Bhavnagar News: પાલીતાણાના ભાજપના નગરસેવકનું જુગારધામ ઝડપાયું, LCBના દરોડામાં તુષાર માળી ફરાર, 13 સામે ગુનો નોંધાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર જિલ્લામાં ફરી એકવાર ભાજપના પદાધિકારીના કારણે પક્ષની છબી ખરડાય તેવી ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાલીતાણા તાલુકાના બુઢણા ગામે ધમધમતા એક જુગારધામ પર મધરાતે ત્રાટકીને મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ રેડમાં પાલીતાણા નગરપાલિકાના શાસક પક્ષના નગરસેવકની સંડોવણી ખુલતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.
નગરસેવક તુષાર માળી પોલીસને થાપ આપી ફરાર
LCBની ટીમે જ્યારે બુઢણા ગામે રેડ કરી ત્યારે સ્થળ પરથી 6 જુગારીઓ ઝડપાઈ ગયા હતા. જોકે, પાલીતાણા નગરપાલિકાના વોર્ડ નંબર 2ના ભાજપના નવનિયુક્ત અને બિનહરીફ ચૂંટાયેલા નગરસેવક તુષાર માળી પોલીસને જોઈને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે તુષાર માળી સહિત કુલ 13 શખ્સો વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુદ્દામાલ જપ્ત અને વધુ તપાસ
પોલીસે રેડ દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક જવાબદાર લોક પ્રતિનિધિ પોતે જ જુગાર જેવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાની વાત વાયુવેગે પ્રસરતા રાજકીય આલમમાં પણ ખળભળાટ મચી ગયો છે. હાલમાં પોલીસે ફરાર નગરસેવક અને અન્ય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - Bhavnagar News: સિહોરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, 8 લોકોને અડફેટે લેતા લોહીલુહાણ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

