Bhavnagarમાં બાળકોને માનસિક રીતે સશક્ત કરવાનો “મિશન બાલમન” કાર્યક્રમનો પ્રારંભ, જુઓ Video

Sep 30, 2025 - 16:00
Bhavnagarમાં બાળકોને માનસિક રીતે સશક્ત કરવાનો “મિશન બાલમન” કાર્યક્રમનો પ્રારંભ, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર,મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સહયોગથી આજે “મિશન બાલમન” કાર્યક્રમનો પ્રારંભ શ્રીસ્વામીનારાયણ ગુરુકુળ, જી.આઇ.ડી.સી. ચિત્રા ખાતે કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી અને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં "દિમાગ કા ઢક્કન ખોલો, બેઝિઝક અબ બોલો" ના સૂત્ર સાથે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકો ને માનસિક રીતે સશક્ત કરવા અનોખો અભિગમ હાથ ધરાયો છે.

આજે "મિશન બાલમન"નો પ્રારંભ

ભાવનગર જિલ્લા કલેકટર ડો.મનીષ કુમાર બંસલના માર્ગદર્શન હેઠળ આજે "મિશન બાલમન"નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.“મિશન બાલમન”નો મુખ્ય હેતુ બાળકોના મનસ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવી, તણાવ અને ભય જેવી સમસ્યાઓની ઓળખ કરવી અને યોગ્ય માર્ગદર્શન દ્વારા સમાધાન તરફ આગળ વધવાનો છે."દિમાગ કા ઢક્કન ખોલો, બેઝિઝક અબ બોલો"નું સ્લોગન આપી કલેકટર મનીષ બંસલે કહ્યું કે ડિપ્રેશનનો ભોગ બનેલાં હોય તો ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી, આપણી‌ લાગણીઓ બીજાઓને સાથે અવશ્ય શેર કરવી જોઈએ.

વિદ્યાર્થીઓએ ચિંતા કે ગભરાવવાની નથી જરૂર

જો કોઈ બાળક કે વિદ્યાર્થી ડિપ્રેશનના શિકાર કે ભોગ બનેલો હોય તો ગભરાવવાની કે ચિંતા કરવાની કે શરમાવાનાની જરૂર નથી બસ આપની લાગણીઓ આપણા માતા-પિતા, મિત્રો કે મનોચિકિત્સક ડોક્ટર સાથે શેર કરવી જોઈએ. ડિપ્રેશનનો શિકાર સારામાં સારાં ડોક્ટર કે અબજોપતિ પણ બની શકે છે. માટે આપણા મનમાં પડેલાં નેગેટિવ વિચારોને ધીમે ધીમે કાઢવાનું કામ આપણું છે પછી કુદરત તેનું કામ કરશે. શાળાઓમાં બાળકો વ્યક્ત કરશે મનની લાગણીઓ 

કલેકટરે પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે તેઓ જ્યારે MBBSના બીજા વર્ષેમાં હતા ત્યારે હું પણ ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. પરંતુ મારા મિત્રોના સહકારથી તેમજ મનોચિકિત્સક અને સાયકોલોજીસ્ટના માર્ગદર્શનથી એ સ્થિતિમાંથી બહાર નિકળીને UPSC ની એક્ઝામ પાસ કરીને આજે હું કલેકટરના પદ પર પહોંચ્યો છું.આ ઉપરાંત કલેકટરે પોતાની લાગણી વ્યક્ત કરતા સૂચન કર્યું કે ભાવનગરની તમામ શાળાઓમાં મનની લાગણીઓ વ્યક્ત કરવા માટે‌ એક બોક્સ મૂકવામાં આવશે જેનું નામ કસ્ટબીન ‌રાખવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને મનને કષ્ટ આપતી લાગણી રજૂ કરવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને તેમની વાતનું નિરાકરણ લાવી શકાય‌.બાળકોને મળશે પ્રોત્સાહન 

આ ઉપરાંત અન્ય વક્તાઓ દ્વારા પણ બાળકોને પ્રોત્સાહન આપતી સ્પીચ આપી ડિપ્રેશન માંથી મુક્ત બનવા અપીલ કરી હતી અને કહ્યું કે લાગણી,ભયને ઓળખી બાળકો જો નિયમિત કસરત કરે, સમયસર બ્રેક ફાસ્ટ અને યોગ કરે તો પચાસ થી સાઈઠ ટકા જેટલી નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે.તેમજ સમાજ જો બાળકને‌ યોગ્ય રીતે લાગણી વ્યક્ત કરતાં શીખવે તો એ ‌સશક્ત ભારતના નિર્માણ માટે મોટી ચિનગારી હશે તેવો આશાવાદ પણ સેવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0