Bhavnagar-અમદાવાદ હાઈવે પર પાણી ફરી વળતા રોડ કરાયો બંધ, નથી ઉતર્યા પાણી

ભાવનગરની કાળુભાર નદી બે કાંઠે વહેતા તેના પાણી હાઈવે સુધી આવી ગયા છે.અમદાવાદ-ભાવનગર હાઈવે પર પાણી ફરી વળતા રોડ બંધ કરાયો છે.વલ્લભીપુર, ઉમરાળામાં વરસાદને લઈ નદી બે કાંઠે વહી રહી છે.નદી બે કાંઠે થતાં હાઈવે પર કોઝવેના પાણી ફરી વળ્યા છે.ચમારડી ગામ નજીક પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરાયો છે.વલ્લભીપુર તરફથી ભાવનગર જતા વાહનોને ડાયવર્ટ કરાયા છે. વાહનોને ઉમરાળા થઈને ડાયવર્ટ કરાયા ભાવનગર-અમદાવાદ હાઈવે પર પાણી ફરી વળતા રોડને ડાયવર્ટ કરાયો છે.ભાવનગર તરફ આવતા વાહનોને ચોગઠ થઈ ડાયવર્ટ કરાયા છે.રોડ પર એટલી માત્રામાં પાણી છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય તેમ નથી,ત્યારે તંત્ર દ્રારા ફાયર વિભાગનો તેમજ પોલીસનો સ્ટાફ સ્ટેન્ડબાય રખાયો છે,અગામી સમયમાં પાણી ઉતરશે પછી રોડને ખુલ્લો મૂકવામાં આવશે,ત્યાં સુધી રોડ બંધ રહેશે.હાલમાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ભાવનગરમાં ભારે વરસાદ ભાવનગરમાં ગઈકાલ મોડી સાંજથી વરસાદ વરસતા નદી નાળા તેમજ ડેમ છલકાઈ ગયા છે.ભાવનગર અમદાવાદ હાઈવે પર પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે.ત્યારે અગામી સમયમાં વધુ વરસાદ પડે તો સંપૂર્ણ રોડ પાણીથી ભરાઈ જાય અને વાહન વ્યવહારને ભારે હાલાકી પડે.ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલ સાંજથી વરસાદ વરસી રહ્યો હતો.હાલ વરસાદે વિરામ લીધો છે. મહુવા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 6.8 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉમરલામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 6 તાલુકામાં 3 ઈંચથી વધુ, 18 તાલુકામાં 2 ઈંચથી વધુ જ્યારે 56 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.  

Bhavnagar-અમદાવાદ હાઈવે પર પાણી ફરી વળતા રોડ કરાયો બંધ, નથી ઉતર્યા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગરની કાળુભાર નદી બે કાંઠે વહેતા તેના પાણી હાઈવે સુધી આવી ગયા છે.અમદાવાદ-ભાવનગર હાઈવે પર પાણી ફરી વળતા રોડ બંધ કરાયો છે.વલ્લભીપુર, ઉમરાળામાં વરસાદને લઈ નદી બે કાંઠે વહી રહી છે.નદી બે કાંઠે થતાં હાઈવે પર કોઝવેના પાણી ફરી વળ્યા છે.ચમારડી ગામ નજીક પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરાયો છે.વલ્લભીપુર તરફથી ભાવનગર જતા વાહનોને ડાયવર્ટ કરાયા છે.

વાહનોને ઉમરાળા થઈને ડાયવર્ટ કરાયા

ભાવનગર-અમદાવાદ હાઈવે પર પાણી ફરી વળતા રોડને ડાયવર્ટ કરાયો છે.ભાવનગર તરફ આવતા વાહનોને ચોગઠ થઈ ડાયવર્ટ કરાયા છે.રોડ પર એટલી માત્રામાં પાણી છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય તેમ નથી,ત્યારે તંત્ર દ્રારા ફાયર વિભાગનો તેમજ પોલીસનો સ્ટાફ સ્ટેન્ડબાય રખાયો છે,અગામી સમયમાં પાણી ઉતરશે પછી રોડને ખુલ્લો મૂકવામાં આવશે,ત્યાં સુધી રોડ બંધ રહેશે.હાલમાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.


ભાવનગરમાં ભારે વરસાદ

ભાવનગરમાં ગઈકાલ મોડી સાંજથી વરસાદ વરસતા નદી નાળા તેમજ ડેમ છલકાઈ ગયા છે.ભાવનગર અમદાવાદ હાઈવે પર પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે.ત્યારે અગામી સમયમાં વધુ વરસાદ પડે તો સંપૂર્ણ રોડ પાણીથી ભરાઈ જાય અને વાહન વ્યવહારને ભારે હાલાકી પડે.ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલ સાંજથી વરસાદ વરસી રહ્યો હતો.હાલ વરસાદે વિરામ લીધો છે.

મહુવા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 6.8 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉમરલામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 6 તાલુકામાં 3 ઈંચથી વધુ, 18 તાલુકામાં 2 ઈંચથી વધુ જ્યારે 56 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.