Bhujમા રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો

ભુજના ટાઉનહોલ ખાતે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં પશુપાલન અને કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.પશુપાલન મંત્રીએ ૨૧મી પશુધન વસ્તી ગણતરીનો ભુજથી શુભારંભ કરાવ્યો હતો. પશુપાલક પુરસ્કાર વિતરણ ભુજ ખાતે કૃષિ, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ ૨૦૨૪ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ એવોર્ડ વિતરણ સમારોહ દરમિયાન પશુપાલન મંત્રીએ ૨૧મી પશુધન વસ્તી ગણતરીનો તેમજ પશુપાલક અકસ્માત વીમા યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.ભુજ ખાતે રૂપિયા ૧.૬૦ કરોડના ખર્ચે પશુરોગ અન્વેષણ એકમના નવનિર્મિત ભવનનું ઈ-લોકાર્પણ કરીને પશુપાલન મંત્રીએ ઉમેર્યું હતું કે, કચ્છ જિલ્લામાં પશુઓના રખરખાવ, સંવર્ધન અને સારવાર માટે આ એકમ મહત્વનું બની રહેશે. એવોર્ડ કારાયો એનાયત આજના કાર્યક્રમમાં શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના અંતર્ગત દેશી ઓલાદોનું સંવર્ધન, દૂધ ઉત્પાદન અને તેના વેલ્યુ એડીશનથી આર્થિક ઉપાર્જન, પશુ સ્વાસ્થ્ય, પશુ માવજત વગેરે ૬ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પશુપાલકોને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર અંતર્ગત પ્રથમ પુરસ્કાર કચ્છના શર્મા વરૂણભાઈ એનાયત કરવામાં આવ્યો હતો .આ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહમાં તાલુકાદીઠ બે પુરસ્કાર એમ રાજ્યના કુલ ૪૯૬ પશુપાલકોને પુરસ્કારોનું વિતરણ કારાયું હતું ભુજ ખાતે આયોજિત પશુપાલક પુરસ્કાર સમારોહમાં રૂ.૯૧.૩૮ લાખની રકમના કુલ ૫૬૬ પુરસ્કારો પશુપાલકોને એનાયત કરવામાં આવ્યા હતા. વળતરને લઈ કહી મોટી વાત ભુજથી પશુપાલન મંત્રીએ ૨૧મી પશુધન વસ્તી ગણતરીનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો. પશુધન વસ્તી ગણતરી પશુઓના સર્વાંગી વિકાસ અને સંબંધિત માળખાકીય સુવિધાઓના નિર્માણ તેમજ યોજનાકીય આયોજન માટે હોય પશુપાલકો સરકારને સચોટ માહિતી આપવા પશુપાલન મંત્રીએ અનુરોધ કર્યો હતો.વરસાદ લઈને ખેતીમાં થયેલ નુકશાન લઈને રાઘવજી પટેલએ નિવેદન આપતા કહ્યું જુલાઇ જે ખેડૂતોને નુકશાન થયું હતું તે ખેડૂતોને વળતર ચૂકવામાં આવી રહ્યું છે.જે ખેડૂતોને જુલાઇમાં વળતર ચૂકવામાં આવ્યું છે તેને અત્યારે વળતર નહી ચૂકવવામાં આવે તેવી સ્પષ્ટતા કરી હતી.  

Bhujમા રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભુજના ટાઉનહોલ ખાતે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં પશુપાલન અને કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.પશુપાલન મંત્રીએ ૨૧મી પશુધન વસ્તી ગણતરીનો ભુજથી શુભારંભ કરાવ્યો હતો.

પશુપાલક પુરસ્કાર વિતરણ

ભુજ ખાતે કૃષિ, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ ૨૦૨૪ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ એવોર્ડ વિતરણ સમારોહ દરમિયાન પશુપાલન મંત્રીએ ૨૧મી પશુધન વસ્તી ગણતરીનો તેમજ પશુપાલક અકસ્માત વીમા યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.ભુજ ખાતે રૂપિયા ૧.૬૦ કરોડના ખર્ચે પશુરોગ અન્વેષણ એકમના નવનિર્મિત ભવનનું ઈ-લોકાર્પણ કરીને પશુપાલન મંત્રીએ ઉમેર્યું હતું કે, કચ્છ જિલ્લામાં પશુઓના રખરખાવ, સંવર્ધન અને સારવાર માટે આ એકમ મહત્વનું બની રહેશે.


એવોર્ડ કારાયો એનાયત

આજના કાર્યક્રમમાં શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના અંતર્ગત દેશી ઓલાદોનું સંવર્ધન, દૂધ ઉત્પાદન અને તેના વેલ્યુ એડીશનથી આર્થિક ઉપાર્જન, પશુ સ્વાસ્થ્ય, પશુ માવજત વગેરે ૬ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પશુપાલકોને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર અંતર્ગત પ્રથમ પુરસ્કાર કચ્છના શર્મા વરૂણભાઈ એનાયત કરવામાં આવ્યો હતો .આ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહમાં તાલુકાદીઠ બે પુરસ્કાર એમ રાજ્યના કુલ ૪૯૬ પશુપાલકોને પુરસ્કારોનું વિતરણ કારાયું હતું ભુજ ખાતે આયોજિત પશુપાલક પુરસ્કાર સમારોહમાં રૂ.૯૧.૩૮ લાખની રકમના કુલ ૫૬૬ પુરસ્કારો પશુપાલકોને એનાયત કરવામાં આવ્યા હતા.

વળતરને લઈ કહી મોટી વાત

ભુજથી પશુપાલન મંત્રીએ ૨૧મી પશુધન વસ્તી ગણતરીનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો. પશુધન વસ્તી ગણતરી પશુઓના સર્વાંગી વિકાસ અને સંબંધિત માળખાકીય સુવિધાઓના નિર્માણ તેમજ યોજનાકીય આયોજન માટે હોય પશુપાલકો સરકારને સચોટ માહિતી આપવા પશુપાલન મંત્રીએ અનુરોધ કર્યો હતો.વરસાદ લઈને ખેતીમાં થયેલ નુકશાન લઈને રાઘવજી પટેલએ નિવેદન આપતા કહ્યું જુલાઇ જે ખેડૂતોને નુકશાન થયું હતું તે ખેડૂતોને વળતર ચૂકવામાં આવી રહ્યું છે.જે ખેડૂતોને જુલાઇમાં વળતર ચૂકવામાં આવ્યું છે તેને અત્યારે વળતર નહી ચૂકવવામાં આવે તેવી સ્પષ્ટતા કરી હતી.