Bhavnagarમા લકઝરી બસમાં ખોટી નંબર પ્લેટ લગાવનાર શખ્સની પોલીસે કરી ધરપકડ
ભાવનગરમાં ખોટી નંબર પ્લેટ લગાવનાર શખ્સ ઝડપાયો લક્ઝરી બસમાં લગાવી હતી ખોટી નંબર પ્લેટ નવાપરા વિસ્તારમાં બસ લઈને નિકળ્યો હતો શખ્સ ભાવનગર SOGની ટીમે લકઝરી બસમાં ખોટી નંબર પ્લેટ લગાડી નિકળેલા શખ્સને ઝડપી પાડયો છે.શખ્સે લકઝરી બસમાં ખોટી નંબર પ્લેટ લગાડી સરકાર સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યાનો પોલીસે ગુનો નોંધ્યો છે.શહેરના નવાપરા વિસ્તારમાં બસ લઈને નિકળેલા શખ્સની SOGની ટીમે પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી છે.અમરેલીથી સાત મહિના પહેલા ખરીદી હતી બસ. પોલીસને શંકા જતા બસને રોકી હતી પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન એક બસ નવાપરા વિસ્તારમાં આવી હતી તો પોલીસને નંબર પ્લેટ શંકાસ્પદ લાગતા તેને રોકીને ડ્રાઈવરની પૂછપરછ કરી હતી,ડ્રાઈવરે પોલીસને સરખો જવાબ પણ આપ્યો નહી અને આરસી બુક પણ બતાવી નહી,પોલીસે પોલીસ સ્ટેશન લઈ જઈને વધુ પૂછપરછ કરતા ડ્રાઈવરે કબૂલ્યું કે આ નંબર પ્લેટ ખોટી છે,જેથી પોલીસે ગુનો નોંધ્યો અને બસ જમા લઈ લીધી છે. SOGની ટીમે પૂછપરછ કરતા હકીકત આવી સામે અમરેલીથી 7 મહિના પહેલા બસની ખરીદી કરી હોવાની વાત સામે આવી છે.સાચી નંબર પ્લેટ કાઢી આર્થિક લાભ મેળવવા માટે આ કાવતરૂ કર્યુ હોવાનું પોલીસને લાગી રહ્યું છે,પોલીસે આરોપીની પણ ધરપકડ કરી છે.SOGની ટીમે આરોપીને ઝડપી ગુનો નોંધી ગંગાજળીયા પોલીસ મથકમાં વધુ કાર્યવાહી માટે મોકલવામાં આવ્યો છે,પોલીસ તપાસમાં પણ અનેક ખુલાસાઓ થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી ખોટી નંબર પ્લેટ લગાવવાને લઈ પોલીસે આરોપીની પૂછપરછ કરી છે,પરંતુ તેમાં પોલીસને તે સહકાર આપી રહ્યો નથી અને ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે,ખોટી નંબર પ્લેટ કોને બનાવી આપી તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે,શું સમગ્ર શહેરમાં ખોટી નંબર પ્લેટને લઈ કોઈ કૌભાંડ તો નથી ચાલી રહ્યું ને તે દિશામાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભાવનગરમાં ખોટી નંબર પ્લેટ લગાવનાર શખ્સ ઝડપાયો
- લક્ઝરી બસમાં લગાવી હતી ખોટી નંબર પ્લેટ
- નવાપરા વિસ્તારમાં બસ લઈને નિકળ્યો હતો શખ્સ
ભાવનગર SOGની ટીમે લકઝરી બસમાં ખોટી નંબર પ્લેટ લગાડી નિકળેલા શખ્સને ઝડપી પાડયો છે.શખ્સે લકઝરી બસમાં ખોટી નંબર પ્લેટ લગાડી સરકાર સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યાનો પોલીસે ગુનો નોંધ્યો છે.શહેરના નવાપરા વિસ્તારમાં બસ લઈને નિકળેલા શખ્સની SOGની ટીમે પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી છે.અમરેલીથી સાત મહિના પહેલા ખરીદી હતી બસ.
પોલીસને શંકા જતા બસને રોકી હતી
પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન એક બસ નવાપરા વિસ્તારમાં આવી હતી તો પોલીસને નંબર પ્લેટ શંકાસ્પદ લાગતા તેને રોકીને ડ્રાઈવરની પૂછપરછ કરી હતી,ડ્રાઈવરે પોલીસને સરખો જવાબ પણ આપ્યો નહી અને આરસી બુક પણ બતાવી નહી,પોલીસે પોલીસ સ્ટેશન લઈ જઈને વધુ પૂછપરછ કરતા ડ્રાઈવરે કબૂલ્યું કે આ નંબર પ્લેટ ખોટી છે,જેથી પોલીસે ગુનો નોંધ્યો અને બસ જમા લઈ લીધી છે.
SOGની ટીમે પૂછપરછ કરતા હકીકત આવી સામે
અમરેલીથી 7 મહિના પહેલા બસની ખરીદી કરી હોવાની વાત સામે આવી છે.સાચી નંબર પ્લેટ કાઢી આર્થિક લાભ મેળવવા માટે આ કાવતરૂ કર્યુ હોવાનું પોલીસને લાગી રહ્યું છે,પોલીસે આરોપીની પણ ધરપકડ કરી છે.SOGની ટીમે આરોપીને ઝડપી ગુનો નોંધી ગંગાજળીયા પોલીસ મથકમાં વધુ કાર્યવાહી માટે મોકલવામાં આવ્યો છે,પોલીસ તપાસમાં પણ અનેક ખુલાસાઓ થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી
ખોટી નંબર પ્લેટ લગાવવાને લઈ પોલીસે આરોપીની પૂછપરછ કરી છે,પરંતુ તેમાં પોલીસને તે સહકાર આપી રહ્યો નથી અને ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે,ખોટી નંબર પ્લેટ કોને બનાવી આપી તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે,શું સમગ્ર શહેરમાં ખોટી નંબર પ્લેટને લઈ કોઈ કૌભાંડ તો નથી ચાલી રહ્યું ને તે દિશામાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી છે.