Bhavnagar: સિહોરના ભુતિયા ગામે વાડીમાં મજૂરો વચ્ચે થયેલી મારામારી હત્યામાં પલટાઈ, ગોધરાના યુવકનું સારવાર દરમિયાન મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભુતિયા ગામની સીમમાં ગત મોડી રાત્રે મજૂરો વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ આજે સવારે હત્યાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. વાડીમાં કામ કરતા મજૂરો વચ્ચે થયેલા ઝઘડામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
વાડીમાં મજૂરો વચ્ચેના ઝઘડાએ લીધો જીવ
મળતી માહિતી મુજબ, ભુતિયા ગામની એક વાડીમાં મજૂરીકામ કરતા મજૂરો વચ્ચે કોઈ કારણોસર તકરાર થઈ હતી, જે બાદ મારામારીમાં પરિણમી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા ગોધરાના વતની ચિમનભાઈ હરિભાઈ નાયકને સવારે 9:30 વાગ્યાના સુમારે 108 એમ્બ્યુલન્સ મારફતે સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ સિહોર DYSP દહિયા, સોનગઢ PI સોલંકી અને ઉમરાળા PI ચૌધરી સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા વાડી અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં મૃતકના પત્નીની ફરિયાદના આધારે ઉમરાળા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Gandhinagar: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ આશા વર્કર બહેનોનો આક્રોશ, કાળી પટ્ટી ધારણ કરી શોષણ સામે યોજી વિશાળ રેલી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

