Bhavnagar: સદસ્યતા અભિયાનમાં ભાજપના નેતાઓની મૂંઝવણ વધી, OTPથી લોકો ગભરાય છે
ભાવનગરમાં છેલ્લા પંદર દિવસથી ભાજપ સભ્યો વધારવા ઉધામા કરે છે. પૂર્વ - પશ્ચિમ વિધાનસભામાં કુલ બે લાખ સભ્યો બનાવવા વોર્ડ પ્રમુખ, નગરસેવકોથી લઈને ધારાસભ્ય, સાંસદ સુધીને ટાર્ગેટ આપી દેવાયા હતા. જેના લીધે કાર્યકરોમાં ભારે કચવાટ ફેલાયો છે. સભ્ય બનવા માટે લોકો તૈયાર નહી થતા હવે સોદાબાજી ચાલુ થઈ છે. ભાજપના નગરસેવક અને પૂર્વે સ્ટેન્ડીંગ ચેરમેન યુવરાજસિંહ ગોહીલનો વીડિયો વાઈરલ થતા રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે. 100 સભ્ય બનાવો અને રૂપિયા 500 મારી પાસેથી લઈ જજો તેમ ખુલ્લેઆમ સોદાબાજી કરતા ભાજપના જ વિરોધી જૂથે આ વીડિયો વધુમાં વધુ વાઈરલ થાય તેવા પ્રયત્નો ચાલુ કર્યા છે. ભાવનગરમાં અઢી દાયકાથી મહાનગર પાલિકામાં ભાજપનું શાસન છે. રખડતા ઢોર. કચરો, રોડમાં ખાડા તેમજ વિકાસના ટલ્લે ચડેલા પ્રોજેક્ટમાં ફ્લાયઓવરથી લઈને અનેક પ્રાથમિક સમસ્યાઓથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે, એવા સંજોગોમાં ભાજપના સદસ્યતા અભિયાનમા નેતાઓ રોડ પર નિકળતા લોકો મોઢું ફેરવી રહ્યા છે. નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જેથી ભાજપના કાર્યકરોની મુંઝવણ વધી છે. સદસ્યો બનાવવા માટે હોદ્દા પ્રમાણે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેથી વોર્ડના કાર્યકરોમાં ભારોભાર નારાજગી જન્મી છે. જે કામ સ્વૈચ્છીક કરવામાં આવતુ હતુ. તેમાં ટાર્ગેટ આપવામાં આવતા ઘણા કાર્યકરો નિષ્ક્રીય થઈ ગયા છે. સભ્યો બનાવવામાં નેવાના પાણી મોભે ચડાવવા સમાન બન્યુ ભાવનગરના ઉત્તર સરદારનગર તરસમિયા વોર્ડના નગરસેવક અને પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલે પોતાનો લક્ષ્યાંક પુરો કરવા ખુલ્લેઆમ સોઇબાજી ચાલુ કરી છે. 100 સભ્યો બનાવવાની જવાબદારી સોંપીને રૂપિયા 500 આપવાની ખાત્રી આપતા હોય તેવો વીડિયો વાઈરલ થતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે, એટલુ જ નહિ આ વીડિયો પણ સરકારી કચેરીનો છે. તરસમિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવેલા લોકો સાથે સોદાબાજી કરવામાં આવી રહી છે. આ ઘટના પરથી બહાર આવ્યુ છે કે, હવે ભાજપના નેતાઓને સભ્યો બનાવવામાં નેવાના પાણી મોભે ચડાવવા સમાન બન્યુ છે. સભ્ય નોંધણી સાથે ઓટીપી આવે છે. તે ઓટીપીની વાત કરતા જ લોકો સભ્ય બનવાની ના પાડી રહ્યા છે. કંઈક પૈસા કપાઈ જશે તો તેવો પણ સવાલ ઉઠાવી રહ્યા છે. ભાવનગરની જનતાને પ્રાથમિક સુવિધાઓમાં જ પડતી હાડમારીનો અનુભવ ભાજપના નેતાઓને હવે સભ્ય નોધણી વખતે અનુભવ થયો છે. છેવટે સોદાબાજી ઉપર આવીને સભ્યો બતાવવા ધમપછાડા ચાલુ કર્યા છે. કોને કેટલો લક્ષ્યાંક અપાયો છે. નગરસેવક - 2000 ધારાસભ્ય - 5000 સંસદસભ્ય - 10,000 વોર્ડ પ્રમુખ - 100 ચિત્રામાં કાર્યકરોને કારખાનેદારોએ રોકડું પરખાવ્યુ સજ્યની નોંધણી કરવા કાર્યકરો, નેતાઓ ખાનગી કોલેજ સંસ્થાઓ, હીરાના કારખાના, છાત્રાલયોને પકડી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ચિત્રા, બોરતળાવ વિસ્તારમાં ભાજપના નેતાઓ હીરાના કારખાનામાં સભ્ય બનાવવા ગયા હતા. જ્યા કારખાનેદારે રોકડું પરખાવ્યુ હતુ કે, અમારે સભ્ય નથી બનવુ, કારણ કે વર્ષોથી ફ્લાયઓવરનું કામ ચાલુ છે. ટ્રાફીકથી અમે ગળે આવી ગયા છીએ. કોઈ અમારૂ સાંભળતુ નથી, તેવી રાવ કરી હતી. જેથી વીલા મોટે સભ્ય બનાવ્યા વગર ભાજપના કાર્યકરો પરત કર્યા હતા. ગણેશ મહોત્સવમાં પણ સભ્ય બનાવવા કાઉન્ટર ઉભું કર્યું ગણેશ મહોત્સવમાં લોકો દર્શન કરવા જતા હતા, જેમાં ભીડનો લાભ લેવા ભાજપના નેતાઓએ સદસ્યતા નોંધણીનું કાઉન્ટર ઉભું કરી દીધુ હતું. પરંતુ લોકો દર્શન કરીને જતા રહેતા હતા. કાળિયાબીડ વિસ્તારમાં ગણેશજીના પંડાલમાં જ નોંધણી ચાલુ કરી હતી, પરંતુ મેં ના પાડી દીધી હતી, તેમ એક નગરજને માહિતી આપતા જણાવ્યુ હતું. પંદર દિવસમાં 90 હજાર સભ્યોની નોંધણી કરાઈ ભાવનગરમાં 2જી સપ્ટેમ્બરથી ભાજપના સદસ્યની નોંધણી ચાલુ કરવામાં આવી છે. છેલ્લા પંદર દિવસમાં 90 હજાર સભ્યોની નોંધલી થઈ હોવાનું ભાજપના એક નેતાએ જણાવ્યું હતું. પૂર્વમાં 1 લાખ અને પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં 1 લાખ સભ્ય બનાવવાનો ટાર્ગેટ હોવાનું સદસ્યતા નોંધણી કાર્યક્રમના આરંભે પ્રેસ કોન્સકન્સમાં ભાજપના નેતાઓએ જણાવ્યુ હતુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરમાં છેલ્લા પંદર દિવસથી ભાજપ સભ્યો વધારવા ઉધામા કરે છે. પૂર્વ - પશ્ચિમ વિધાનસભામાં કુલ બે લાખ સભ્યો બનાવવા વોર્ડ પ્રમુખ, નગરસેવકોથી લઈને ધારાસભ્ય, સાંસદ સુધીને ટાર્ગેટ આપી દેવાયા હતા. જેના લીધે કાર્યકરોમાં ભારે કચવાટ ફેલાયો છે. સભ્ય બનવા માટે લોકો તૈયાર નહી થતા હવે સોદાબાજી ચાલુ થઈ છે. ભાજપના નગરસેવક અને પૂર્વે સ્ટેન્ડીંગ ચેરમેન યુવરાજસિંહ ગોહીલનો વીડિયો વાઈરલ થતા રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે. 100 સભ્ય બનાવો અને રૂપિયા 500 મારી પાસેથી લઈ જજો તેમ ખુલ્લેઆમ સોદાબાજી કરતા ભાજપના જ વિરોધી જૂથે આ વીડિયો વધુમાં વધુ વાઈરલ થાય તેવા પ્રયત્નો ચાલુ કર્યા છે.
ભાવનગરમાં અઢી દાયકાથી મહાનગર પાલિકામાં ભાજપનું શાસન છે. રખડતા ઢોર. કચરો, રોડમાં ખાડા તેમજ વિકાસના ટલ્લે ચડેલા પ્રોજેક્ટમાં ફ્લાયઓવરથી લઈને અનેક પ્રાથમિક સમસ્યાઓથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે, એવા સંજોગોમાં ભાજપના સદસ્યતા અભિયાનમા નેતાઓ રોડ પર નિકળતા લોકો મોઢું ફેરવી રહ્યા છે. નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જેથી ભાજપના કાર્યકરોની મુંઝવણ વધી છે. સદસ્યો બનાવવા માટે હોદ્દા પ્રમાણે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેથી વોર્ડના કાર્યકરોમાં ભારોભાર નારાજગી જન્મી છે. જે કામ સ્વૈચ્છીક કરવામાં આવતુ હતુ. તેમાં ટાર્ગેટ આપવામાં આવતા ઘણા કાર્યકરો નિષ્ક્રીય થઈ ગયા છે.
સભ્યો બનાવવામાં નેવાના પાણી મોભે ચડાવવા સમાન બન્યુ
ભાવનગરના ઉત્તર સરદારનગર તરસમિયા વોર્ડના નગરસેવક અને પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલે પોતાનો લક્ષ્યાંક પુરો કરવા ખુલ્લેઆમ સોઇબાજી ચાલુ કરી છે. 100 સભ્યો બનાવવાની જવાબદારી સોંપીને રૂપિયા 500 આપવાની ખાત્રી આપતા હોય તેવો વીડિયો વાઈરલ થતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે, એટલુ જ નહિ આ વીડિયો પણ સરકારી કચેરીનો છે. તરસમિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવેલા લોકો સાથે સોદાબાજી કરવામાં આવી રહી છે. આ ઘટના પરથી બહાર આવ્યુ છે કે, હવે ભાજપના નેતાઓને સભ્યો બનાવવામાં નેવાના પાણી મોભે ચડાવવા સમાન બન્યુ છે. સભ્ય નોંધણી સાથે ઓટીપી આવે છે. તે ઓટીપીની વાત કરતા જ લોકો સભ્ય બનવાની ના પાડી રહ્યા છે. કંઈક પૈસા કપાઈ જશે તો તેવો પણ સવાલ ઉઠાવી રહ્યા છે.
ભાવનગરની જનતાને પ્રાથમિક સુવિધાઓમાં જ પડતી હાડમારીનો અનુભવ ભાજપના નેતાઓને હવે સભ્ય નોધણી વખતે અનુભવ થયો છે. છેવટે સોદાબાજી ઉપર આવીને સભ્યો બતાવવા ધમપછાડા ચાલુ કર્યા છે.
કોને કેટલો લક્ષ્યાંક અપાયો છે.
નગરસેવક - 2000
ધારાસભ્ય - 5000
સંસદસભ્ય - 10,000
વોર્ડ પ્રમુખ - 100
ચિત્રામાં કાર્યકરોને કારખાનેદારોએ રોકડું પરખાવ્યુ
સજ્યની નોંધણી કરવા કાર્યકરો, નેતાઓ ખાનગી કોલેજ સંસ્થાઓ, હીરાના કારખાના, છાત્રાલયોને પકડી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ચિત્રા, બોરતળાવ વિસ્તારમાં ભાજપના નેતાઓ હીરાના કારખાનામાં સભ્ય બનાવવા ગયા હતા. જ્યા કારખાનેદારે રોકડું પરખાવ્યુ હતુ કે, અમારે સભ્ય નથી બનવુ, કારણ કે વર્ષોથી ફ્લાયઓવરનું કામ ચાલુ છે. ટ્રાફીકથી અમે ગળે આવી ગયા છીએ. કોઈ અમારૂ સાંભળતુ નથી, તેવી રાવ કરી હતી. જેથી વીલા મોટે સભ્ય બનાવ્યા વગર ભાજપના કાર્યકરો પરત કર્યા હતા.
ગણેશ મહોત્સવમાં પણ સભ્ય બનાવવા કાઉન્ટર ઉભું કર્યું
ગણેશ મહોત્સવમાં લોકો દર્શન કરવા જતા હતા, જેમાં ભીડનો લાભ લેવા ભાજપના નેતાઓએ સદસ્યતા નોંધણીનું કાઉન્ટર ઉભું કરી દીધુ હતું. પરંતુ લોકો દર્શન કરીને જતા રહેતા હતા. કાળિયાબીડ વિસ્તારમાં ગણેશજીના પંડાલમાં જ નોંધણી ચાલુ કરી હતી, પરંતુ મેં ના પાડી દીધી હતી, તેમ એક નગરજને માહિતી આપતા જણાવ્યુ હતું.
પંદર દિવસમાં 90 હજાર સભ્યોની નોંધણી કરાઈ
ભાવનગરમાં 2જી સપ્ટેમ્બરથી ભાજપના સદસ્યની નોંધણી ચાલુ કરવામાં આવી છે. છેલ્લા પંદર દિવસમાં 90 હજાર સભ્યોની નોંધલી થઈ હોવાનું ભાજપના એક નેતાએ જણાવ્યું હતું. પૂર્વમાં 1 લાખ અને પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં 1 લાખ સભ્ય બનાવવાનો ટાર્ગેટ હોવાનું સદસ્યતા નોંધણી કાર્યક્રમના આરંભે પ્રેસ કોન્સકન્સમાં ભાજપના નેતાઓએ જણાવ્યુ હતુ.