Bharuch:મગણાદમાં ઢાઢરના પાણી ઘૂસ્યા

Sep 7, 2025 - 02:30
Bharuch:મગણાદમાં ઢાઢરના પાણી ઘૂસ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જંબુસર તાલુકાના મગણાદ ગામે નીચાણવાળા વિસ્તારમા ઢાઢર નદીના પાણી ઘુસતા ગ્રામજનોમા ચિંતા વ્યાપી છે.

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઢાઢર નદીમાં જળસ્તર વધ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે. ગામના અંબાજી મંદિરની આસપાસ પાણી ફરી વળ્યા છે. પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે ગ્રામજનો પોતાના પશુધનને સલામત સ્થળે ખસેડી રહ્યા છે.બીજી તરફ જંબુસર વહીવટી તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. આ દરમિયાન ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ અસરગ્રસ્ત મહાપુરા ગામની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

રસ્તો બંધ થતા દર્દીને ટ્રેક્ટરમાં લઇ જવાયો

પુરસા ગામ ઇકબાલ હસન મલેક ઓવારા પરથી પડી જતા તેને પગમાં ફ્રેક્ચર થયું હતું પરંતુ ગામમાં પાણી હોવાથી 108 આવી શકે તેમ ના હોય તેને ટ્રેકટર મારફ્તે જંબુસર ખાનગી હોસ્પિટલના લઈ જવામાં આવ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0