Bodeli : ના વાઘવા પાસે ડમ્પરની અડફેટે યુવાનનું મોત, અન્ય ગંભીર

Nov 19, 2026 - 07:30
Bodeli : ના વાઘવા પાસે ડમ્પરની અડફેટે યુવાનનું મોત, અન્ય ગંભીર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોડેલી તાલુકાના વાઘવા ગામના સીમાડે આવેલા શિહોદ-વાંકી માર્ગ પર હાઇવા ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. રેતીના ભારે વાહનોની અવરજવર માટે જાણીતા આ પંથકમાં સર્જાયેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને બેફામ દોડતા ભારે વાહનોની સમસ્યાને ચર્ચાના કેન્દ્રમાં લાવી છે.

તાલુકાના મોટા બુટિયાપુરા ગામના 40 વર્ષીય ઉદેશીંગ આપસિંગ તેમજ પાટિયા ગામના પ્રિતેશ સોમા તડવી બાઈક લઈ જઈ રહ્યા હતા. ત્યારે વાઘવા ગામના સીમાડે સિહોદ-વાંકી માર્ગ પર હાઇવા ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ટ્રકની નીચે ફ્સાઈ જઈને સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગઈ હતી. જેમાં ઉદેશીંગ આપસિંગનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રિતેશ સોમાભાઈ તડવીને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અકસ્મતની જાણ થતાં આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ બોડેલી પોલીસને કરાતાં પોલીસ કાફ્લો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લોકચર્ચા મુજબ આ દુર્ઘટના બાદ પણ જો ભારે વાહનોની અવરજવર અને માર્ગ સલામતી અંગે યોગ્ય પગલાં નહી લેવાય તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવી મુશ્કેલ બની શકે છે. હવે જોવાનું એ રહ્યું કે એક યુવાનના મોત બાદ તંત્ર જાગશે ખરું કે પછી રેતીના વાહનોની બેફામ દોડ વચ્ચે સામાન્ય નાગરિકોની સુરક્ષાનો પ્રશ્ન યથાવત રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0