Bhavnagar News: કુંભારવાડા વિસ્તારમાં સમાધાન કરવા બોલાવી યુવક પર છરી વડે ખૂની હુમલો, પરિવારને ધમકી

Oct 6, 2026 - 00:00
Bhavnagar News: કુંભારવાડા વિસ્તારમાં સમાધાન કરવા બોલાવી યુવક પર છરી વડે ખૂની હુમલો, પરિવારને ધમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અશ્લીલ અને અભદ્ર મેસેજ મોકલવાના વિવાદને લઈને મામલો વધુ ઉગ્ર બન્યો હતો. મહિલાઓને અશ્લીલ મેસેજ કરવાના મામલે બંને પક્ષો વચ્ચે સમાધાન કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મામલે પીડિત પરિવાર જ્યારે સમાધાન કરવા માટે પહોંચ્યો ત્યારે અચાનક વિવાદ વધી ગયો હતો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

ઘરમાં બોલાવીને યુવક પર છરી વડે જીવલેણ હુમલો

સમાધાનની વાતચીત દરમિયાન આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈને પીડિત પરિવારને ઘરની અંદર બોલાવવામાં આવ્યા હતા. ઘરમાં પ્રવેશતા જ તેમને ધક્કો મારીને નીચે પાડી દેવામાં આવ્યા હતા અને અશ્લીલ મેસેજ મોકલનારના પરિવારજનો દ્વારા યુવક ઉપર અચાનક છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવક લોહીલુહાણ થઈ ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

=" target="_blank"> =

ગંભીર ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં દાખલ અને ધમકીના આક્ષેપ

આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે પીડિત પરિવાર દ્વારા વિરોધી પક્ષના લોકો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, હુમલાખોરોએ તેમને જાનથી મારી નાંખવાની અને ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ પણ આપી હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: Bhavnagar News: મહેસૂલી કર્મચારીઓનું આંદોલન ઉગ્ર, કલેક્ટર કચેરીના 400થી વધુ કર્મચારીઓ સામૂહિક રજા પર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0