Bharuch:મહિલા કો-ઓપ. નાગરિક બૅંકની વાર્ષિક સાધારણ સભા મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહિલા કો-ઓપરેટીવ નાગરિક બેંક લી ભરૂચની 28મી વાર્ષિક સાધારણ સભા તા.21-6-25ને શનિવારના રોજ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સભાસદ બહેનો હાજર રહ્યા હતા. મીટીંગમાં એજન્ડાના કામો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં વર્ષ 2024-25 ના ઓડીટ થયેલ હિસાબોની મંજૂરી તથા નફાની વહેંચણી જેવી બાબતો અંગે ચર્ચા થઈ હતી. બેંકના ચેરપર્સન જાનકીબેન કેવલરામાનીએ બેંકના કામકાજનો અને વિકાસનો વિસ્તૃત અહેવાલ આપ્યો. સ્થાપક ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર કુ.પુષ્પાબેન પટેલે મહિલા બેંકની સ્થાપનાના હેતુ તથા ભરૂચની બહેન માટે બેંકે કરેલ કામગીરી સમજાવી જણાવ્યુ કે, મહિલા બેંક બહેનોને સ્વમાનભેર જીવવા માટે મદદરૂપ થઈ છે. મહિલા બેંક 28 વર્ષમાં 93 કરોડથી વધુની લોનો 25000 જેટલી બહેનોને પગભર કરવા આપેલ છે.
સભાની શરૂઆતમાં સૌપ્રથમ અમદાવાદ પ્લેન ક્રેસમાં મૃત્યુ પામેલા સૌ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યુ હતુ ત્યારબાદ પ્રાર્થના ગીતથી શરૂઆત કરવામાં આવી જે બેંકના ડિરેકટર અંજનાબેન કે.મજમુદારે પોતાના મધુર અવાજમાં રજુ કર્યુ. એમઓસી ડિરેકટર વર્ષાબેન એસ.નાયક તથા મેનેજર નિમિષભાઈ ઝવેરીએ કરી અને આભાર દર્શન વાઈસ ચેરપર્સન અંજનીબેન કે.મજમુદારે કર્યુ. ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધતા કેશની લેવડ-દેવડ વગર, સીધા જ નાણાં ક્યુઆર કોડ સીસ્ટમનો ઉપયોગ બેંકના ગ્રાહકોએ શરૂ કર્યો છે. આરટીજીએસ, એનઈએફટી, આઈએમપીએસ, એટીએમ કાર્ડ જેવી સવલતો બેંક દ્વારા પુરી પાડવામાં આવે છે.
What's Your Reaction?






