Bhavnagarમાં મહિલા પોલીસકર્મીના પુત્રની ઘાતકી હત્યા, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં હત્યાના બનાવો નિરંતર વધતા હોય તેમ જણાઈ રહ્યું છે. જેના લીધે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ધીમે ધીમે કથળી રહ્યા છે. ગુનેગારો હત્યા અને હત્યાના પ્રયાસ જેવી ઘટનાઓ ને અંજામ આપતા હોય છે. ભાવનગર શહેરમાંથી હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરની ફરતી સડક પાસે હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં એક પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી દેવાઈ હતી. જેના લીધે શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.
મહિલા પોલીસના પુત્રની હત્યા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં યુવકની એક હત્યાનો બનાવ બન્યો હતો. ભાવનગર શહેરમાં એક સડક પાસે હત્યા કરી દેવાઈ હતી. જેના લીધે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. મહિલા પોલીસ કર્મચારીના પુત્રની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, કોઈ જૂની અદાવતને લઈને 2 આરોપીઓએ મહિલા પોલીસ પુત્રની ઘાતક હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન છે.
પોલીસે તપાસ શરુ કરી
પોલીસપુત્રની ઘાતકી હત્યા કરી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.તેમજ પોલીસને ઘટના અંગે જાણ કરાતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે આવીને લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવી હતી. તો જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાન પણ અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલો હતો. જે જામીન ઉપર જેલથી બહાર હતો. જેમાં મોકો જોઈને આરોપીઓએ યુવકની હત્યા કરી નાખી હતી.
What's Your Reaction?






