Bhavnagar ડિવિઝનના કર્મચારીઓની મદદથી ટ્રેનમા છૂટી ગયેલો મોબાઈલ રેલ યાત્રીને પરત કર્યો

Jan 27, 2025 - 16:00
Bhavnagar ડિવિઝનના કર્મચારીઓની મદદથી ટ્રેનમા છૂટી ગયેલો મોબાઈલ રેલ યાત્રીને પરત કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વેસ્ટર્ન રેલ્વે, ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ તેમના સમ્માનનીય મુસાફરોને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. એક રેલયાત્રી ટ્રેન નં. 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસના H-1 કોચ (એર-કન્ડિશન્ડ ફર્સ્ટ ક્લાસ)માં અમદાવાદથી જૂનાગઢ સુધી યાત્રા કરી રહ્યા હતા, 25 જાન્યુઆરી, 2025 (શનિવાર) ના રોજ જૂનાગઢ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે ભુલથી તેનો મોબાઇલ (આઇ-ફોન) ટ્રેનમાં છૂટી ગયો હતો, જેની કિંમત મુસાફરની માહિતી મુજબ રૂ. 1,50,000/- હતી. .

મુસાફર ભુલી ગયો હતો મોબાઈલ

ભાવનગર ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદે જણાવ્યું હતું કે જૂનાગઢ સ્ટેશનેથી ટ્રેન ઉપડ્યા બાદ જ્યારે મુસાફરને તેનો મોબાઈલ (આઈ-ફોન) મળ્યો ન હતો, ત્યારે તેણે તાત્કાલિક જૂનાગઢ ટિકિટ નિરીક્ષક અજય સોલંકીનો તેમની ઓફિસમાં સંપર્ક કર્યો હતો અને સમગ્ર વાત ઝણાવી. તેમણે તે ટ્રેનના કોચમાં કાર્ય કરતા ટિકિટ નિરીક્ષક એસ. પી. મીણા નો સંપર્ક કરી ગુમ થયેલ મોબાઈલ અંગે જાણ કરી હતી.

સંબંધિત કર્મચારીઓની પ્રશંસા કરી

જ્યારે ટિકિટ નિરીક્ષક ઉલ્લેખિત કોચ પાસે ગયા ત્યારે તેમને બર્થ પર મોબાઈલ ફોન મળ્યો હતો, જે અંગે તેમણે જૂનાગઢના ટિકિટ નિરીક્ષકને જાણ કરી હતી. તે સમયે ટ્રેન કેશોદ સ્ટેશને પહોંચવાની હતી ત્યારે કેશોદમાં કાર્ય કરતી મહિલા કર્મચારી ગીતા જોશી (ઈસીઆરસી) જૂનાગઢ આવવાની હતી. ટીકીટ ઈન્સ્પેકટરે તેમનો સંપર્ક કરી મોબાઈલ ફોન તેમને આપ્યો હતો, તેઓ મોબાઈલ જૂનાગઢ ખાતે લાવી મુસાફરને આપ્યો હતો. મોબાઈલ મળતાં પેસેન્જરે ટિકિટ નિરીક્ષક અજય સોલંકી અને રેલવે પ્રશાસનનો આભાર માન્યો હતો.ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે ઉપરોક્ત કામગીરી બદલ સંબંધિત કર્મચારીઓની પ્રશંસા કરી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0