Bhavnagar: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ટીમાણા ગામે શિવશક્તિ પ્રાકૃતિક ફાર્મની લીધી મુલાકાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા કનુભાઈ ભટ્ટના શિવશક્તિ ફાર્મની મુલાકાત લઈ તેમની કૃષિ અંગેની પ્રવૃત્તિઓને નિહાળી હતી. રાજ્યપાલએ ટીમાણા પ્રાકૃતિક કૃષિ મહિલા વિકાસ જૂથની પણ મુલાકાત લીધી હતી. રાજ્યપાલે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલે ટીમાણા ગામે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂત કનુભાઈ ભટ્ટના ખેતરની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરતા 27 ભાઈ-બહેનો સાથે સંવાદ કર્યો હતો. રાજ્યપાલએ ખેડૂતો સાથે વાર્તાલાપ કરી પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ અંગે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો ખેડૂતો સાથેની વાતચીતમાં રાજ્યપાલએ જણાવ્યું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી જે પાકોનું ઉત્પાદન થાય છે, એ માનવીના શરીર માટે ખુબ જ ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. તેમણે વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા રાજ્યપાલની મુલાકાત વેળાએ ભાવનગર કલેક્ટર આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી જી. એચ. સોલંકી, નાયબ ખેતી નિયામક જે. એન. પરમાર તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી કરવાનું આહવાન કરતા જણાવ્યું કે, આજે જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું જાય છે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત કરી રહ્યા છે ત્યારે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણા સ્વાસ્થ્યની પણ ચિંતા કરવાની જરૂર છે. મુખ્યમંત્રીએ સ્વચ્છતા પર ભાર મુક્યો મુખ્યમંત્રીએ સ્વચ્છતા પર ભાર મુકતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી છે. ત્યારે સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર બનાવી આપણા ઘર, આંગણા અને વિસ્તારને સ્વચ્છ, સુંદર રાખીએ. તેમણે કહ્યું કે, વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ. સમગ્ર આયોજન અને ટીમને બિરદાવ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને વૈશ્વિક લોકપ્રિય નેતા નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર વિકાસના કામો કરી રહી છે. કોબડી ગૌશાળામાં બિમાર અને ઘરડી ગાયોનું અહીં નિદાન કરવામાં આવે છે ત્યારે સમગ્ર આયોજન અને ટીમને બિરદાવ્યા હતા.

Bhavnagar: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ટીમાણા ગામે શિવશક્તિ પ્રાકૃતિક ફાર્મની લીધી મુલાકાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા કનુભાઈ ભટ્ટના શિવશક્તિ ફાર્મની મુલાકાત લઈ તેમની કૃષિ અંગેની પ્રવૃત્તિઓને નિહાળી હતી. રાજ્યપાલએ ટીમાણા પ્રાકૃતિક કૃષિ મહિલા વિકાસ જૂથની પણ મુલાકાત લીધી હતી.

રાજ્યપાલે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું

ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલે ટીમાણા ગામે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂત કનુભાઈ ભટ્ટના ખેતરની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરતા 27 ભાઈ-બહેનો સાથે સંવાદ કર્યો હતો. રાજ્યપાલએ ખેડૂતો સાથે વાર્તાલાપ કરી પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ અંગે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો

ખેડૂતો સાથેની વાતચીતમાં રાજ્યપાલએ જણાવ્યું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી જે પાકોનું ઉત્પાદન થાય છે, એ માનવીના શરીર માટે ખુબ જ ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. તેમણે વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.


કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા

રાજ્યપાલની મુલાકાત વેળાએ ભાવનગર કલેક્ટર આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી જી. એચ. સોલંકી, નાયબ ખેતી નિયામક જે. એન. પરમાર તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ

મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી કરવાનું આહવાન કરતા જણાવ્યું કે, આજે જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું જાય છે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત કરી રહ્યા છે ત્યારે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણા સ્વાસ્થ્યની પણ ચિંતા કરવાની જરૂર છે.

મુખ્યમંત્રીએ સ્વચ્છતા પર ભાર મુક્યો

મુખ્યમંત્રીએ સ્વચ્છતા પર ભાર મુકતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી છે. ત્યારે સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર બનાવી આપણા ઘર, આંગણા અને વિસ્તારને સ્વચ્છ, સુંદર રાખીએ. તેમણે કહ્યું કે, વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ.

સમગ્ર આયોજન અને ટીમને બિરદાવ્યા હતા

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને વૈશ્વિક લોકપ્રિય નેતા નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર વિકાસના કામો કરી રહી છે. કોબડી ગૌશાળામાં બિમાર અને ઘરડી ગાયોનું અહીં નિદાન કરવામાં આવે છે ત્યારે સમગ્ર આયોજન અને ટીમને બિરદાવ્યા હતા.