Bhavnagar News: શહેરના પૂર્વ મેયર ભરત બારડની ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી, પત્તુ કપાઈ જતાં રોષે ભરાયા

Apr 10, 2026 - 14:30
Bhavnagar News: શહેરના પૂર્વ મેયર ભરત બારડની ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી, પત્તુ કપાઈ જતાં રોષે ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ મેયર ભરત બારડની કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. હકાલપટ્ટી થતાં તેઓ ગુસ્સે ભસાયા હતાં. શહેર ભાજપ પ્રમુખ પાસે ફરિયાદ કરવા જતા રોક્યા હતાં. શહેર ભાજપ મહામંત્રી મુકેશ ડાભી સાથે ચકમક થઈ હતી. તેમણે કહ્યું હતું કે, આ પાર્ટી કોઈના બાપની નથી અમે ઉભી કરી છે. છેલ્લા પાંચ દિવસથી તેઓ નારાજ હોવાનું સામે આવ્યું છે. તેમનું પત્તુ કપાઈ જતાં તેઓ રોષે ભરાયા છે.

ભાવનગરમાં ભાજપમાં આંતરિક વિવાદ

ભાજપે આ વખતે 60 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા ઉમેદવારો અને ત્રણ ટર્મ ચૂંટણી લડેલા ઉમેદવારોને આ વખતે ટિકિટ નહીં આપવાનો નિયમ બનાવ્યો છે. ભાજપે આ વખતે યુવાનોને ટિકિટ આપવા માટે પ્રયાસો કર્યા છે. ત્યારે ભાવનગરમાં ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. પૂર્વ મેયર ભરતભાઈ બારડની શહેર ભાજપ કાર્યાલયમાંથી હાકલપટ્ટી કરવામાં આવતા તેઓ ગુસ્સે ભરાયા હતાં.

ભાજપ મહામંત્રી મુકેશભાઈ ડાભી સાથે ચકમક

શહેર ભાજપ પ્રમુખ પાસે ફરિયાદ કરવા જતા તેમને કાર્યાલયમાં રોકી લેવામાં આવતા શહેર ભાજપ મહામંત્રી મુકેશભાઈ ડાભી સાથે ચકમક થઈ હતી. તેમણે કહ્યું હતું કે પાર્ટી કોઈ ના બાપની નથી અમે ઉભી કરેલી છે. 60 વર્ષથી ઉપરના લોકોને પક્ષ દ્વારા ટીકીટ નહીં આપવાની વાતને લઈ પૂર્વ મેયર ભરત બારડનું પત્તુ કપાઈ જતા તેઓ રોષે ભરાયા હતાં. છેલ્લા ચાર પાંચ દિવસથી પૂર્વ મેયર ભરત બારડની નારાજગી પાર્ટી સામે ખૂબ જ વધી છે જે હવે ખુલીને બહાર આવી હતી.

આ પણ વાંચો: Ahmedabad: ચાંદખેડા બાળકી મોત કેસ, પુત્ર પ્રાપ્તિની ઝંખનાએ બે માસૂમોનો ભોગ લીધો? ડાયરી અને બ્લડ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0