Bhavnagar: વેપારીઓ સાવધાન! દિવાળી ટાણે ફૂડ વિભાગ એક્શનમાં, ભેળસેળિયાઓમાં ફફડાટ

દિવાળીના તહેવારોમાં મીઠાઈની સૌથી વધુ માગ હોય છે. જો કે તહેવારોની સીઝનમાં ઘણી વાર મીઠાઈ, દુઘ, ઘી, તેલમા ભેળસેળ થતું હોવાની ઘટનાનો સામે આવતી હોય છે. ત્યારે ભાવનગર મનપાનો ફૂડ વિભાગ એક્શનમાં આવ્યો છે.તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. આનંદનો ઉત્સવ હોય અને મોઢું મીઠુ તો પહેલા કરાવવું જોઈએ. પણ શું આજના સમયમાં મોઢું કરવું વ્યક્તિના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે. કેમ કે, તહેવાર ટાણે રાજ્યના ખૂણે ખૂણામાં અખાદ્ય સમાગ્રી વેચવાનો ગોરખધંધો શરૂ થઈ જતો હોય છે. તેવામાં વેપારીઓ જે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે, તેની સામે તંત્ર એક્શન મોડમાં આવી ગઇ છે. આરોગ્ય સાથે ચેડા કરનારા ભેળસેળ કરતા વેપારીઓની હવે ખેર નહી...ભાવનગર મનપાનો ફૂડ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અનેક વિસ્તારમાં વિવિધ દુકાનોમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે.  ફૂડ વિભાગ દ્વારા ઘીના 9 નમૂનાઓ લેવામાં આવ્યા છે. દુકાનોમાંથી લુઝ ઘી અને બ્રાન્ડેડ ઘીના નમૂના લીધા છે. નમૂના ફેઈલ થશે તો ફૂડ વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે. ફૂડ વિભાગની કાર્યવાહીને લઇ ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.

Bhavnagar: વેપારીઓ સાવધાન! દિવાળી ટાણે ફૂડ વિભાગ એક્શનમાં, ભેળસેળિયાઓમાં ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારોમાં મીઠાઈની સૌથી વધુ માગ હોય છે. જો કે તહેવારોની સીઝનમાં ઘણી વાર મીઠાઈ, દુઘ, ઘી, તેલમા ભેળસેળ થતું હોવાની ઘટનાનો સામે આવતી હોય છે. ત્યારે ભાવનગર મનપાનો ફૂડ વિભાગ એક્શનમાં આવ્યો છે.

તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. આનંદનો ઉત્સવ હોય અને મોઢું મીઠુ તો પહેલા કરાવવું જોઈએ. પણ શું આજના સમયમાં મોઢું કરવું વ્યક્તિના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે. કેમ કે, તહેવાર ટાણે રાજ્યના ખૂણે ખૂણામાં અખાદ્ય સમાગ્રી વેચવાનો ગોરખધંધો શરૂ થઈ જતો હોય છે. તેવામાં વેપારીઓ જે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે, તેની સામે તંત્ર એક્શન મોડમાં આવી ગઇ છે. આરોગ્ય સાથે ચેડા કરનારા ભેળસેળ કરતા વેપારીઓની હવે ખેર નહી...

ભાવનગર મનપાનો ફૂડ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અનેક વિસ્તારમાં વિવિધ દુકાનોમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે.  ફૂડ વિભાગ દ્વારા ઘીના 9 નમૂનાઓ લેવામાં આવ્યા છે. દુકાનોમાંથી લુઝ ઘી અને બ્રાન્ડેડ ઘીના નમૂના લીધા છે. નમૂના ફેઈલ થશે તો ફૂડ વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે. ફૂડ વિભાગની કાર્યવાહીને લઇ ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.