Bhavnagarના સિહોરમાં ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ, અનેક ગામોમાં મેઘમહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં આજે ગાજવીજ, વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. સવારથી લઈને અત્યાર સુધીમાં સિહોર ખાતે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સિહોર શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ સારી એવી બેટિંગ કરી છે.
સિહોરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ
સિહોર તાલુકાના ટાણા, વરલ, દેવગાણા, જાંબાળા, સર સાગવાડી, રાજપરા, સુરકા, ઘાઘળી સહિતના ગામોમાં જોરદાર વરસાદ વરસ્યો છે. આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતાં ખેતરોમાં પાણી વહેતા થયા હતા. ખેડૂતો આ વરસાદને લઈને આનંદની લાગણી અનુભવી રહ્યા છે. કારણ કે આ વરસાદ ઉભા પાક માટે લાભદાયી સાબિત થઈ શકે છે.
વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ ચાલુ
એક તરફ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાના કારણે સલામતીની દૃષ્ટિએ લોકોને સાવચેતી રાખવા જણાવાયું હતું. જોકે ટૂંકા સમયમાં સારો વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણીની રેલમછેલ જોવા મળી હતી. જેનાથી વાહનચાલકોને થોડી અગવડતા પડી હતી.
What's Your Reaction?






