Bharuchમાં મેઘરાજાની પધરામણી, વીજળીના કડાકા સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

Sep 12, 2026 - 21:00
Bharuchમાં મેઘરાજાની પધરામણી, વીજળીના કડાકા સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે ખેંચાણ આપતાં વિરામ લીધો હતો. જોકે, આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળો ઘેરાતાં વરસાદી માહોલ જામ્યો હતો. લાંબા વિરામ બાદ પુનઃ મેઘરાજાની પધરામણી થતાં સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

વીજળીના કડાકા સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ 

આજે વાતાવરણ બદલાતાં જ ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. શહેરના અગ્રણી માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં વરસાદી છાંટા અને ધોધમાર વરસાદી ઝાપટાં પડતાં માર્ગો ભીના થઈ ગયા હતા.

ઉકળાટમાંથી મોટી રાહત, વાતાવરણમાં પ્રસરી આહલાદક ઠંડક 

છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત બની ગયેલા ભરૂચવાસીઓને વરસાદ પડતાં મોટી રાહત સાંપડી છે. વીજળીના કડાકા સાથે વરસેલા આ વરસાદને કારણે ગરમીમાં ઘટાડો થયો છે અને સમગ્ર વિસ્તારના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0