Ahmedabad: નકલી IAS બનીને કાંડ કરતો મેહુલ નીકળ્યો મહાફેંકું, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી, જજ, કોર્ટ સહિત નકલીની ભરમાર વચ્ચે વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. જેમાં વાંકાનેરની કિડઝલેન્ડ તથા યોતિ વિધાલયના સંચાલક મેહુલ શાહએ પોતે અમદાવાદની અસારવાની સ્કૂલના ટ્રસ્ટી હોવાનું અને મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયું હોવાનું કહીને ભાડે ગાડી લઈ છેતરપિંડી આચરતો હતો. જોકે, ભાંડો ફટતા સરકારી અધિકારી હોવાનો રોફ જમાવીને ફરી રહેલા મેહત્પલ શાહની પોલીસે ધરપકડ કરી છે.નકલી IAS મેહુલ શાહ કેસમાં નવા ઘટસ્ફોટ થયો છે. નકલી IAS બની કાંડ કરતો મેહુલ મહાફેંકું નીકળ્યો છે. અસારવાની વિશ્વ વિદ્યાલયમાં મેહુલ શાહે અનેક કાંડ કર્યા છે. શાળામાં આવીને મેહુલ શાહ મોટી શેખી કરતો અને તેજસ્વી વિદ્યાર્થીઓને NASA બેંગ્લુરુ, લખનૌ લઈ જવાની લાલચ આપતો હતો. નવા સાયન્સ લેબ બનાવી આપવાનું કહી ફર્નીચર વેચ્યું છે. જૂની લેબનું ફર્નીચર જ બારોબાર વેચી માર્યું છે. આ મેહુલ શાહે સ્કૂલમાં સાયન્ટીસ્ટ તરીકે ઓળખ આપી પ્રવેશતો અને સંચાલકોને વિશ્વાસમાં લેવા વિજ્ઞાનના પ્રયોગો પણ કરતો. વિશ્વ વિદ્યાલયને 35 કરોડમાં ખરીદી હોવાની ડંફાસ મારતો આ સાથે બોપલની એક શાળા 100 કરોડથી વધુમાં ખરીદીની વાતો  કરતો  હતો. દ.ભારતમાં બાપ-દાદાના ચાના બગીચા હોવાની પણ ફેંકતો હતો. મહાઠગે શાળાના સંચાલકને પણ 10 લાખનો ચૂનો ચોપડ્યો છે. આ ફેંકૂબાજે જિલ્લા શિક્ષણ અધિકારીને કેન્દ્ર સરકારના ટોપ સાયન્ટિસ્ટના નામે અંજાવ્યા છે.અમદાવાદ શહેરના પાલડીના ફતેપુરામાં રહેતા પ્રતિક શાહ ગાડી ભાડે આપવાનું કામ કરે છે. તેમની પાસેથી આરોપી મેહત્પલે સરકારી વિભાગમાં ઉચી પોસ્ટ પર અધિકારી હોવાનું કહીને ડ્રાઇવર સાથે ગાડી માંગી હતી. પ્રતિકે આરોપી મેહત્પલ શાહને ગાડી ભાડે આપી હતી. બાદમાં કાર પર સાયરન, સફેદ પડદા અને ભારત સરકારનું સ્ટીકર લગાવવાનું કહેતા પ્રતિકે મેહુલ શાહ પાસે તે માટેનો પરમિશન લેટર માગ્યો હતો. આરોપી મેહત્પલે ગૃહ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ, સચિવ ગૃહ મંત્રાલય, ગાંધીનગરનો લેટર આપીને સાયરન અને સરકારનું સ્ટીકર લગાવડાવ્યું હતું.જે બાદ આરોપી મેહત્પલ શાહે મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયાનું કહીને બીજી ગાડી માંગી હતી. ત્યારે પ્રતિકે સરકારનો વર્ક ઓર્ડરનો લેટર માંગતા આરોપીએ ખોટો લેટર પણ આપ્યો હતો. બાદમાં ગાડી પર બોર્ડ ચેરમેન અને ભારત સરકાર લખાવીને ૯૦ હજાર ભાડું ન આપીને ઠગાઇ આચરી હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચને જાણ થતાં વાંકાનેર ખાતે રહી કિડઝલેન્ડ તથા યોતિ વિધાલયનું સંચાલન કરતા આરોપી મેહત્પલ પી. શાહ સામે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ ઇન્સપેકટર જે. કે. મકવાણાએ જણાવ્યું કે, મેહત્પલ શાહે આઈએએસ તરીકે રોફ જમાવવા માટે તે પોતાની ઓળખ ગૃહ વિભાગના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવેલોપમેન્ટના ચેરમેન તરીકે ઓળખ આપીને લોકો પાસેથી અલગ અલગ લાલચ આપીને નાણાં ઉઘરાવતો હતો. તેણે વર્ષ ૨૦૧૮થી વાંકાનેરમાં જ આઇએએસના બનાવટી લેટર બનાવ્યાનો ખુલાસો થયો છે. આ કેસમાં હજુ અનેક ભોગ બનનાર સામે આવી શકે તેવી પુરેપુરી શકયતા છે.

Ahmedabad: નકલી IAS બનીને કાંડ કરતો મેહુલ નીકળ્યો મહાફેંકું, જાણો સમગ્ર મામલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી, જજ, કોર્ટ સહિત નકલીની ભરમાર વચ્ચે વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. જેમાં વાંકાનેરની કિડઝલેન્ડ તથા યોતિ વિધાલયના સંચાલક મેહુલ શાહએ પોતે અમદાવાદની અસારવાની સ્કૂલના ટ્રસ્ટી હોવાનું અને મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયું હોવાનું કહીને ભાડે ગાડી લઈ છેતરપિંડી આચરતો હતો. જોકે, ભાંડો ફટતા સરકારી અધિકારી હોવાનો રોફ જમાવીને ફરી રહેલા મેહત્પલ શાહની પોલીસે ધરપકડ કરી છે.

નકલી IAS મેહુલ શાહ કેસમાં નવા ઘટસ્ફોટ થયો છે. નકલી IAS બની કાંડ કરતો મેહુલ મહાફેંકું નીકળ્યો છે. અસારવાની વિશ્વ વિદ્યાલયમાં મેહુલ શાહે અનેક કાંડ કર્યા છે. શાળામાં આવીને મેહુલ શાહ મોટી શેખી કરતો અને તેજસ્વી વિદ્યાર્થીઓને NASA બેંગ્લુરુ, લખનૌ લઈ જવાની લાલચ આપતો હતો. નવા સાયન્સ લેબ બનાવી આપવાનું કહી ફર્નીચર વેચ્યું છે. જૂની લેબનું ફર્નીચર જ બારોબાર વેચી માર્યું છે. આ મેહુલ શાહે સ્કૂલમાં સાયન્ટીસ્ટ તરીકે ઓળખ આપી પ્રવેશતો અને સંચાલકોને વિશ્વાસમાં લેવા વિજ્ઞાનના પ્રયોગો પણ કરતો. વિશ્વ વિદ્યાલયને 35 કરોડમાં ખરીદી હોવાની ડંફાસ મારતો આ સાથે બોપલની એક શાળા 100 કરોડથી વધુમાં ખરીદીની વાતો  કરતો  હતો. દ.ભારતમાં બાપ-દાદાના ચાના બગીચા હોવાની પણ ફેંકતો હતો. મહાઠગે શાળાના સંચાલકને પણ 10 લાખનો ચૂનો ચોપડ્યો છે. આ ફેંકૂબાજે જિલ્લા શિક્ષણ અધિકારીને કેન્દ્ર સરકારના ટોપ સાયન્ટિસ્ટના નામે અંજાવ્યા છે.

અમદાવાદ શહેરના પાલડીના ફતેપુરામાં રહેતા પ્રતિક શાહ ગાડી ભાડે આપવાનું કામ કરે છે. તેમની પાસેથી આરોપી મેહત્પલે સરકારી વિભાગમાં ઉચી પોસ્ટ પર અધિકારી હોવાનું કહીને ડ્રાઇવર સાથે ગાડી માંગી હતી. પ્રતિકે આરોપી મેહત્પલ શાહને ગાડી ભાડે આપી હતી. બાદમાં કાર પર સાયરન, સફેદ પડદા અને ભારત સરકારનું સ્ટીકર લગાવવાનું કહેતા પ્રતિકે મેહુલ શાહ પાસે તે માટેનો પરમિશન લેટર માગ્યો હતો. આરોપી મેહત્પલે ગૃહ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ, સચિવ ગૃહ મંત્રાલય, ગાંધીનગરનો લેટર આપીને સાયરન અને સરકારનું સ્ટીકર લગાવડાવ્યું હતું.

જે બાદ આરોપી મેહત્પલ શાહે મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયાનું કહીને બીજી ગાડી માંગી હતી. ત્યારે પ્રતિકે સરકારનો વર્ક ઓર્ડરનો લેટર માંગતા આરોપીએ ખોટો લેટર પણ આપ્યો હતો. બાદમાં ગાડી પર બોર્ડ ચેરમેન અને ભારત સરકાર લખાવીને ૯૦ હજાર ભાડું ન આપીને ઠગાઇ આચરી હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચને જાણ થતાં વાંકાનેર ખાતે રહી કિડઝલેન્ડ તથા યોતિ વિધાલયનું સંચાલન કરતા આરોપી મેહત્પલ પી. શાહ સામે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ ઇન્સપેકટર જે. કે. મકવાણાએ જણાવ્યું કે, મેહત્પલ શાહે આઈએએસ તરીકે રોફ જમાવવા માટે તે પોતાની ઓળખ ગૃહ વિભાગના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવેલોપમેન્ટના ચેરમેન તરીકે ઓળખ આપીને લોકો પાસેથી અલગ અલગ લાલચ આપીને નાણાં ઉઘરાવતો હતો. તેણે વર્ષ ૨૦૧૮થી વાંકાનેરમાં જ આઇએએસના બનાવટી લેટર બનાવ્યાનો ખુલાસો થયો છે. આ કેસમાં હજુ અનેક ભોગ બનનાર સામે આવી શકે તેવી પુરેપુરી શકયતા છે.