Bhavnagar જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

ભાવનગર બંદર ઉપર લગાવવામાં આવ્યું 3 નમ્બરનું સિગ્નલ માછીમારોને દરિયો ના ખેડવા માટે આપવામાં આવી સૂચના દરિયાકિનારે વસતા માછીમારોએ પોતાની બોટ તેમજ હોડીઓ લગાવી દીધી ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે,માછીમારોએ તેમની હોડી અને બોટ દરીયા કિનારે લગાવી દીધી છે.બીજી સૂચના ના મળે ત્યાં સુધી માછીમારો ને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે,દરિયા કિનારે ભારે પવન તેમજ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે,તો બીજી તરફ દરિયા કિનારે પણ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો છે,માછીમારોને દરિયામાં ના જવા માટે સૂચના આપવામાં આવી રહી છે. ભાવનગરની શેત્રુંજી ડેમની જળ સપાટીમાં વધારો ભાવનગરમાં શેત્રુંજી ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.ડેમમાં હાલ 8117 ક્યુસેક પાણીની આવક ચાલુ છે,ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે.ડેમની જળ સપાટી વધીને 24 ફૂટથી 7 ઇંચ પર પહોંચી છે.ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો.શેત્રુંજી ડેમ 34 ફૂટ પર ઓવરફલો થાય છે. શેત્રુંજી નદીનો ખોડિયાર ડેમ 100 ટકા ભરાયો શેત્રુંજી નદીનો ખોડિયાર ડેમ 100 ટકા ભરાઈ ગયો છે,અને ખોડિયાર ડેમના દરવાજા ખોલાયા છે.ગારીયાધાર તાલુકાના લુંવારા, ઠાંસા, ગુજરડા ગામોને એલર્ટ કરાયા છે,સમઢીયાળા, રાણીગામ, સાતપડાના ગ્રામજનોને નદી પટમાં નહી જવા માટે સૂચના આપવામાં આવી છે,અને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ કરવામાં આવ્યો છે. ભાવનગરનો કાળુભાર ડેમ ઓવરફ્લો ભાવનગરનો કાળુભાર ડેમ ઓવરફલો થતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે,અને પાણી ભાલ પંથકમાં ફરી વળ્યું છે,સાથે સાથે દેવળીયા-પાળીયાદ રોડ બંધ થયો છે.ઘેલો નદીના પાણી રોડ પર ફરી વળ્યાં છે,પુલ પર બેરિકેટ મૂકી અવરજવર બંધ કરાઇ છે અને આસપાસના ગામોને કરાયા સાવચેત કરાયા છે,નીચાણવાળા વિસ્તારોમાં મામલતદાર તેમજ ફાયર વિભાગનો સ્ટાફ સ્ટેન્ડબાય રખાયો છે.

Bhavnagar જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાવનગર બંદર ઉપર લગાવવામાં આવ્યું 3 નમ્બરનું સિગ્નલ
  • માછીમારોને દરિયો ના ખેડવા માટે આપવામાં આવી સૂચના
  • દરિયાકિનારે વસતા માછીમારોએ પોતાની બોટ તેમજ હોડીઓ લગાવી દીધી

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે,માછીમારોએ તેમની હોડી અને બોટ દરીયા કિનારે લગાવી દીધી છે.બીજી સૂચના ના મળે ત્યાં સુધી માછીમારો ને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે,દરિયા કિનારે ભારે પવન તેમજ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે,તો બીજી તરફ દરિયા કિનારે પણ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો છે,માછીમારોને દરિયામાં ના જવા માટે સૂચના આપવામાં આવી રહી છે.

ભાવનગરની શેત્રુંજી ડેમની જળ સપાટીમાં વધારો

ભાવનગરમાં શેત્રુંજી ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.ડેમમાં હાલ 8117 ક્યુસેક પાણીની આવક ચાલુ છે,ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે.ડેમની જળ સપાટી વધીને 24 ફૂટથી 7 ઇંચ પર પહોંચી છે.ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો.શેત્રુંજી ડેમ 34 ફૂટ પર ઓવરફલો થાય છે.

શેત્રુંજી નદીનો ખોડિયાર ડેમ 100 ટકા ભરાયો

શેત્રુંજી નદીનો ખોડિયાર ડેમ 100 ટકા ભરાઈ ગયો છે,અને ખોડિયાર ડેમના દરવાજા ખોલાયા છે.ગારીયાધાર તાલુકાના લુંવારા, ઠાંસા, ગુજરડા ગામોને એલર્ટ કરાયા છે,સમઢીયાળા, રાણીગામ, સાતપડાના ગ્રામજનોને નદી પટમાં નહી જવા માટે સૂચના આપવામાં આવી છે,અને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ કરવામાં આવ્યો છે.

ભાવનગરનો કાળુભાર ડેમ ઓવરફ્લો

ભાવનગરનો કાળુભાર ડેમ ઓવરફલો થતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે,અને પાણી ભાલ પંથકમાં ફરી વળ્યું છે,સાથે સાથે દેવળીયા-પાળીયાદ રોડ બંધ થયો છે.ઘેલો નદીના પાણી રોડ પર ફરી વળ્યાં છે,પુલ પર બેરિકેટ મૂકી અવરજવર બંધ કરાઇ છે અને આસપાસના ગામોને કરાયા સાવચેત કરાયા છે,નીચાણવાળા વિસ્તારોમાં મામલતદાર તેમજ ફાયર વિભાગનો સ્ટાફ સ્ટેન્ડબાય રખાયો છે.