Bhavnagarના વરતેજમાં દુકાને વસ્તુ ખરીદવા જેવી બાબતે બે સમુદાય વચ્ચે પથ્થરમારો

Mar 30, 2026 - 15:30
Bhavnagarના વરતેજમાં દુકાને વસ્તુ ખરીદવા જેવી બાબતે બે સમુદાય વચ્ચે પથ્થરમારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર તાલુકાના વરતેજ ગામમાં સામાન્ય બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કરતા બે સમુદાયો સામસામે આવી ગયા હતા. દુકાન પર વસ્તુ ખરીદવા જેવી બાબતે શરૂ થયેલો ઝઘડો હિંસક બનતા ગામમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ ભાવનગર પોલીસનો મોટો કાફલો વરતેજ દોડી ગયો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

દુકાન પર વસ્તુ ખરીદવા મુદ્દે ઝઘડો

વરતેજની એક સ્થાનિક દુકાનમાં વસ્તુની ખરીદી કરવા બાબતે બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદમાં બંને પક્ષના લોકો એકઠા થઈ ગયા હતા અને વાત વણસી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ સામસામે પથ્થરમારો અને છૂટા હાથની મારામારી કરતા અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક બજારો તાત્કાલિક બંધ થઈ ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

બે સમુદાય વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો

ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે બંને પક્ષના લોકોને વિખેરી નાખીને પરિસ્થિતિ પર અંકુશ મેળવ્યો હતો. હાલમાં વરતેજ ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસ.આર.પી. સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગામમાં અત્યારે અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. પોલીસે આ મામલે રાયોટિંગનો ગુનો નોંધીને તોફાની તત્વોની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0