Bhavnagar જિલ્લામા જળ સંકટના એંધાણ,ડેમોમાં પાણીના જળ સ્તર ઘટયા
12 ડેમોમાં પાણી સંગ્રહમાં 52 ટકાનો ઘટાડો 5 જળાશયોમાં 10 ટકાથી પણ ઓછું પાણી ભારે વરસાદ ન થતા જળાશયોમાં જળસંગ્રહ ઓછું ભાવનગર જિલ્લામાં આ વર્ષે ગામડાઓમાં જળ સંકટના એંધાણ છે.ભાવનગર જિલ્લામાં આ વર્ષે 12 ડેમોમાં પાણી સંગ્રહમાં 52 ટકાનો ઘટાડો નોંધાયો છે.જિલ્લામાં આ વર્ષે ધોધમાર વરસાદ નહીં પડવાના કારણે જળાશયોમાં પાણીનો જથ્થો ઓછો છે,સાથે સાથે જિલ્લાના 5 જળાશયોમા 10 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે.ઓછો વરસાદ થતા પાણીના સંકટનું એંધાણ ગુજરાતમાં આ વખતે જોઈએ તેવો વરસાદ નથી થયો તેના કારણે જળસંકટના એંધાણ દેખાઈ રહ્યા છે,નર્મદા ડેમમાં સારો એવો પાણીનો જથ્થો છે,પરંતુ ભાવનગરમાં આવેલા 12 ડેમોમાં પાણીની આવક થઈ નથી જેના કારણે ડેમોમા પાણીનો સંગ્રહ ઘટયો છે,આ વખતે 5 જળાશયો ભાવનગરમાં એવા છે કે જેમાં 10 ટકાથી ઓછુ પાણી બચ્યુ છે,એટલે કે ઉનાળાના સમયમાં પાણીની સમસ્યા સર્જાય તો નવાઈ નહી,બીજી વાત એ પણ છે કે,જો અગામી સમયમાં સારો વરસાદ થાય તો પાણીની આવક થશે. 12 ડેમોમાં પાણી ઓછુ ભાવનગરમાં અલગ-અલગ 12 ડેમો આવેલા છે અને 12 ડેમોમાં હવે માત્ર 52 ટકા જ પાણી બચ્યુ છે,આ પાણીનો વપરાશ ભાવનગર શહેર અને ગ્રામ્યના લોકો કરી રહ્યાં છે,ત્યારે અગામી સમયમાં જો વરસાદ નહી પડે તો આ ડેમોમાં રહેલ પાણીનું જળ સ્તર હજી ઘટશે,ત્યારે ભાવનગર શહેરમાં વરસાદ થાય તો જ પાણીની આવક વધશે તેવું હાલના ધોરણે લાગી રહ્યું છે. વરસાદ ખેંચાતા ચિંતા વધી જિલ્લામાં વરસાદ ખેંચાયો છે અને તે ખેડુતોની સાથે સામાન્ય લોકો માટે પણ ચિંતાની વાત છે. વરસાદની ઘટ વચ્ચે જિલ્લાના જળાશયોની સ્થિતિ પણ ચિંતાજનક છે. જો આગામી દિવસોમાં ભાવનગરમાં સારો વરસાદ નહી નોંધાય તો ઉનાળામાં જળસંકટ વધુ ઘેરાય તેવી શક્યતા નકારી શકાશે નહી. ગત વર્ષે ૨૯ જુલાઈ ૨૦૨૩ના રોજ ભાવનગર જિલ્લાની જીવાદોરી એવો શેત્રુંજી ડેમ, રંઘોળા ડેમ અને રોજકી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ચુક્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 12 ડેમોમાં પાણી સંગ્રહમાં 52 ટકાનો ઘટાડો
- 5 જળાશયોમાં 10 ટકાથી પણ ઓછું પાણી
- ભારે વરસાદ ન થતા જળાશયોમાં જળસંગ્રહ ઓછું
ભાવનગર જિલ્લામાં આ વર્ષે ગામડાઓમાં જળ સંકટના એંધાણ છે.ભાવનગર જિલ્લામાં આ વર્ષે 12 ડેમોમાં પાણી સંગ્રહમાં 52 ટકાનો ઘટાડો નોંધાયો છે.જિલ્લામાં આ વર્ષે ધોધમાર વરસાદ નહીં પડવાના કારણે જળાશયોમાં પાણીનો જથ્થો ઓછો છે,સાથે સાથે જિલ્લાના 5 જળાશયોમા 10 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે.
ઓછો વરસાદ થતા પાણીના સંકટનું એંધાણ
ગુજરાતમાં આ વખતે જોઈએ તેવો વરસાદ નથી થયો તેના કારણે જળસંકટના એંધાણ દેખાઈ રહ્યા છે,નર્મદા ડેમમાં સારો એવો પાણીનો જથ્થો છે,પરંતુ ભાવનગરમાં આવેલા 12 ડેમોમાં પાણીની આવક થઈ નથી જેના કારણે ડેમોમા પાણીનો સંગ્રહ ઘટયો છે,આ વખતે 5 જળાશયો ભાવનગરમાં એવા છે કે જેમાં 10 ટકાથી ઓછુ પાણી બચ્યુ છે,એટલે કે ઉનાળાના સમયમાં પાણીની સમસ્યા સર્જાય તો નવાઈ નહી,બીજી વાત એ પણ છે કે,જો અગામી સમયમાં સારો વરસાદ થાય તો પાણીની આવક થશે.
12 ડેમોમાં પાણી ઓછુ
ભાવનગરમાં અલગ-અલગ 12 ડેમો આવેલા છે અને 12 ડેમોમાં હવે માત્ર 52 ટકા જ પાણી બચ્યુ છે,આ પાણીનો વપરાશ ભાવનગર શહેર અને ગ્રામ્યના લોકો કરી રહ્યાં છે,ત્યારે અગામી સમયમાં જો વરસાદ નહી પડે તો આ ડેમોમાં રહેલ પાણીનું જળ સ્તર હજી ઘટશે,ત્યારે ભાવનગર શહેરમાં વરસાદ થાય તો જ પાણીની આવક વધશે તેવું હાલના ધોરણે લાગી રહ્યું છે.
વરસાદ ખેંચાતા ચિંતા વધી
જિલ્લામાં વરસાદ ખેંચાયો છે અને તે ખેડુતોની સાથે સામાન્ય લોકો માટે પણ ચિંતાની વાત છે. વરસાદની ઘટ વચ્ચે જિલ્લાના જળાશયોની સ્થિતિ પણ ચિંતાજનક છે. જો આગામી દિવસોમાં ભાવનગરમાં સારો વરસાદ નહી નોંધાય તો ઉનાળામાં જળસંકટ વધુ ઘેરાય તેવી શક્યતા નકારી શકાશે નહી. ગત વર્ષે ૨૯ જુલાઈ ૨૦૨૩ના રોજ ભાવનગર જિલ્લાની જીવાદોરી એવો શેત્રુંજી ડેમ, રંઘોળા ડેમ અને રોજકી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ચુક્યો હતો.