Bhavnagarના પાલીતણા ખાતે પરંપરાગત રીતે ભગવાન કૃષ્ણની 26મી શોભાયાત્રા નિકળી

સમગ્ર દેશ આજે કૃષ્ણભક્તિના રંગે રંગાઈ ગયો છે પાલીતાણા ખાતે પરંપરાગત ભગવાન કૃષ્ણની 26મી શોભાયાત્રા નિકળી યાત્રા સમગ્ર શહેરમાં ફરી અને ભકતોએ કર્યા દર્શન ભાવનગરના પાલિતણાના ગોહિલવાડના લોકો હંમેશા તહેવારોમાં થનગની રહ્યા હોય છે. ત્યારે દર વર્ષની માફક આજે પાલીતાણા ખાતે પરંપરાગત ભગવાન કૃષ્ણની 26 મી શોભાયાત્રા ભારે ભક્તિભાવ અને ઉલ્લાસ પૂર્વક નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતુ. કોમી એકતાના ભાવ સાથે આજે લક્ષ્મણધામ મંદિરેથી સાધુ સંતો અને મહંતોના હસ્તે અને રાજકીય આગેવાની હાજરીમાં આ શોભાયાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 26મી શોભાયાત્રાનું આયોજન સમગ્ર ગોહિલવાડ જયારે આજે કૃષ્ણજન્માષ્ટમીના પર્વના રંગમાં રંગાયું છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ પરંપરાગત રીતે નિકળતી ભગવાન કૃષ્ણ ની 26મી શોભાયાત્રા નું આયોજન પાલીતાણા વિશ્વહિંદુ પરિષદ અને બજરંગદળ દ્વરા આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા આજે વહેલી સવારે પાલીતાણાના લક્ષમણધામ મંદિર ખાતેથી સંતો-મહંતો તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા તેમજ પાલીતાણાના ધારાસભ્યના હસ્તે વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોની ઉપસ્થિતિ માં પ્રસ્થાન કરાવવા માં આવ્યું હતું. બાલકૃષ્ણને રથમાં બેસાડયા શોભાયાત્રામાં બાલક્રિષ્ણને વિધિવત રથમાં બેસાડીને નગરયાત્ર માટે પ્રસ્થાન કરાવવા માં આવ્યું.આ રથયાત્રા નિહાળવા પાલીતાણા ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.પાલીતાણામાં પરંપરાગત નિકળતી આ શોભાયાત્રાના પૂર્વે પાલીતાણા શહેરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ભવ્ય લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમજ આજે આ શોભાયાત્રા નું વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. અનેક ફલોટો રજૂ કરવામાં આવ્યા આ શોભાયાત્રા માં વિવિધ પ્રકાર ના 25 કરતા પણ વધુ ફલોટો રજૂ કરવામાં આવ્યા છે. આ ફલોટસ માં દેશ ની સાંસ્કુતિ ની ઝાંખી કરાવતા ફલોટસ ,રામાયણ અને મહાભારત ના પ્રસંગો ના ફલોટસ, આધુનિક ફલોટસ,મેજિક ફલોટસ, તેમજ લોકો ને મનોરંજન આપે તેવા ફલોટસ વિવિધ ગ્રુપો અને સંસ્થાઓ દ્વરા રજુ કરવામાં આવ્યા છે. તેમજ આ શોભાયાત્રા માં 25 જેટલા ટ્રેક્ટર, રજવાડી બગીઓ,ફોરવ્હીલ ,સ્કુટર તેમજ વિવિધ રાસ મંડળીઓ, અખાડાઓ, વગેરે ઉત્સાહભેર જોડાયા હતા.બે કિલોમીટર લાંબી આ શોભાયાત્રા આજે દિવસ દરમિયાન પાલીતાણા શહેર ના વિવિધ વિસ્તારો માં લગભગ ૧૦ કિલોમીટર રૂટ પર ફરી ને ભક્તો ને દર્શન નો લાભ આપશે. આ શોભાયાત્રા માં ખાસ વિવિધતા એ રહી છે કે દર વર્ષ આ શોભાયાત્રા એક કોમી એકતા નું પ્રતિક બની રહે છે. દરેક લોકો સાથે મળીને ઉજવે છે તહેવાર પાલીતાણા શહેરના દરેક તહેવારોમાં હિંદુ મુસ્લિમ સાથે રહી ને દરેક તહેવારો ઉજવતા હોય છે તેમ આ વર્ષે પણ આ શોભાયાત્રા માં મુસ્લીમાં સમાજ ના આગેવાનો દ્વરા શોભાયાત્રા ના દર્શન કરવા આવતા ભક્તો માટે ઠંડા પાણી અને ચા ના સ્ટોલ ઉભા કરવા માં આવ્યા છે, તેમજ મુસ્લિમ આગેવાનો પોતાના હાથ થી દરેક ને પ્રેમ થી ચા –પાણી પીવડાવી રહ્યા ના દર્શ્યો જેવા મળી રહ્યા છે.તેમજ આ શોભાયાત્રા શાંતિપૂર્ણ અને દરેક ભાવિકો ભગવાન ના દર્શન શાંતિ થી કરી શકે તે માટે પોલીસ દ્વરા પણ ચાપતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.પાલીતાણા ના નાયબ પોલીસ અધિક્ષક ના સતત માર્ગદર્શન હેઠળ પીઆઈ અને પી.એસ.આઈ સહીત ની ટીમો સાથે પોલીસ કોસ્ટેબલ ,મહિલા પોલીસ ,હોમગાર્ડ ના જવાનો આ બંદોબસ્તમાં જોડાયા છે.

Bhavnagarના પાલીતણા ખાતે પરંપરાગત રીતે ભગવાન કૃષ્ણની 26મી શોભાયાત્રા નિકળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સમગ્ર દેશ આજે કૃષ્ણભક્તિના રંગે રંગાઈ ગયો છે
  • પાલીતાણા ખાતે પરંપરાગત ભગવાન કૃષ્ણની 26મી શોભાયાત્રા નિકળી
  • યાત્રા સમગ્ર શહેરમાં ફરી અને ભકતોએ કર્યા દર્શન

ભાવનગરના પાલિતણાના ગોહિલવાડના લોકો હંમેશા તહેવારોમાં થનગની રહ્યા હોય છે. ત્યારે દર વર્ષની માફક આજે પાલીતાણા ખાતે પરંપરાગત ભગવાન કૃષ્ણની 26 મી શોભાયાત્રા ભારે ભક્તિભાવ અને ઉલ્લાસ પૂર્વક નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતુ. કોમી એકતાના ભાવ સાથે આજે લક્ષ્મણધામ મંદિરેથી સાધુ સંતો અને મહંતોના હસ્તે અને રાજકીય આગેવાની હાજરીમાં આ શોભાયાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

26મી શોભાયાત્રાનું આયોજન

સમગ્ર ગોહિલવાડ જયારે આજે કૃષ્ણજન્માષ્ટમીના પર્વના રંગમાં રંગાયું છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ પરંપરાગત રીતે નિકળતી ભગવાન કૃષ્ણ ની 26મી શોભાયાત્રા નું આયોજન પાલીતાણા વિશ્વહિંદુ પરિષદ અને બજરંગદળ દ્વરા આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા આજે વહેલી સવારે પાલીતાણાના લક્ષમણધામ મંદિર ખાતેથી સંતો-મહંતો તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા તેમજ પાલીતાણાના ધારાસભ્યના હસ્તે વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોની ઉપસ્થિતિ માં પ્રસ્થાન કરાવવા માં આવ્યું હતું.


બાલકૃષ્ણને રથમાં બેસાડયા

શોભાયાત્રામાં બાલક્રિષ્ણને વિધિવત રથમાં બેસાડીને નગરયાત્ર માટે પ્રસ્થાન કરાવવા માં આવ્યું.આ રથયાત્રા નિહાળવા પાલીતાણા ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.પાલીતાણામાં પરંપરાગત નિકળતી આ શોભાયાત્રાના પૂર્વે પાલીતાણા શહેરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ભવ્ય લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમજ આજે આ શોભાયાત્રા નું વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

અનેક ફલોટો રજૂ કરવામાં આવ્યા

આ શોભાયાત્રા માં વિવિધ પ્રકાર ના 25 કરતા પણ વધુ ફલોટો રજૂ કરવામાં આવ્યા છે. આ ફલોટસ માં દેશ ની સાંસ્કુતિ ની ઝાંખી કરાવતા ફલોટસ ,રામાયણ અને મહાભારત ના પ્રસંગો ના ફલોટસ, આધુનિક ફલોટસ,મેજિક ફલોટસ, તેમજ લોકો ને મનોરંજન આપે તેવા ફલોટસ વિવિધ ગ્રુપો અને સંસ્થાઓ દ્વરા રજુ કરવામાં આવ્યા છે. તેમજ આ શોભાયાત્રા માં 25 જેટલા ટ્રેક્ટર, રજવાડી બગીઓ,ફોરવ્હીલ ,સ્કુટર તેમજ વિવિધ રાસ મંડળીઓ, અખાડાઓ, વગેરે ઉત્સાહભેર જોડાયા હતા.બે કિલોમીટર લાંબી આ શોભાયાત્રા આજે દિવસ દરમિયાન પાલીતાણા શહેર ના વિવિધ વિસ્તારો માં લગભગ ૧૦ કિલોમીટર રૂટ પર ફરી ને ભક્તો ને દર્શન નો લાભ આપશે. આ શોભાયાત્રા માં ખાસ વિવિધતા એ રહી છે કે દર વર્ષ આ શોભાયાત્રા એક કોમી એકતા નું પ્રતિક બની રહે છે.


દરેક લોકો સાથે મળીને ઉજવે છે તહેવાર

પાલીતાણા શહેરના દરેક તહેવારોમાં હિંદુ મુસ્લિમ સાથે રહી ને દરેક તહેવારો ઉજવતા હોય છે તેમ આ વર્ષે પણ આ શોભાયાત્રા માં મુસ્લીમાં સમાજ ના આગેવાનો દ્વરા શોભાયાત્રા ના દર્શન કરવા આવતા ભક્તો માટે ઠંડા પાણી અને ચા ના સ્ટોલ ઉભા કરવા માં આવ્યા છે, તેમજ મુસ્લિમ આગેવાનો પોતાના હાથ થી દરેક ને પ્રેમ થી ચા –પાણી પીવડાવી રહ્યા ના દર્શ્યો જેવા મળી રહ્યા છે.તેમજ આ શોભાયાત્રા શાંતિપૂર્ણ અને દરેક ભાવિકો ભગવાન ના દર્શન શાંતિ થી કરી શકે તે માટે પોલીસ દ્વરા પણ ચાપતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.પાલીતાણા ના નાયબ પોલીસ અધિક્ષક ના સતત માર્ગદર્શન હેઠળ પીઆઈ અને પી.એસ.આઈ સહીત ની ટીમો સાથે પોલીસ કોસ્ટેબલ ,મહિલા પોલીસ ,હોમગાર્ડ ના જવાનો આ બંદોબસ્તમાં જોડાયા છે.