીેને અમદાવાદના એક દંપતિને ડરાવીને ૭૯ લાખની છેતરપિંડી કરનાર ગેંગના પાંચ સાગરિતોેને અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરતથી ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સાડા બાર લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં છેતરપિંડીના નાણાં હવાલાથી દુબઇ મોકલવામાં આવતા હતા. અમદાવાદમાં રહેતા એક વ્યક્તિને કરીને સીબીઆઇ અને મુંબઇ પોલીસમાં કેસ થયો હોવાનું કહીને ધમકાવીને તેની પત્ની સાથે ડીજીટલ અરેસ્ટ કરીને આરબીઆઇ દ્વારા નાણાંની ચકાસણી કરવાની હોવાનું કહીને ૭૯ લાખ જેટલી માતબર રકમની છેતરપિંડી કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા અગાઉ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા બાદ વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
જેમના નામ રવિ સવાણી (રહે.સ્ટાર ધર્મ રેસીડેન્સી,પાસોદરા પાટિયા, સુરત) , સુમિત મોરડીયા (રહે. આત્મિય વીલા, કામરેજ રોડ, સુરત), પ્રકાશ ગજેરા (રહે. સાકરધામ સોસાયટી,વરાછા, સુરત),પિયુષ માલવિયા (રહે. ભગવતી કૃપા સોસાયટી, વરાછા, સુરત) અને કલ્પેશ રોજાસરા (રહે. કોળી વાસ, વઢવાણ) હોવાનં જાણવા મળ્યું હતું. પોલીસે આ સંદર્ભમાં સુરતના સરથાણા જકાત નાકા પાસે આવેલા ટાઇમ શોપર અને રોયલ આર્કેડ કોમ્પ્લેક્સમાં દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. જેમાં આરોપીઓ ઓનલાઇન છેતરપિંડીના નાણાં અલગ અલગ ેએકાઉન્ટથી મેળવીને રોકી નામના વ્યક્તિને દુબઇ મોકલી આપતા હતા. આ ઉપરાંત, એકાઉન્ટ હોલ્ડર અને એકાઉન્ટ પ્રોવાઇડરને પણ કમિશન અપાતું હતું.
આ અંગે સાયબર સેલના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે ચાઈનીઝ ગેંગ સાથે મળીને આરોપીઓ છેતરપિંડી આચરતા હતા. આ કેસમાં ૧૨.૭૫ લાખની રોકડ, ૭૦૮ સીમ કાર્ડ, ૬૪ ચેક બુક , ૩૪ પાસબુક, ૧૮ મોબાઇલ ફોન, દુબઇના મેટ્રો કાર્ડ અને મોબાઇલ સ્વાઇપ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.