Bhavnagar : પરમાત્મા સર્વોચ્ચ કલાકાર : કલાથી જ માનવી દેવ બને, ધરતી સ્વર્ગ બની શકે

Sep 22, 2026 - 06:00
Bhavnagar : પરમાત્મા સર્વોચ્ચ કલાકાર : કલાથી જ માનવી દેવ બને, ધરતી સ્વર્ગ બની શકે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગરમાં વૈશ્વિક સંસ્કૃતિ પ્રેમ સન્માન શાંતિ પ્રોજેક્ટનું સમગ્ર ગુજરાત કક્ષાનું પારિવારિક સદભાવના જાગૃતિ અભિયાનો શુભારંભ થયો હતો. જેમાં કલાકારોનું સન્માન કરાયુ હતુ.

આ પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થાના કલા સંસ્કૃતિ પ્રભાત દ્વારા પારિવારિક સદભાવના જાગૃત કરવા મુખ્ય વક્તા રાજયોગીની બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદીજીએ ઓજસ્વી , વાણી દ્વારા જણાવેલ કે વર્તમાન સમય

કલાકારોની વેદના છે કે કલા એ સ્પર્ધાનું માધ્યમ બનેલ છે કલા વ્યાપાર બની ગયેલ છે માન પદ પોઝીશન કીર્તિ મેળવવાનું સાધન બનેલ છે ત્યારે કલામાં મૂલ્યોનો સંચાર થાય પરમાત્મા સર્વોચ્ચ કલાકાર છે કલાથી જ માનવ દેવ બને અને ધરતી સ્વર્ગ બને છે. માનવ,દાનવ, યોગી અને દેવ બનવા દાનવ વૃત્તિ, સ્વાર્થ વૃત્તિનો ત્યાગ અને નિસ્વાર્થતા અપનાવવા, માનવમાં ભગવાન અને માનવમાં દાનવની સત્ય ઘટના જણાવી હતી.

આ પ્રસંગે બ્રહ્માકુમારી તૃપ્તિ બહેને ઉપસ્થિત સોનુ સ્વાગત કરતા કહ્યું કે કલાકાર એટલે આવતી કાલને આકાર આપે તે જ સાચો કલાકાર છે * કલાકારોમાં વધતી જતી નકારાત્મકતા દૂર કરવા અને સકારાત્મકતા અપનાવી જીવનમાં પ્રેમ શાંતિ સદભાવના સંપન્ન બનાવવા કહેલ.

કાર્યક્રમમાં ઉપસ્થિત નિશિતભાઈ મહેતા કિશનભાઇ ગોસ્વામી ડોક્ટર નીપાબેન ઠક્કર વગેરે મહાનુભાવો એ પ્રસંગોચિત ઉદબોધન કરેલ અને નિયમિત ભાવ નિર્માણ ભાવ અને સાક્ષી ભાવ થી કલાનું જતન કરવા જણાવ્યુ હતુ.

આ પ્રસંગે મૂલ્યથી મૂલ્યવાન જીવનની પ્રતિજ્ઞા યુવા લેખક બ્રહ્માકુમાર વિવેક અમદાવાદ દ્વારા કરાવવામાં આવેલ હતી.

કાર્યક્રમમાં વિવિધ સંસ્થા ઓના કલાકારોએ ગીત સંગીત નૃત્યથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે ભાવેણા ના વિવિધ ક્ષેત્રોના કલાકારો જેમણે ભાવનગર નું નામ રોશન કર્યું છે એવા કલા રત્નોનું તિલક પુષ્પગુચ્છ, ખેસ સ્મૃતિ ચિન્હ, દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં આભાર વિધિ બ્રહ્માકુમારી નીતાબેન બોટાદ સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફ્ળ સંચાલન ઓજસ્વી તેજસ્વી વાણીદ્વારા ડોક્ટર દામીની બેન દ્વારા કરવામાં આવેલ હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0