Bhavnagarમાં તંત્રએ બનાવેલ વેન્ડર ઝોનનો ઉપયોગ કરવામાં ફેરિયાઓને રસ નહી !

ભાવનગર મનપા દ્વારા એક વર્ષ પહેલા શહેરમાં અલગ અલગ 6 સ્થળો ઉપર બનાવવામાં આવેલ વેન્ડર ઝોનમાં ફેરિયા અને લારીધારકો વિનામૂલ્ય ધંધો કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ આ સુવિધાનો લાભ બહુ ઓછા લારીધારકો લઇ રહ્યા છે જેમાં મોટાભાગના ફેરીયા અને લારીધારકો રોડ ઉપર જ ઊભા રહી ધંધો કરતા નજરે પડતા હોય છે. ત્યારે મનપા દ્વારા બનાવવામાં આવેલ વેન્ડર ઝોનમાં લારીધારકોને ઉભા રહેવામાં રસ ન હોય તેવો ઘાટ ઘડાયો છે અને તેના કારણે મનપાના લાખો રૂપિયા પાણીમાં ગયા છે. ફેરિયાઓને રસ નહી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ 6 જેટલા સ્થળો ઉપર વેન્ડરઝોન ઉભા કરવામાં આવ્યા છે જેમાં શહેરમાં ઉભા રહેતા લારીધારકો અને ફેરીયા અને કેબિન ધારકોને તદ્દન મફત માં લારી અને પાથરણા રાખી ધંધો કરવા માટે વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.શહેરમાં 6 સ્થળો ઉપર વેન્ડર ઝોન બનાવવામાં આવ્યું છે જેમાં સંસ્કાર મંડળ પાસે,ઘોઘાસર્કલ પાસે,રામ મંત્ર મંદિર નજીક ગંગાજળિયા તળાવ સહિત ના 6 જેટલા સ્થળો ઉપર આ સુવિધા નો ઉપયોગ લેવા માટે મનપા ના એસ્ટેટ વિભાગ એ વેન્ડર ઝોન બનાવ્યું હતું પરંતુ આ વેન્ડર ઝોન માં નાના વેપારીઓને રસ ના હોય તેવું લાગી રહ્યું છે કારણ કે 6 જેટલા વેન્ડર ઝોન માં આશરે 350 થી વધુ ફેરિયા અને લારી ધારકો ઉભા રહી શકે તેવા વેન્ડર ઝોન બનાવ્યા છે પરંતુ હાલમાં આશરે 50 જેટલા ફેરિયા અને લારીધારકો ઉભા રહે છે અને તેના કારણે લોકો ને આ વેન્ડર ઝોનમાં રસ ન હોય તેવો ઘાટ ઘડાયો છે. નિષ્ફળ વેન્ડર ઝોન ભાવનગર મનપાએ બનાવેલા વેન્ડર ઝોનને લઈ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ એ જણાવ્યું હતું કે ભાજપના શાસકો અને અધિકારીઓની ભૂલના કારણે પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાડ થઈ રહ્યો છે.ભાવનગર શહેરમાં ગેરકાયદેસર દબાણો ના થાય એ માટે વેન્ડર ઝોન બનાવવામાં આવ્યા છે પરંતુ આ વેન્ડર ઝોન બનાવી મનપા એ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કારણ કે મનપા એ બનાવેલા વેન્ડર ઝોનમાં લારી ધારકો અને ફેરીયા તેમજ પાથરણા વાળાને લાભ નહીં મળતો હોય તેના કારણે વેન્ડર ઝોનમાં લોકો નહીં જતા હોય.350 ની કેપેસિટી ધરાવતા 6 વેન્ડર ઝોનમાં હાલ 50 લોકો આ વેન્ડર ઝોન નો લાભ લઇ રહ્યા છે એટલે આ વેન્ડર ઝોન નિષ્ફળ વેન્ડર ઝોન ગણી શકાય એમ છે. પ્રોજેકટ ગયો પાણીમાં મનપા એ બનાવેલા વેન્ડર ઝોન કોઈ સારી જગ્યા એ બનાવ્યા હોત તો એનો લાભ ચોક્કસ થી લારી ધારકો અને પથારણા અને ફેરીયા વાળા લોકો લઈ શકે.મનપા દ્વારા નિયમિત રૂપે શહેર માં અડચણરૂપ દબાણો ને હટાવવામાં આવે છે અને શહેર માં દબાણો ના થાય એ માટે મનપા એ લાખો ના ખર્ચે વેન્ડર ઝોન પણ બનાવ્યા છે પરંતુ આ વેન્ડર ઝોન માં ગ્રાહકો ઓછા આવતા હોવાના કારણે વેન્ડર ઝોન નો લાભ વેન્ડરો નથી લેતા ત્યારે હવે જોવાનુંએ રહ્યું કે મનપા એ બનાવેલ વેન્ડર ઝોન નો પ્રયોગ આગામી દિવસોમાં સફળ થશે કે કેમ.

Bhavnagarમાં તંત્રએ બનાવેલ વેન્ડર ઝોનનો ઉપયોગ કરવામાં ફેરિયાઓને રસ નહી !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર મનપા દ્વારા એક વર્ષ પહેલા શહેરમાં અલગ અલગ 6 સ્થળો ઉપર બનાવવામાં આવેલ વેન્ડર ઝોનમાં ફેરિયા અને લારીધારકો વિનામૂલ્ય ધંધો કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ આ સુવિધાનો લાભ બહુ ઓછા લારીધારકો લઇ રહ્યા છે જેમાં મોટાભાગના ફેરીયા અને લારીધારકો રોડ ઉપર જ ઊભા રહી ધંધો કરતા નજરે પડતા હોય છે. ત્યારે મનપા દ્વારા બનાવવામાં આવેલ વેન્ડર ઝોનમાં લારીધારકોને ઉભા રહેવામાં રસ ન હોય તેવો ઘાટ ઘડાયો છે અને તેના કારણે મનપાના લાખો રૂપિયા પાણીમાં ગયા છે.

ફેરિયાઓને રસ નહી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ 6 જેટલા સ્થળો ઉપર વેન્ડરઝોન ઉભા કરવામાં આવ્યા છે જેમાં શહેરમાં ઉભા રહેતા લારીધારકો અને ફેરીયા અને કેબિન ધારકોને તદ્દન મફત માં લારી અને પાથરણા રાખી ધંધો કરવા માટે વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.શહેરમાં 6 સ્થળો ઉપર વેન્ડર ઝોન બનાવવામાં આવ્યું છે જેમાં સંસ્કાર મંડળ પાસે,ઘોઘાસર્કલ પાસે,રામ મંત્ર મંદિર નજીક ગંગાજળિયા તળાવ સહિત ના 6 જેટલા સ્થળો ઉપર આ સુવિધા નો ઉપયોગ લેવા માટે મનપા ના એસ્ટેટ વિભાગ એ વેન્ડર ઝોન બનાવ્યું હતું પરંતુ આ વેન્ડર ઝોન માં નાના વેપારીઓને રસ ના હોય તેવું લાગી રહ્યું છે કારણ કે 6 જેટલા વેન્ડર ઝોન માં આશરે 350 થી વધુ ફેરિયા અને લારી ધારકો ઉભા રહી શકે તેવા વેન્ડર ઝોન બનાવ્યા છે પરંતુ હાલમાં આશરે 50 જેટલા ફેરિયા અને લારીધારકો ઉભા રહે છે અને તેના કારણે લોકો ને આ વેન્ડર ઝોનમાં રસ ન હોય તેવો ઘાટ ઘડાયો છે.


નિષ્ફળ વેન્ડર ઝોન

ભાવનગર મનપાએ બનાવેલા વેન્ડર ઝોનને લઈ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ એ જણાવ્યું હતું કે ભાજપના શાસકો અને અધિકારીઓની ભૂલના કારણે પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાડ થઈ રહ્યો છે.ભાવનગર શહેરમાં ગેરકાયદેસર દબાણો ના થાય એ માટે વેન્ડર ઝોન બનાવવામાં આવ્યા છે પરંતુ આ વેન્ડર ઝોન બનાવી મનપા એ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કારણ કે મનપા એ બનાવેલા વેન્ડર ઝોનમાં લારી ધારકો અને ફેરીયા તેમજ પાથરણા વાળાને લાભ નહીં મળતો હોય તેના કારણે વેન્ડર ઝોનમાં લોકો નહીં જતા હોય.350 ની કેપેસિટી ધરાવતા 6 વેન્ડર ઝોનમાં હાલ 50 લોકો આ વેન્ડર ઝોન નો લાભ લઇ રહ્યા છે એટલે આ વેન્ડર ઝોન નિષ્ફળ વેન્ડર ઝોન ગણી શકાય એમ છે.

પ્રોજેકટ ગયો પાણીમાં

મનપા એ બનાવેલા વેન્ડર ઝોન કોઈ સારી જગ્યા એ બનાવ્યા હોત તો એનો લાભ ચોક્કસ થી લારી ધારકો અને પથારણા અને ફેરીયા વાળા લોકો લઈ શકે.મનપા દ્વારા નિયમિત રૂપે શહેર માં અડચણરૂપ દબાણો ને હટાવવામાં આવે છે અને શહેર માં દબાણો ના થાય એ માટે મનપા એ લાખો ના ખર્ચે વેન્ડર ઝોન પણ બનાવ્યા છે પરંતુ આ વેન્ડર ઝોન માં ગ્રાહકો ઓછા આવતા હોવાના કારણે વેન્ડર ઝોન નો લાભ વેન્ડરો નથી લેતા ત્યારે હવે જોવાનુંએ રહ્યું કે મનપા એ બનાવેલ વેન્ડર ઝોન નો પ્રયોગ આગામી દિવસોમાં સફળ થશે કે કેમ.