Bhuj: પોલીસે 18 જુગારીઓને ઝડપ્યા, 41 લાખનો મુદ્દામાલ જપ્ત
ભુજના નાગોર નજીક ખુલ્લી જગ્યામાં બાવળની ઝાડીમાં 18 લોકો જુગાર રમતા હતા18 જુગારીઓની સાથે જ પોલીસે 41 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે પોલીસે રોકડ, મોબાઈલ, બાઈક અને કાર કરી જપ્ત રાજ્યમાં ફરી એક વાર જુગારીઓ ઝડપ્યા છે. ભુજ તાલુકાના નાગોર નજીક જુગાર રમતા ખેલીઓ ઝડપાયા છે. આ તમામ લોકો ખુલ્લી જગ્યામાં બાવળની ઝાડીમાં જુગાર રમતા હતા અને પોલીસે તમામ લોકોને ઝડપી લીધા છે અને આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 18 જુગારીઓની સાથે 41 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત નાગોરમાં એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરતા 18 જેટલા જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા છે અને સાથે જ રૂપિયા 41 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી લીધો છે. પોલીસે રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, બાઈકો અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કરીને તમામ જુગારીઓ વિરૂદ્ધ વધુ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. જુનાગઢમાં પણ હોટલમાં ઝડપાયુ જુગારધામ જુનાગઢ શહેરમાં પણ પોલીસે આજે જુગારધામ ઝડપ્યુ છે અને પોલીસે શહેરની પ્લેટિનિયમ હોટેલમાંથી જુગાર રમતી બે મહિલાઓની સાથે 12 જુગારીઓને ઝડપી લીધા છે અને આ તમામ લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે જૂનાગઢનમાં આવેલી પ્લેટિનિયમ હોટેલમાં માલિક દ્વારા જ બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડતા હોવાની બાતમી પોલીસને મળી હતી અને ત્યારબાદ પોલીસે આ જગ્યા પર દરોડા પાડીને બે મહિલા સહિત 12 શખ્સોને ઝડપી લીધા. હોટલમાં ચોથા માળે હોટલના માલિક યોગેશ મોરી દ્વારા જ રૂમ ભાડે આપવામાં આવતો હતો અને જુગાર રમાડવામાં આવતો હતો. પોલીસે આ 12 જુગારીઓની સાથે રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. સુરતમાં પણ શ્રાવણીયો જુગાર રમતા 9 જુગારીઓ ઝડપાયા સુરતમાં જુગાર રમતા 9 જુગારીઓ ઝડપાયા છે. એક મહિલા સહિત કુલ 9 લોકો જુગાર રમતા હતા, જેમને પોલીસે ઝડપી લીધા છે. ઓલપાડના સરોલ ગામે ફાર્મ હાઉસમાં જુગાર રમતા હતા. વિપુલ પાસાણી બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હતો, ત્યારે પોલીસે 1.36 લાખ રોકડા અને 2 કાર, 15 મોબાઈલ જપ્ત કર્યા છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ઝડપાયુ જુગારધામ લખતર તાલુકાના ઓળક ગામેથી જુગાર રમતા 9 જુગારીઓ ઝડપાયા છે. લખતર પોલીસને ખાનગી રહે બાદમી મળતા રેડ કરવામાં આવી હતી અને તમામ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. રેડ દરમિયાન ભરવાડ વાસમાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસે લાઈટના અજવાળામાં તીનપત્તીનો જુગાર રમતા 9 જુગારીઓને 10,850 રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આ 9 જુગારીઓને લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવીને કાયદા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભુજના નાગોર નજીક ખુલ્લી જગ્યામાં બાવળની ઝાડીમાં 18 લોકો જુગાર રમતા હતા
- 18 જુગારીઓની સાથે જ પોલીસે 41 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
- પોલીસે રોકડ, મોબાઈલ, બાઈક અને કાર કરી જપ્ત
રાજ્યમાં ફરી એક વાર જુગારીઓ ઝડપ્યા છે. ભુજ તાલુકાના નાગોર નજીક જુગાર રમતા ખેલીઓ ઝડપાયા છે. આ તમામ લોકો ખુલ્લી જગ્યામાં બાવળની ઝાડીમાં જુગાર રમતા હતા અને પોલીસે તમામ લોકોને ઝડપી લીધા છે અને આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે 18 જુગારીઓની સાથે 41 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
નાગોરમાં એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરતા 18 જેટલા જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા છે અને સાથે જ રૂપિયા 41 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી લીધો છે. પોલીસે રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, બાઈકો અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કરીને તમામ જુગારીઓ વિરૂદ્ધ વધુ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
જુનાગઢમાં પણ હોટલમાં ઝડપાયુ જુગારધામ
જુનાગઢ શહેરમાં પણ પોલીસે આજે જુગારધામ ઝડપ્યુ છે અને પોલીસે શહેરની પ્લેટિનિયમ હોટેલમાંથી જુગાર રમતી બે મહિલાઓની સાથે 12 જુગારીઓને ઝડપી લીધા છે અને આ તમામ લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે જૂનાગઢનમાં આવેલી પ્લેટિનિયમ હોટેલમાં માલિક દ્વારા જ બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડતા હોવાની બાતમી પોલીસને મળી હતી અને ત્યારબાદ પોલીસે આ જગ્યા પર દરોડા પાડીને બે મહિલા સહિત 12 શખ્સોને ઝડપી લીધા. હોટલમાં ચોથા માળે હોટલના માલિક યોગેશ મોરી દ્વારા જ રૂમ ભાડે આપવામાં આવતો હતો અને જુગાર રમાડવામાં આવતો હતો. પોલીસે આ 12 જુગારીઓની સાથે રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
સુરતમાં પણ શ્રાવણીયો જુગાર રમતા 9 જુગારીઓ ઝડપાયા
સુરતમાં જુગાર રમતા 9 જુગારીઓ ઝડપાયા છે. એક મહિલા સહિત કુલ 9 લોકો જુગાર રમતા હતા, જેમને પોલીસે ઝડપી લીધા છે. ઓલપાડના સરોલ ગામે ફાર્મ હાઉસમાં જુગાર રમતા હતા. વિપુલ પાસાણી બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હતો, ત્યારે પોલીસે 1.36 લાખ રોકડા અને 2 કાર, 15 મોબાઈલ જપ્ત કર્યા છે.
સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ઝડપાયુ જુગારધામ
લખતર તાલુકાના ઓળક ગામેથી જુગાર રમતા 9 જુગારીઓ ઝડપાયા છે. લખતર પોલીસને ખાનગી રહે બાદમી મળતા રેડ કરવામાં આવી હતી અને તમામ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. રેડ દરમિયાન ભરવાડ વાસમાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસે લાઈટના અજવાળામાં તીનપત્તીનો જુગાર રમતા 9 જુગારીઓને 10,850 રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આ 9 જુગારીઓને લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવીને કાયદા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.