Bhuj પાલિકાના કોર્પોરેટર ધર્મેશ ગોરને મારી નાખવાની ધમકી આપી શખ્સોએ કર્યુ ફાયરિંગ
ભુજ ન.પા.ના કોર્પોરેટરની ઓફિસ બહાર ફાયરિંગ ધર્મેશ ગોરની મુન્દ્રા રોડની ઓફિસ બહાર ફાયરિંગ 9 જેટલા શખ્સો વાહનોમાં તોડફોડ કરી ફરાર ભુજ પાલિકાના કોર્પોરેટર ધર્મેશ ગોરને અજાણ્યા શખ્સોએ મારી નાખવાની ધમકી આપી છે,સાથે સાથે તેમની ઓફીસની બહાર ફાયરીંગ કરી વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે,સમગ્ર ઘટનામાં ભુજ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,અંગત અદાવતમાં ફાયરીંગ તેમજ વાહનોમાં તોડફોડ થઈ હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી છે. મોડીરાત્રે બની ઘટના ભુજ નગરપાલિકાના કોર્પોરેટર ધર્મેશ ગોરની ઓફીસની બહાર કેટલાક વ્યકિતઓ દ્રારા ફાયરીંગ કરાતા આસપાસના લોકોના જીવ તાળવે ચોંટયા હતા,સાથે સાથે કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી,સમગ્ર ઘટનાને લઈ પોલીસના ધાડે ધાડા ઘટના સ્થળે હાજર થઈ ગયા હતા અને સીસીટીવીના આધારે તપાસ હાથધરી હતી,હજી આ 9 શખ્સોની ઓળખ થઈ ન હતી,જયારે પોલીસ આરોપીઓને ઝડપશે ત્યારે ખબર પડશે કે કઈ વાતને લઈ તોડફોડ અને ફાયરીંગ કરવામાં આવ્યું.મુન્દ્રા રોડ પર આવી છે ઓફીસકોર્પોરેટરની ઓફીસની બહાર ફાયરીંગ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને પોલીસે રોડ કોર્ડન કર્યો હતો,સમગ્ર ઘટનાને લઈ પોલીસે કોર્પોરેટરની ફરિયાદ નોંધી છે,પરંતુ આ ફરિયાદ હજી નામ જોગ નથી નોંધાઈ,પોલીસ દ્રારા આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.કોર્પોરેટરને પણ ખબર નથી કોના દ્રારા આ ફાયરીંગ કરવામાં આવ્યું છે,ત્યારે અગામી સમયમાં પોલીસ આરોપી નહી ઝડપાય તો અલગ-અલગ ટીમો પણ બનાવશે અને તેને શોધવાની કામગીરી પણ કરશે. કોર્પોરેટર મૂકાયા ચિંતામાં પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,પ્રાથમિક રીતે અંગત અદાવતમાં આ ફાયરીંગ થયું છે.પરંતુ રાત્રીનો સમય હોવાથી સીસીટીવીમાં ચોખ્ખું નથી દેખાતુ કે આ આરોપીઓ કોણ છે.પોલીસે સીસીટીવી જપ્ત કર્યા છે તેમજ આગળના રોડ પરથી પણ અન્ય સીસીટીવી લીધા છે.કોર્પોરેટરને સમગ્ર ઘટનામાં કોઈ ઈજા પહોંચી નથી અને કોઈ જાનહાની થઈ નથી પરંતુ પોલીસે આ ફાયરીંગ અને જાનથી મારી નાખવાના ગુનામાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભુજ ન.પા.ના કોર્પોરેટરની ઓફિસ બહાર ફાયરિંગ
- ધર્મેશ ગોરની મુન્દ્રા રોડની ઓફિસ બહાર ફાયરિંગ
- 9 જેટલા શખ્સો વાહનોમાં તોડફોડ કરી ફરાર
ભુજ પાલિકાના કોર્પોરેટર ધર્મેશ ગોરને અજાણ્યા શખ્સોએ મારી નાખવાની ધમકી આપી છે,સાથે સાથે તેમની ઓફીસની બહાર ફાયરીંગ કરી વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે,સમગ્ર ઘટનામાં ભુજ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,અંગત અદાવતમાં ફાયરીંગ તેમજ વાહનોમાં તોડફોડ થઈ હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી છે.
મોડીરાત્રે બની ઘટના
ભુજ નગરપાલિકાના કોર્પોરેટર ધર્મેશ ગોરની ઓફીસની બહાર કેટલાક વ્યકિતઓ દ્રારા ફાયરીંગ કરાતા આસપાસના લોકોના જીવ તાળવે ચોંટયા હતા,સાથે સાથે કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી,સમગ્ર ઘટનાને લઈ પોલીસના ધાડે ધાડા ઘટના સ્થળે હાજર થઈ ગયા હતા અને સીસીટીવીના આધારે તપાસ હાથધરી હતી,હજી આ 9 શખ્સોની ઓળખ થઈ ન હતી,જયારે પોલીસ આરોપીઓને ઝડપશે ત્યારે ખબર પડશે કે કઈ વાતને લઈ તોડફોડ અને ફાયરીંગ કરવામાં આવ્યું.
મુન્દ્રા રોડ પર આવી છે ઓફીસ
કોર્પોરેટરની ઓફીસની બહાર ફાયરીંગ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને પોલીસે રોડ કોર્ડન કર્યો હતો,સમગ્ર ઘટનાને લઈ પોલીસે કોર્પોરેટરની ફરિયાદ નોંધી છે,પરંતુ આ ફરિયાદ હજી નામ જોગ નથી નોંધાઈ,પોલીસ દ્રારા આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.કોર્પોરેટરને પણ ખબર નથી કોના દ્રારા આ ફાયરીંગ કરવામાં આવ્યું છે,ત્યારે અગામી સમયમાં પોલીસ આરોપી નહી ઝડપાય તો અલગ-અલગ ટીમો પણ બનાવશે અને તેને શોધવાની કામગીરી પણ કરશે.
કોર્પોરેટર મૂકાયા ચિંતામાં
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,પ્રાથમિક રીતે અંગત અદાવતમાં આ ફાયરીંગ થયું છે.પરંતુ રાત્રીનો સમય હોવાથી સીસીટીવીમાં ચોખ્ખું નથી દેખાતુ કે આ આરોપીઓ કોણ છે.પોલીસે સીસીટીવી જપ્ત કર્યા છે તેમજ આગળના રોડ પરથી પણ અન્ય સીસીટીવી લીધા છે.કોર્પોરેટરને સમગ્ર ઘટનામાં કોઈ ઈજા પહોંચી નથી અને કોઈ જાનહાની થઈ નથી પરંતુ પોલીસે આ ફાયરીંગ અને જાનથી મારી નાખવાના ગુનામાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.